Rudolf Weigl Google Doodle: આજે ગૂગલ ડૂડલ પોલેન્ડના (Polland) આવિષ્કારક, ડૉક્ટર અને ઇમ્યૂનોલોજિસ્ટ રૂડોલ્ફ વીગલનો 138ની જન્મ જયંતી (Rudolf Weigl 138 Birth Anniversary) ઉજવી રહ્યું છે. રૂડોલ્ફ વીગલે (Rudolf Weigl) મહામારી ટાઇફસ (epidemic typhus)ની વિરુદ્ધ પહેલી પ્રભાવી રસી (Vaccine) તૈયાર કરી હતી, જે માનવતાની સૌથી જૂની અને સૌથી સંક્રામક બીમારીઓ પૈકી એક છે.
ટાઇફસ ભલે કોરોના વાયરસ જેટલી ખતરનાક મહામારી ન હોય, પરંતુ 20મી સદીની શરૂઆતમાં તેના કારણે અસંખ્ય લોકોના મોત થયા હતા. વીગલ (Rudolf Weigl) એક દૂરંદેશી વ્યક્તિ હતા જેઓ દવાના ક્ષેત્રમાં આગળની શોધના મૂલ્યને જાણતા હતા અને તે આવનારા દશકોમાં જીવનની ગુણવત્તાને કેવી રીતે પ્રભાવિત કરી શકાય છે, તેથી તેઓએ લવિવિમાં એક શોધ સંસ્થાનની પણ સ્થાપના કરી હતી. રૂડોલ્ફ વીગલ એક માનવતાવાદી પણ હતા જેઓએ સમાજની સેવાને સર્વોપરી માની હતી. તેમણે પોતાના જીવનને જોખમમાં નાખને અનેક યહૂદી સમુદાયના સભ્યોના કલ્યાણ માટે કામ કર્યું હતું.
બીજા વિશ્વ યુદ્ધ દરમિયાન જર્મન સેના ટાઇફસ મહામારીનો સામનો કરવા માટે તેમની મદદ લેવા માંગતી હતી અને વીગલે આ અવસરનો ઉપયોય કરીને વિભિન્ન પોલિશ પાર્ટીઓના અનેક ભૂગર્ભમાં ઉતરી ગયેલા સભ્યો અને અસંખ્ય યહૂદી સમુદાયના સભ્યોને રોજગાર અપાવવા માટે કર્યો હતો.
બીજા વિશ્વયુદ્ધ દરમિયાન ટાઇફસની રસી પર રુડોલ્ફ વીગલે કરેલા કામથી અસંખ્ય લોકોનો જીવ બચી ગયા હતા, પરંતુ તેની જીવન બચાવવાની કુશળતા આ રોગ સિવાય પણ વ્યાપી ગઈ હતી. રુડોલ્ફ વીગલનો જન્મ વર્ષ 1883માં હાલના ચેક રિપબ્લિકમાં થયો હતો. તેમણે પોલેન્ડની Lwów Universityમાંથી 1907માં બાયોલોજિકલ સાયન્સમાં ડિગ્રી મેળવી હતી. બાદમાં તેઓએ Zoologyમાં ડોક્ટરેટ ડિગ્રી મેળવી હતી.
રૂડોલ્ફ સ્ટીફન જાન વીગલ પોલેન્ડના જીવવિજ્ઞાની, ચિકિત્સક અને આવિષ્કારક હતા. તેમણે Lwówમાં વેઇગલ ઇન્સ્ટીટ્યૂટની સ્થાપના કરી, જ્યાં તેમણે વેક્સીન અનુસંધાન કર્યું. એક નાની જૂના અધ્યયનથી લઈને હજારો માનવ જીવન બચાવવા સુધી, તેમના અથાગ પરિશ્રમથી દુનિયાભરના લોકો પર પ્રભાવ પડ્યો છે. રૂડોલ્ફ વીગલને આજે પણ માનવજાત માટેના તેમના યોગદાન માટે યાદ કરવામાં આવે છે. 11 ઓગસ્ટ, 1957ના રોજ તેમનું નિધન થયું હતું.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર