Home /News /explained /ચીનમાં મળ્યો બર્ડ ફલૂના નવા સ્ટ્રેનનો પ્રથમ દર્દી, આટલો ખતરનાક છે આ વાયરસ

ચીનમાં મળ્યો બર્ડ ફલૂના નવા સ્ટ્રેનનો પ્રથમ દર્દી, આટલો ખતરનાક છે આ વાયરસ

બર્ડ ફ્લૂના પણ કોરોના વાયરસની જેમ અનેક સ્ટ્રેન હોય છે (પ્રતીકાત્મક તસવીર- News18 English)

કોરોના વાયરસને લઈ સંદેહથી ઘેરાયેલું ચીન ઘાતક બર્ડ ફ્લૂ મામલે પણ કંઈક છુપાવવાનો પ્રયાસ તો નથી કરતું ને?

નવી દિલ્હી. કોઈ મહામારી-બીમારી સામે આવે એટલે પહેલા ચીન (China)નું નામ આપોઆપ મગજમાં ઉપસી આવે છે. છેલ્લા દોઢ વર્ષથી સમગ્ર વિશ્વને હચમચાવનાર કોરોના મહામારી (Covid-19 Pandemic) પણ ચીનથી જ ફાટી નીકળી હતી. ત્યારે ચીનમાં હવે બર્ડ ફલૂ (Bird Flu)નો નવો સ્ટ્રેન સામે આવ્યો છે. H10N3 નામનો આ સ્ટ્રેન પ્રથમ વખત કોઈ માણસમાં જોવા મળ્યો છે. જેની જાહેરાત કરીને નેશનલ હેલ્થ કમિશન લોકોને એલર્ટ રહેવાની અપીલ કરી હતી.

એક મહિના બાદ મળી જાણકારી

આ કેસ ચીનના શિનજિયાંગ શહેરનો છે. એક મહિના પહેલા 41 વર્ષીય વ્યક્તિ બીમાર પડ્યા પછી હોસ્પિટલમાં પહોંચ્યો હતો. તે લાંબો સમય હોસ્પિટલમાં રહ્યો હતો. ત્યાર બાદ ખબર પડી કે તેને બર્ડ ફ્લૂના H10N3 સ્ટ્રેનનું સંક્રમણ હતું. દર્દીમાં કોરોનાના તીવ્ર તાવ અને શરદી જેવા લક્ષણો હતા. આ વ્યક્તિ વાયરસના સંપર્કમાં કેવી રીતે આવ્યો તેની વિગતો મળી નથી. રોઇટર્સમાં આ બાબતે અહેવાલ આવ્યો છે.

કોરોનાની જેમ બર્ડ ફલૂના પણ ઘણા સ્ટ્રેન

કોરોનાની જેમ બર્ડફલૂમાં પણ ઘણા સ્ટ્રેન છે. જેમાં H10N3 વધુ ખતરનાક છે. આજ સુધી આ સ્ટ્રેઇન જોવા મળ્યો નહતો. દુનિયાનો આ પહેલો કેસ છે. અત્યાર સુધી કોરોના મામલે શંકાના દાયરામાં રહેલું ચીન બર્ડ ફ્લૂના નવા સ્ટ્રેન મામલે પણ બચાવ કરવા લાગ્યું છે. ચીનના રાષ્ટ્રીય આરોગ્ય આયોગનો દાવો છે કે આ સ્ટ્રેન લો પેથોજનીક છે. બીમારી ફેલાવાનું જોખમ ઓછું છે.

આ પણ વાંચો, COVID-19ના કારણે તણાવથી પરેશાન લોકોને આપઘાતના આવે છે વિચાર! – સ્ટડીના ચોંકાવનારા તારણો

CDC શું કહે છે?

અમેરિકાની હેલ્થ એજન્સી સેન્ટર ફોર ડીસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેંશન (CDC)એ કહ્યું કેઝ લો પેથેજનની વાત માત્ર પક્ષીઓ સુધી સીમિત છે. આ સ્ટ્રેન લોકો પર કેટલો ઘાતક હોય શકે તે અત્યારે કહી ન શકાય. હવે વિદેશી સંસ્થાઓ બર્ડ ફલૂના નવા સ્ટ્રેનને લઈ સતર્ક થઈ ગઈ છે. આ પણ કોરોનાની જેમ ઘાતક તો નહીં હોયને તે સમજવાનો પ્રયત્ન કરી રહ્યા છે.

કઈ રીતે ફેલાયો વાયરસ

આમ તો બર્ડ ફ્લૂના અનેક પ્રકારના સ્ટ્રેઇન વાતાવરણમાં હોય છે. પરંતુ તેમાંથી કેટલાક જ માણસ સુધી સંક્રમણ ફેલાવી શકે છે. બર્ડ ફ્લુને વૈજ્ઞાનિક ભાષામાં અવેઇન ઈંફ્લુએન્ઝા (Avian Influenza) કહેવામાં આવે છે. જે ટાઈપ એ પ્રકારના વાયરસથી ફેલાવનારી બીમારી છે. આ પ્રકારના વાયરસ જંગલમાંથી ફેલાય છે. જોકે, તે પોલ્ટ્રી અને પક્ષીઓ પર પણ અસર કરે છે. આ જ કારણે તેના કેટલાક સ્ટ્રેન લોકો સુધી પહોંચી ગયા છે.

90ના દાયકામાં પ્રથમ વખત જોવા મળેલો

બર્ડ ફ્લુનું સૌથી પ્રથમ રૂપ H5N1 એવીયન ઈંફ્લુએન્ઝા કહેવાય છે. આ ખૂબ જ તીવ્ર રીતે ફેલાય છે. સમયે સારવાર ન મળે તો જીવ પણ જઈ શકે છે. વિશ્વ આરોગ્ય સંગઠનના મત મુજબ સૌપ્રથમ એવીયન ઈંફ્લુએન્ઝાના કેસ વર્ષ 1997માં જોવા મળ્યા હતા. સંક્રમિત થયા બાદ 60 ટકા લોકોએ જીવ ગુમાવ્યા હતા. શરદી, ઉધરસ, શ્વાસ લેવામાં તકલીફ, ગળામા સોજો, અને વારંવાર ઉલટી થવા જેવા લક્ષણો આ વાયરસના સંક્રમણમાં જોવા મળે છે

મરઘાંના સંપર્કમાં આવતા લોકોને વધુ ખતરો

જ્યાં મોટી સંખ્યામાં પક્ષીઓ હોય ત્યાં વાયરસ ફેલાય છે. આ વાયરસ શ્વાસ દ્વારા શરીરમાં પ્રવેશ કરે છે. જેથી સામાન્ય રીતે પ્રથમ અસર મરઘાંના સંપર્કમાં આવતા લોકો પર જોવા મળે છે. ત્યાર બાદ ચેપ મરઘાં ખરીદનાર અને અડધો પાકેલ ચિકન ખાનાર સુધી પણ પહોંચે છે.

આ પણ વાંચો, Explained: દેશની અર્થવ્યવસ્થા અને ફુગાવાના દર પર ચોમાસુ કઈ રીતે કરે છે અસર?

આ વાયરસ સમયાંતરે રૂપ બદલે છે

આમ તો બર્ડ ફ્લૂના સંખ્યાબંધ સ્ટ્રેન છે. હજુ સુધી તેની સંપૂર્ણ.જાણકારી નથી મળી. પરંતુ લોકો સુધી પહોંચનાર સ્ટ્રેનની પુષ્ટિ થઈ ચૂકી છે. જેમાં H7N3, H7N7, H7H9, H9N2 અને H5N1 જેવા પાંચ વાયરસ સામેલ છે. H5N1ને અત્યાર સુધીનો સૌથી ખતરનાક વાયરસ માનવામાં આવે છે. જીવતા રહેવા તેના સ્ટ્રેન દરેક વખતે બદલાય છે.
" isDesktop="true" id="1101568" >

બર્ડ ફલૂ અંગે ચિંતાનું મોજું

અગાઉ વૈજ્ઞાનિકો બર્ડ ફલૂને લઈને વધુ ચિંતિત ન હતા. પરંતુ કોરોના મહામારી ફેલાયા બાદ અલગ-અલગ પદ્ધતિ પર નજર દોડવાઈ રહી છે. બર્ડ ફલૂ પણ મહામારીનું રૂપ લઇ શકે છે. જેથી ચીનમાં નવા સ્ટ્રેનનો પ્રથમ કેસ બહાર આવતા જ CDCએ નિવેદન આપ્યું હતું. ઘણા લોકો પોલ્ટ્રી ફાર્મની નજીક રહે છે, જેથી જો બર્ડફ્લુનો વાયરસ મરઘાંમાં પણ જોવા મળ્યો તો મોટું જોખમ ઉભું થઈ શકે છે.
First published:

Tags: Avian Influenza, Bird Flu, Explainer, World news, કોરોના, ચીન

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन