સાવધાન! ડ્રાઈવિંગ સમયે મોબાઈલ ફોનનો ઉપયોગ કરતા પહેલા જાણીલો તેનું ખતરનાક પરિણામ - અભ્યાસ

પ્રતિકાત્મક તસવીર

કાર ચલાવતા હોઈએ ત્યારે ઘણી વાર ફોન પર કોઈ મેસેજ આવવાને કારણે પણ ડિસ્ટ્રેક્ટ થઈ જવાય છે.

  • Share this:
નવી દિલ્હી : મોબાઈલ ફોન જેટલો ઉપયોગી છે તેટલો જ તમને ડિસ્ટ્રેક્ટ પણ કરે છે. ઘણી વાર કોઈ ફોન પર વાત કરતા કરતા પોલ અથવા વાહન સાથે ટકરાવવાના સમાચાર આવે છે. જ્યારે કાર ચલાવતા હોઈએ ત્યારે ઘણી વાર ફોન પર કોઈ મેસેજ આવવાને કારણે પણ ડિસ્ટ્રેક્ટ થઈ જવાય છે. આ પ્રકારની ઘણી ઘટનાઓ તમે જોઈ હશે.

હમણા જ એક વિડીયો સામે આવ્યો છે, જેમાં એક મહિલા ચાલતા ચાલતા ફોનમાં મેસેજ કરે છે અને મોલના ફાઉન્ટેનમાં પડી જાય છે. એક અન્ય રિપોર્ટ જણાવે છે કે, સ્પેનના મેડ્રિડમાં એક મહિલા મેટ્રો રેલ્વે પ્લેટફોર્મ પર ચાલતા જતી હતી અને રેલ્વે ટ્રેક પર પડી ગઈ. મહિલાનું ધ્યાન ફોનમાં હોવાને કારણે તેને ખબર જ નહોતી કે પ્લેટફોર્મ ક્યાં પૂર્ણ થાય છે!

WHOના રિપોર્ટ અનુસાર મોબાઈલ ફોનના ડિસ્ટ્રેક્શનના કારણે રોડ સેફ્ટી માટે જોખમ સર્જાય છે. એક સ્ટડીમાં જાણવા મળ્યું છે કે, ‘જ્યારે ડ્રાઈવિંગ સમયે ફોનનો ઉપયોગ નથી કરવામાં આવતો, તેની સરખામણીમાં જ્યારે ડ્રાઈવિંગ સમયે ફોન ઉપયોગ થાય છે, ત્યારે ચાર ગણી વધુ દુર્ઘટના થાય છે.’ મોબાઈલ ફોનનો ઉપયોગ કરવાથી ડ્રાઈવર તેની આસપાસના વાતાવરણ સાથે ટેકલ કરી શકતો નથી.

આ પણ વાંચોઅમદાવાદમાં કરૂણ ઘટના: કન્સ્ટ્રક્શન સાઇટ પર દસમા માળે બાંધેલ નેટમાંથી પથ્થર પડ્યો, અને મળ્યું મોત

પ્યૂ રિસર્ચ રિપોર્ટ અનુસાર 49% એડલ્ટ કહે છે કે, તેમણે કાર ચલાવતા સમયે મેસેજ સેન્ડ કર્યો છે અથવા વાંચ્યો છે. 44% એડલ્ટ જણાવે છે કે, તેમણે મોબાઈલ ફોનનો ઉપયોગ કરીને પોતાની સાથે અન્યને પણ જોખમમાં મૂક્યા છે. અંદાજિત 47% લોકો ડ્રાઈવિંગ કરતા સમયે મોબાઈલ ફોનનો ઉપયોગ કરે છે. સપ્ટેમ્બર 2009ના સર્વે અનુસાર દર ત્રીજા 16-17 વર્ષના ટીનએજર જણાવે છે કે, તેઓ “ડ્રાઈવ કરતા સમયે મેસેજ કરે છે.”

પ્રતિ 6માંથી 1 સેલફોન ધરાવતી વ્યક્તિ જણાવે છે કે મોબાઈલ ફોનનો ઉપયોગ કરવા સમયે ડિસ્ટ્રેક્ટ થતા તે કોઈ વ્યક્તિ અથવા વસ્તુ સાથે અથડાયા છે. 14% અમેરિકન એડલ્ટ વાત કરતા સમયે અથવા મેસેજ કરતા સમયે અન્ય કોઈ વસ્તુ પર ધ્યાન ન રહેવાને કારણે કોઈને કોઈ વસ્તુ સાથે ટકરાઈ જાય છે.

આ પણ વાંચો - સુરત : 'બે દિવસ બાદ દીકરીના લગ્ન', બાટલો ફાટતા ઘર, કરિયાવર, રૂપિયા બધુ બળીને ખાખ, પિતા રડી પડ્યા

અમેરિકાની ઓહિયો યુનિવર્સિટી, ઈલિયોન્સ સ્ટેટ યુનિવર્સિટી અને નેબ્રાસ્કા યુનિવર્સિટીના રિસર્ચર્સ જણાવે છે કે સ્ટડી સમયે જે વિદ્યાર્થીઓ મેસેજ કરે છે અથવા મેસેજ પ્રાપ્ત કરે છે તેમને ઓછા માર્ક્સ આવ્યા છે. જે વિદ્યાર્થીઓ મોબાઈલ ફોનનો ઉપયોગ કરતા નથી તેઓ સહેલાઈથી યાદ રાખી શકે છે.

જ્યારે મલ્ટીટાસ્કિંગ રીતે મોબાઈલ ફોનનો ઉપયોગ કરવામાં આવે છે, ત્યારે ઓવરલેપ જેવી ઘટના સર્જાય છે. સેલફોનના કારણે ડિસ્ટ્રેક્ટ થતા સમસ્યા સર્જાય છે. BBCના રિપોર્ટ અનુસાર બ્રિટન સરકાર ડ્રાઈવિંગ સમયે મોબાઈલ ફોન ઉપયોગ કરવા માટે તેને ઈલિગલ બનાવવાનો વિચાર કરી રહી છે. હેન્ડ્સ ફ્રી જેવા ડિવાઈસ પર પણ પ્રતિબંધ મુકવામાં આવશે.
First published: