એક જબરદસ્ત દુર્લભ આનુવંશિક બીમારી, જે પીડિતને બહાદુર બનાવી દે છે

એક જબરદસ્ત દુર્લભ આનુવંશિક બીમારી, જે પીડિતને બહાદુર બનાવી દે છે
પ્રતિકાત્મક તસવીર

આ આનુવંશિક રોગના દર્દીઓના મગજમાં તે ભાગ કામ કરતા નથી, જેના કારણે ભય પ્રગટ થાય છે.

 • Share this:
  નવી દિલ્હી : દુનિયામાં એવા ઘણા લોકો છે જેમને ડર જરાય નથી લાગતો. તેમના મગજની તપાસ કરતા જાણવા મળ્યું કે, તે માત્ર તેમના મગજની શક્તિને કારણે નથી, પરંતુ તે એક પ્રકારનો રોગ છે. આ આનુવંશિક રોગના દર્દીઓના મગજમાં તે ભાગ કામ કરતા નથી, જેના કારણે ભય પ્રગટ થાય છે.

  ડરાવવાની અનેક કોશિશ નિષ્ફળ રહી  જ્યારે યુ.એસ.ની 44 વર્ષીય મહિલાનો એક સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો, ત્યારે ખબર પડી કે ડર માત્ર વિચારને લીધે નથી લાગતો. મહિલાની ઓળખ છુપાવવા માટે તેને એસએમ નામ આપવામાં આવ્યું, તેનો જીવ છીનવી લેવા ના સંજોગોમાં પણ તે ડરી ન હતી. તેનું ગુપ્ત રીતે અપહરણ કરવામાં આવ્યું હોવા છતાં, તેણે મદદ માટે રડી કે બુમો પાડી નહોતી. તેને બંદૂકના જોરે ડરાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, તો પણ તે ડરી ન હતી. એટલું જ નહીં ઝેરી સાપ વચ્ચે તેને એક રૂમમાં છોડ્યા પછી પણ, મદદ માટે બુમ સુદ્ધા પાડી ન હતી, પરંતુ સાપને સ્પર્શ કરવા આગળ વધી હતી, ત્યારે જેમ-તેમ કરી તેને સાપથી દુર કરવામાં આવી હતી.

  મગજ પર અસર

  વિજ્ઞાનીઓ 10 વર્ષથી વધુ સમયથી આ મહિલા પર પ્રયોગ કરી રહ્યાં છે. ત્યારે હવે જાણવા મળ્યું કે, તેના મગજમાં ભય પેદા કરનાર ભાગ સક્રિય નથી. University of Iowaના વૈજ્ઞાનિકોના અધ્યયનમાં, તે સાબિત થયું હતું કે, બીમારીના કારણે તેના મગજના કોઈ ખાસ ભાગ પર અસર થઈ હતી, જેના કારણે તેને કોઈ પ્રકારનો ડર લાગતો ન હતો. આ અભ્યાસ કરંટ બાયોલોજી નામના સાયન્સ જર્નલમાં પ્રકાશિત થયેલ છે.

  આ પણ વાંચોસુરત : શિક્ષિકાનો 14મા માળેથી કૂદવાનો દર્દનાક Live Video સામે આવ્યો, વીડિયો ઉતારનાર પણ હચમચી ગયો

  આ રોગ શું છે?

  મગજના આ રોગને Urbach-Wiethe disease કહેવામાં આવે છે. આ એક પ્રકારનો દુર્લભ આનુવંશિક રોગ છે, જેમાં શરીરના ઘણા ભાગ કડક થઈ જાય છે, સાથે તેની અસર મગજ પર પણ પડે છે. તેમાં એમીગ્ડેલા નામનો ભાગ એટલો કડક થઈ જાય છે કે તેના કારણે ભયનો સંદેશ મગજ સુધી પહોંચી શકતો નથી. જો કે આ આનુવંશિક રોગની અસર બાળકના વિકાસ પર થતી નથી, પરંતુ કોઈ ભય નથી લાગતો.

  માંદગીના સંકેતો શું છે?

  તેના ત્રણ મુખ્ય લક્ષણો છે - અવાજમાં ભારેપણું, આંખોની આસપાસ નાના દાગ અને મગજમાં કેલ્શિયમની જમાવટ, જે ફક્ત સીટી સ્કેનમાં જ મળી આવે છે. આ કેલ્શિયમ મગજમાં રહેલો ભયને ખતમ કરી નાખે છે. અત્યાર સુધી, સમગ્ર વિશ્વમાં આ રોગના 400થી વધુ દર્દીઓ દેખાયા છે.

  આ પણ વાંચોનવી આફત: હવે મળ્યો 'ટ્રિપલ મ્યૂટેન્ટ' Corona! અન્ય પ્રકાર કરતા ખતરનાક, વેક્સીન પર શું અસર થશે?

  મગજમાં કયો ભાગ ડર માટે કામ કરે છે?

  મગજમાં, એમીગ્ડાલા નામના ભાગમાં ડર લાગે છે. આ બદામના આકારનો ભાગ છે, જે ચેતા કોશિકાઓથી બનેલો છે, જેનું એક નિશ્ચિત કાર્ય છે. જ્યારે કોઈ ખતરનાક પરિસ્થિતિ આવે છે, ત્યારે એમીગ્ડાલા શરીરને ખરાબ સ્થિતિનો સંદેશ આપે છે. આ સંકેત પર, આપણે નક્કી કરી શકીએ છીએ કે કંઇક ગડબડ છે અને ભાગવાનુંઅથવા કોઈ એક્શન લેવાનું પગલું ભરવાનું નક્કી કરીએ છીએ. એમીગ્ડાલા દ્વારા સંદેશો મોકલવાનું પ્રથમ લક્ષણ હ્રદયની ધડકન તેજ થવી અને હથેળી પર પરસેવો આવવો છે.

  ડરવું કેમ મહત્વનું છે?

  ડરવાની સારી બાબતો તેમજ ખરાબ પાસાઓ છે. એટલે કે, ભયભીત થવાના ઘણા ફાયદા છે. જેમ કે, આપણું મગજ યોગ્ય અને ખોટા નિર્ણય લેવામાં સક્ષમ રહે છે અને કટોકટીની પરિસ્થિતિમાં યોગ્ય રીતે કાર્ય કરે છે. ડરી ગયેલા લોકો કોઈ પણ કાર્ય વધુ આયોજિત રીતે કરે છે. અધ્યયનોમાં એ સાબિત થયું છે કે, ડર એ પણ અન્ય ભાવનાઓની જેમ એક મહત્વપૂર્ણ લાગણી છે, એવી લાગણી પછી કે, જેમાં આપણે શક્તિ પાછી મેળવીએ છીએ, એટલે કે, આપણે પહેલા કરતા વધુ મજબૂત બનીએ છીએ.

  સૈનિકોની મદદ થઈ શકશે

  આ અમેરિકન દર્દીના કિસ્સામાં, એમીગ્ડાલા સંપૂર્ણપણે નિષ્ક્રિય હતી. તેના કારણે તે પોતે તો ડરતી નહોતી, પરંતુ તે બીજાના ચહેરા પર પણ ભયની લાગણીઓને સમજી શકતી નહોતી. ડર સિવાય, પ્રેમ, ક્રોધ, દુ: ખ જેવા અન્ય બધી અભિવ્યક્તિઓ આ દર્દીઓમાં સામાન્ય લોકો જેવા હતા. હવે વૈજ્ઞાનિકો એસએમના મગજનો વધુ નજીકથી અભ્યાસ કરી રહ્યા છે. માનવામાં આવે છે કે, આ નિષ્કર્ષતાની મદદથી, સૈન્યમાં કાર્યરત સૈનિકોને યુદ્ધ અને મૃત્યુની દુખમાંથી બહાર કાઝવામાં આવી શકે છે. ચાલો આપણે જાણીએ કે સૈનિકો કે જેમણે યુદ્ધમાં ભાગ લીધો છે અને તેમના સાથીઓને ગુમાવી દીધા છે, તેઓ વારંવાર પોસ્ટ ટ્રોમેટિક સ્ટ્રેસ ડિસઓર્ડરથી પીડાય છે.
  Published by:kiran mehta
  First published:April 24, 2021, 18:11 IST

  ટૉપ ન્યૂઝ