Home /News /explained /પહેલી વખત આપણી ગેલેક્સીની બહાર શોધવામાં આવ્યો ગ્રહ – જાણો કઈ રીતે?

પહેલી વખત આપણી ગેલેક્સીની બહાર શોધવામાં આવ્યો ગ્રહ – જાણો કઈ રીતે?

જે ગેલેક્સી (Galaxy)માં આ ગ્રહ શોધવામાં આવ્યો છે તેનું નામ M51 છે. (Image- Wikimedia commons)

આપણી ગેલેક્સી મિલ્કી વે (Milky Way)ની અંદર હજારો બાહ્ય ગ્રહો (Exoplanet) ફરી રહ્યા છે, જેમાંથી આશરે 4 હજાર ગ્રહોની શોધ કરી લેવામાં આવી છે જે આપણા સૂર્યમંડળથી ઘણા દૂર છે અને સૂર્યમંડળ અને તેની નિર્માણની ઘણી જાણકારી આપી શકે છે, પરંતુ આ દિશામાં ખગોળશાસ્ત્રીઓએ એક પગલું આગળ ભરીને નાસાના ચંદ્રા એક્સ રે વેધશાળાની મદદ વડે મિલ્કી વેના બાહ્ય ગ્રહ (Exoplanet outside galaxy)ની શોધ કરી છે. આ પહેલી વાર થયું છે કે આપણી ગેલેક્સની બહાર એક તારાનો ચક્કર લગાવતા કોઈ ગ્રહની શોધ થઈ છે.

વધુ જુઓ ...
  હમણા સુધી આપણા વૈજ્ઞાનિકોને જેટલા પણ બાહ્યગ્રહો (Exoplanet)ની જાણકારી મળી છે, ત્યાં બધા આપણા ગેલેક્સી (Galaxy)ના જ ગ્રહો હતા, પરંતુ સૌરમંડળના બાહ્ય ગ્રહો હતા. આપણી ગેલેક્સીમાં પણ મોટા પ્રમાણમાં તારાઓની ફરતે ચક્કર લગાવનારા બાહ્યગ્રહ આપણા સૌરમંડળને સમજવામાં અત્યંત મહત્વની ભૂમિકા ભજવી શકે છે. હવે એક નવી ઉપલ્બ્ધિ હેઠળ ખગોળશાસ્ત્રીઓએ આપણી ગેલેક્સી મિલ્કી વેની બહાર પણ એક ગ્રહ શોધ્યો છે. આ શોધનું નેતૃત્વ નાસાના ચંદ્ર એક્સ રે વેધશાળા (સાયન્ટિફિક લેબોરેટરી)એ કરી. જ્યારે તેને સર્પિલ ગેલેક્સી મેસિયર 21 (M51) નામનો ગ્રહ મળ્યો. આ ગ્રહને વર્લપૂલ ગેલેક્સી પણ કહે છે.

  અત્યાર સુધીના તમામ ગ્રહ ગેલેક્સીની અંદર જ
  અત્યાર સુધી ખગોળશાસ્ત્રીઓ આશરે 4 હજાર જેવા બાહ્યગ્રહોની તપાસ કરી રહ્યા છે. તેમાંથી અમુક પૃથ્વી જેવા છે, તો અમુક ગુરુ ગ્રહના આકારના, પરંતુ ગરમ છે. તો અમુક ખોગળીય ઘટનાઓના કારણે ઉત્સજર્ન પણ કરી રહ્યા છે. પરંતુ તે પણ આપણી ગેલેક્સી મિલ્કી વેના દાયરાની અંદર જ છે જે પૃથ્વીના આશરે 3 હજાર પ્રકાશવર્ષના અંતરે છે.

  ઘણો દૂર છે આ બાહ્યગ્રહ
  પરંતુ આ બાહ્યગ્રહ એમ51 ગેલેક્સીમાં છે જે આપણાથી 2.8 કરોડ પ્રકાશવર્ષ દૂર સ્થિત છે જેનો અર્થ એ છે કે, આપણી મિલ્કી વેમાં હાજર દૂરના ગ્રહોથી પણ હજાર ઘણું દૂર છે. આ અભ્યાસનું સંચાન કરનારા સેન્ટર ફૉર એસ્ટ્રોફિઝિક્સની શોધકર્તા રોજાને ડિ સ્ટીફાનોએ જણાવ્યું કે, અમે એક્સ રે વેવલેન્થ દ્વારા ઉમેદવાર ગ્રહો શોધીને, બીજી દુનિયાના ક્ષેત્રમાં પ્રવેશવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ રણનીતિ અમારા માટે બીજી ગેલેક્સી શોધવા માટે શક્ય બનાવશે.

  આ પણ વાંચો:  હવે હરિફાઈ અંતરિક્ષમાં: જાણો જેફ બેઝોસની કંપની Blue originના નવા સ્પેસ સ્ટેશન વિશે

  એક્સરેની ચમકમાં ઘટાડો
  બાહ્ય ગ્રહોની શોધ માટે ખગોળશાસ્ત્રી રોઈ તારામાંથી આવે રહેલા પ્રકાશનો અભ્યાસ કરે છે, જ્યારે તે ગ્રહ પોતાના તારાની સામેથી પસાર થાય છે. આના કારણે પ્રકાશમાં બદલાવ આવે છે.

  first planet outside milky way
  અત્યારસુધીમાં આપણી મિલ્કી વે (Milky Way) ગેલેક્સીમાં આશરે 4000 બાહ્યગ્રહ શોધાયા છે. (ફોટો- NASA_JPL-Caltech)


  આ રીતે થાય છે બાહ્યગ્રહની શોધ
  ખગોળશાસ્ત્રી જમીન અને અંતરિક્ષ બને પર સ્થાપિત ટેલિસ્કોપનો ઉપયોગ કરીને આ પ્રકાશમાં થનારા બદલાવોથી હજારો બાહ્યગ્રહોની શોધ કરી ચૂક્યા છે. આ અભ્યાસમાં ખગોળશાસ્ત્રીઓએ એક્સ રેનો અભ્યાસ કર્યો. આ નાના વિસ્તારમાંથી આવનારા ચમકીલા એક્સ રે નીકળીને આવી રહ્યા છે. આ ગ્રહ ઘણા સારા એક્સ રે રોકી શકે છે. આના કારણે ત્યાંથી આવનારા વિકિરણોમાં બદલાવ સરળતાથી દેખાય છે કેમ કે એક સમયે આ એક્સ રે કિરણો આવવાના અટકી જાય છે.

  આ પણ વાંચો: Explained: ઈન્ટરનેટનું ભવિષ્ય કહેવાતું ‘મેટાવર્સ’ ખરેખર શું છે? જાણો Facebook શા માટે રસ લઈ રહ્યું છે

  એક બ્લેક હોલવાળા દ્વિજ તારાઓનું તંત્ર
  આ બાહ્ય ગ્રહના દ્વિજ તારાઓના તંત્રને M51 ULS-1 નામ આપવામાં આવ્યું છે. આ દ્વિજ તંત્રમાં એક બ્લેક હોલ છે જેમાં સાથી તારો સૂર્યથી 20 ઘણો વધારે ભારે તારાનું ચક્કર લગાવે છે. નાસાનું કહેવું છે કે, તેણે જે ચંદ્રા વેધશાળાના આંકડાઓમાંથી જે એક્સ રે સંક્રમણ મેળવ્યું છે તે ત્રણ કલાક ચાલ્યું. આ દરમિયાન એક્સ રે ઉત્સર્જન ઘટીને શૂન્ય થઈ ગયું. આ તથા અન્ય જાણકારીના આધાર પર શોધકર્તાઓએ અનુમાન લગાવ્યું હતું કે, M51 ULS-1માં સ્થિત આ ગ્રહ શનિ ગ્રહના આકારનો ગ્રહ હોઈ શકે છે.

  first planet outside milky way
  એક બાહ્યગ્રહ (Exoplanet)નો અભ્યાસ તેના તારામાંથી આવતા અટકી જતાં પ્રકાશના આધારે કરવામાં આવે છે. (પ્રતીકાત્મક ફોટો- shutterstock)


  તકલીફ શું છે?
  કેલિફોર્નિયા યૂનિવર્સિટીના રિસર્ચર અને આ સ્ટડીના સહલેખિકા નિયા ઇમારાનું કહેવું છે કે, દુર્ભાગ્યથી આ વાતની પુષ્ટિ કરવા માટે અમે ખરેખર એક ગ્રહને શોધી રહ્યા હતા. ઘણા દાયકાઓ સુધી રાહ જોવી પડશે. જ્યારે આ ગ્રહ આપણા સૂર્યની સામેથી પસાર થશે. તેની કક્ષાની અનિશ્ચિતતાના કારણે અમે એ પણ નથી કહી શક્તા કે આવું ક્યારે થશે.

  ખગોળશાસ્ત્રીઓનું માનવું છે કે, જો ખરેખર કોઈ ગ્રહ છે તો તેનો એક જ્વલંત ઇતિહાસ હોવો જોઈએ કેમ કે, તેને એક સુપરનોવા વિસ્ફોટથી બચીને નીકળવું પડ્યું હશે. જેના દ્વારા ન્યુટ્રોન તારા યા તો બ્લેક હોલ બન્યો હશે. તેમનું એમ પણ કહેવું છે કે, સાથેનો તારો પણ સુપરનોવાની જેમ વિસ્ફોટ થયો હશે અને તેનાથી ગ્રહમાં પણ મોટી માત્રામાં વિકિરણ પેદા થયા હશે.
  Published by:Nirali Dave
  First published:

  Tags: Explained, Research, Science, અંતરિક્ષ, ગેલેક્સી, જ્ઞાન

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन