Home /News /explained /ભારતમાં આજે પહેલી વખત થયું હતું સ્વદેશી ઉપગ્રહનું પ્રક્ષેપણ

ભારતમાં આજે પહેલી વખત થયું હતું સ્વદેશી ઉપગ્રહનું પ્રક્ષેપણ

19 એપ્રિલ 1975ના રોજ ઇસરોએ ભારતના પહેલા કૃત્રિમ સ્વદેશી ઉપગ્રહ આર્યભટ્ટનું પ્રક્ષેપણ કર્યું હતું

19 એપ્રિલ 1975ના રોજ ઇસરોએ ભારતના પહેલા કૃત્રિમ સ્વદેશી ઉપગ્રહ આર્યભટ્ટનું પ્રક્ષેપણ કર્યું હતું

નવી દિલ્હી. 1970ના દશકમાં અમેરિકા (America) ચંદ્રમા (Moon) પર પોતાનું માનવ અભિયાન મોકલી રહ્યું હતું. ત્યારે ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO)એ અંતરિક્ષમાં પોતાની હાજરી સુનિશ્ચિત કરવા માટે કામ શરુ કરી દીધું હતું. અંતે ભારત (India)એ 19 એપ્રિલ 1975ના રોજ સોવિયેત સંઘની સહાયતાથી પ્રથમ સ્વદેશી ઉપગ્રહ આર્યભટ્ટ (Aryabhata) અંતરિક્ષમાં સ્થાપિત કર્યો હતો.

કોના નામ પર રાખ્યું ઉપગ્રહનું નામ?

દેશના પ્રથમ ઉપગ્રહનું નામ ખગોળશાસ્ત્રી અને ગણિતજ્ઞ આર્યભટ્ટ (Aryabhata)ના નામ પરથી રાખવામાં આવ્યું હતું. આર્યભટ્ટ પ્રથમ વ્યક્તિ હતા જેમણે બીજગણિતનો હતો. સાથે જ તેમણે પાઈને સાચો માનીને તેનું મૂલ્ય 3.1416 કાઢ્યું હતું. માનવામાં ઉપગ્રહનું નામ તત્કાલીન પ્રધાનમંત્રી શ્રીમતી ઇન્દિરા ગાંધીએ રાખ્યું હતું.

કેવી રીતે રાખવામાં આવ્યું નામ?

ઇસરોના પૂર્વ ચેરમેન યુ આર રાવના જણાવ્યા મુજબ તેમની ટીમે સરકારને ત્રણ નામોનો પ્રસ્તાવ આપ્યો હતો. જેમાં આર્યભટ્ટ ટોચ પર હતું. સાથે જ લિસ્ટમાં મૈત્રી અને જવાહર પણ હતા. જે બાદ પ્રધાનમંત્રી ઈન્દીરા ગાંધીએ આર્યભટ્ટ નામ પર મહોર મારી હતી.

આ પણ વાંચો, માનવતાની મહેકઃ ઉદયપુરમાં રોજો તોડીને આ શખ્સે બચાવ્યા કોરોના દર્દીઓના જીવ, જાણો સમગ્ર મામલો

આર્યભટ્ટની વિશેષતાઓ

360 કિલોગ્રામ વજનના આ ઉપગ્રહનો જીવનકાળ માત્ર 17 વર્ષ હતો. જેની કિંમત લગભગ 3 કરોડથી વધુ હતી. આ ઉપગ્રહને સંચાલિત કરવા માટે 46 વોટની ઉર્જાની જરૂર હતી. આ ઉપગ્રહ માર્ચ 1981 એટલે કે લગભગ 6 વર્ષ સંપર્કમાં રહ્યો હતો.

સોવિયેત સંઘની મદદથી પ્રક્ષેપણ

ભારતમાં તે સમયે આ ઉપગ્રહના પ્રક્ષેપણની ટેક્નોલોજી નહોતી. જેમથી ભારતે સોવિયેત સંઘની મદદ લીધી અને આર્યભટ્ટનું પ્રક્ષેપણ રશિયાના અસ્તરખાન ઓબ્લાસ્ટની કેપૂસ્તિન યાર સાઈટથી કોસ્મોસ-3એમ પ્રક્ષેપણ યાં દ્વારા કરવામાં આવ્યું. આ માટે ભારત અને સોવિયેત સંઘ વચ્ચે વર્ષ 1972માં કરાર થયો હતો.

આર્યભટ્ટનો ઉદ્દેશ્ય

આર્યભટ્ટનો ઉદ્દેશ્ય એક્સ રે એસ્ટ્રોનોમી, ઍરૉનૉમિક્સ અને સૌર ભૌતિકીમાં પ્રયોગ કરવાનો હતો. જેનું કક્ષામાં સ્થાપિત થયા બાદ ઉર્જા બંધ થવાથી ચાર દિવસ પોતાની કક્ષામાં કામ કર્યા વિના ફરતો રહ્યો હતો. એટલું જ નહીં તેના કામ કર્યાના 5 દિવસ બાદ તેનાથી બધા જ સંપર્ક તૂટી ગયા હતા. ત્યાર બાદ 17 વર્ષ બાદ 11 ફેબ્રુઆરી 1992માં આર્યભટ્ટે ફરીથી પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશ કર્યો હતો.

ટોયલેટમાં ડેટા રીસીવિંગ સેન્ટર

આર્યભટ્ટ માટે કંટ્રોલરૂમનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર સારું નહોતું. આ અંગે ઇસરોના પૂર્વ ચેરમેન યુ.આર. રાવે એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે, મિશન દરમિયાન સેન્ટરમાં જગ્યા ઓછી હતી. જેને લઈને વૈજ્ઞાનિકોએ ટોયલેટને ડેટા રીસીવિંગ સેન્ટર બનાવી દીધું હતું.

આ પણ વાંચો, SBIએ કરોડો ગ્રાહકોને કર્યા Alert! મોબાઈલમાં ક્યારેય સેવ ના કરશો બેંક ડિટેલ્સ, ખાતું થઈ જશે ખાલી

પ્રક્ષેપણના બદલે સોવિયેત સંઘને શું મળ્યું?

આ ઉપગ્રહને પીન્યામાં તૈયાર કરાયો હતો. પરંતુ સોવિયેત સંઘ સાથે થયેલા કરાર અનુસાર સોવિયેત સંઘ રૂસ ભારતીય બંદરગાહોનો ઉપયોગ જહાજોને ટ્રેક કરવા માટે કરી શકતું હતું. હકીકતમાં આ ઉપગ્રહનું નિર્માણ ઇસરોને કૃત્રિમ ઉપગ્રહોના નિર્માણ અને અંતરિક્ષમાં તેના સંચાલનમાં અનુભવ મળે તે હેતુથી કરાયું હતું.
" isDesktop="true" id="1089319" >

ઉલ્લેખનીય છે કે, વર્ષ 1975ની આ ઐતિહાસિક ક્ષણને ભારતીય રિઝર્વ બેંકે 1976માં બે રૂપિયાની નોટ પાછળ છાપ્યું હતું. 1997 સુધી 2 રૂપિયાની નોટ પાછળ આર્યભટ્ટની તસ્વીર છાપવામાં આવી હતી, બાદમાં તેની ડિઝાનમાં બદલાવ કરવામાં આવ્યો.
First published:

Tags: Aryabhatha, History, Record, Satellite, Science, ઇસરો, ભારત

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन