26 મેએ દેખાશે વર્ષ 2021નું પ્રથમ ચંદ્રગ્રહણ, ભારતમાં આ જગ્યાએથી માણી શકાશે આકાશી નજારો

26મેનાં યોજાશે વર્ષનું પહેલું ચંદ્રગ્રહણ

નાસાના જણાવ્યા અનુસાર, 17 મેથી આકાશમાં ઘણી બધી ખગોળીય ઘટનાઓ બની રહી હતી, જે ચંદ્રગ્રહણમાં પરીણમશે. પૂર્વમાં થનાર આ ચંદ્રગ્રહણ આકાશમાં સુપરમૂનની જેમ દેખાશે. ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ટાઇમ અનુસાર આંશિક ચંદ્રગ્રહણ 15:15 કલાકે શરૂ થશે.

 • Share this:
  વર્ષ 2021નું પહેલુ ચંદ્રગ્રહણ 26 મેએ દેખાવા જઇ રહ્યું છે. ખગોળીય ઘટનાઓ નિહાળવાના શોખીનો માટે આ એક લ્હાવા સમાન છે. ત્યારે ઇન્ડિયા મેટરોલોજીકલ ડિપાર્ટમેન્ટના જણાવ્યા અનુસાર, આ ચંદ્ર ગ્રહણ દેશના અમુક વિસ્તારોમાં જ જોઇ શકાશે. સિક્કિમ સિવાય ભારતના ઉત્તર-પૂર્વ રાજ્યો જેમ કે પશ્ચિમ બંગાળ, ઓરિસ્સાનો અમુક ભાગ અને અંદમાન નિકોબાર દ્વિપ સમૂહોમાંથી ચંદ્ર ગ્રહણ નિહાળી શકાશે. કોલકત્તામાં છેલ્લે 10 વર્ષ પહેલા એટલે કે 10 ડિસેમ્બર,2011માં ચંદ્રગ્રહણ દેખાયું હતું.

  21 જાન્યુઆરી, 2019 બાદ આ પહેલુ સુપર મૂન ચંદ્રગ્રહણ હશે. જ્યારે વિશ્વના અન્ય દેશોની વાત કરવામાં આવે તો આ ચંદ્રગ્રહણ સાઉથ અમેરિકા, નોર્થ અમેરિકા, એશિયા, ઓસ્ટ્રેલિયા, એન્ટાર્કટિકા,પેસિફિક ઓશિયન અને ઇન્ડિયન ઓશિયનમાં પણ દેખાશે.

  નાસાના જણાવ્યા અનુસાર, 17 મેથી આકાશમાં ઘણી બધી ખગોળીય ઘટનાઓ બની રહી હતી, જે ચંદ્રગ્રહણમાં પરીણમશે. પૂર્વમાં થનાર આ ચંદ્રગ્રહણ આકાશમાં સુપરમૂનની જેમ દેખાશે. ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ટાઇમ અનુસાર આંશિક ચંદ્રગ્રહણ 15:15 કલાકે શરૂ થશે. જ્યારે સંપૂર્ણ ચંદ્રગ્રહણ 16:39 કલાકે શરૂ થશે. ચંદ્રગ્રહણ સાંજે 16:58 કલાકે પૂર્ણ થશે અને આંશિક ગ્રહણ 16:58 કલાકે પૂર્ણ થશે.

  ભારતમાં 19 નવેમ્બર, 2021એ હવે બીજુ ગ્રહણ દેખાશે, જે આંશિક ચંદ્રગ્રહણ હશે. જ્યારે પૂર્ણ ચંદ્રના દિવસે પૃથ્વી, સૂર્ય અને ચંદ્રની વચ્ચે આવે અને ત્રણેય એક જ રેખામાં આવે, ત્યારે ચંદ્રગ્રહણની ઘટના બને છે. જ્યારે ચંદ્ર પૃથ્વીના છાયા હેઠળ આવે ત્યારે, સંપૂર્ણ ચંદ્રગ્રહણ થાય છે, પરંતુ જ્યારે ચંદ્રનો અમુક ભાગ પૃથ્વીના છાયા હેઠળ આવે ત્યારે આંશિક ચંદ્રગ્રહણ થાય છે.

  ખગોળ જ્યોતિષના જણાવ્યા અનુસાર વર્ષનું પહેલું ચંદ્રગ્રહણ વૃશ્વિક રાશિમાં થવા જઇ રહ્યું છે. આવી સ્થિતિમાં આ રાશિ ધરાવતા લોકોએ આ દરમિયાન અમુક સાવચેતીઓ રાખવાની જરૂર છે. એવી માન્યતા છેકે ચંદ્રગ્રહણ દરમિયાન ચંદ્રને નુકસાન પહોંચે છે અને ચંદ્ર નબળો પડે છે. જેથી ચંદ્રગ્રહણની આ ઘટના દરમિયાન ચંદ્ર પોતાનું સંપૂર્ણ ફળ આપી શકતો નથી.
  First published: