Home /News /explained /World’s First Space Hotel: હવે અંતરિક્ષમાં માણી શકશો વેકેશન! 2025માં શરુ થવા જઈ રહી છે પહેલી સ્પેસ હોટેલ

World’s First Space Hotel: હવે અંતરિક્ષમાં માણી શકશો વેકેશન! 2025માં શરુ થવા જઈ રહી છે પહેલી સ્પેસ હોટેલ

ઓર્બિટલ એસેમ્બલી હવે ટુરિસ્ટ માટે એક નહીં પરંતુ બે સ્પેસ સ્ટેશન લોન્ચ કરવાની તૈયારી કરી રહી છે.

World’s First Space Hotel: સ્પેસ ટુરિઝમ (Space Tourism) હવે પોપ્યુલર બન્યું છે. છેલ્લા એક વર્ષમાં આ સેક્ટરમાં ઘણી મોટી કંપનીઓ આવી છે. વર્જિનના સ્થાપક રિચાર્ડ બ્રેન્સને તેમની કંપની વર્જિન ગેલેક્ટિક સાથે સબઓર્બિટલ સ્પેસમાં ધમાકો કર્યો છે. તો સ્ટાર ટ્રેક એક્ટર વિલિયમ શેટનર બ્લુ ઓરિજિન સાથે અવકાશમાં જનારા સૌથી વૃદ્ધ વ્યક્તિ બન્યા છે.

વધુ જુઓ ...
  World’s First Space Hotel: અત્યારસુધી તમે ધરતી પર ભવ્ય દેખાતી અને શાનદાર વ્યુ ધરાવતી ઘણી 5 સ્ટાર અને 7 સ્ટાર હોટેલ જોઈ હશે, પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે એક એવી હોટેલ પણ હોઈ શકે છે જે ધરતી પર નહીં, પરંતુ અવકાશમાં હોય અને ત્યાં સૌર મંડળ (Solar System)નો નજારો જોવા મળતો હોય! અંતરીક્ષમાં કોઈ હોટેલ (Hotel in Space) હોય, એ જાણીને જ તમે રોમાંચિત થઈ ઉઠ્યા હશો. સાંભળવામાં ભલે નવાઈ લાગે, પણ સ્પેસ કંપની ઓર્બિટલ અસેમ્બલી આ હોટેલ પર કામ કરી રહી છે. યુએસ બેસ્ડ કંપનીએ પોતાની સ્પેસ હોટેલને લઇને ઘણી જાણકારીઓ શેર કરી છે, જેના પર તે 2019થી કામ કરી રહી છે.

  હવે બે સ્ટેશનો પર થશે કામ

  મૂળ કેલિફોર્નિયા સ્થિત કંપની ગેટવે ફાઉન્ડેશન દ્વારા આ હોટેલની ડિઝાઇન અને વિશેષતાઓ તાજેતરમાં જ ફીચર કરવામાં આવી હતી. આ પ્રોજેક્ટની દેખરેખ હવે ઓર્બિટલ એસેમ્બલી કોર્પોરેશન કરી રહી છે. રિપોર્ટ અનુસાર, ઓર્બિટલ એસેમ્બલી હવે ટુરિસ્ટ માટે એક નહીં પરંતુ બે સ્પેસ સ્ટેશન લોન્ચ કરવાની તૈયારી કરી રહી છે. વોયેજર સ્ટેશન (નવું નામ) હવે 400 લોકોને સમાવવાની ક્ષમતા ધરાવતું હશે. તેને 2027માં શરૂ કરવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. તો નવા સ્ટેશનનું નામ પાયોનિયર સ્ટેશન રાખવામાં આવ્યું છે અને તેમાં 28 લોકો આવી શકશે. કંપનીએ તેને આગામી ત્રણ વર્ષમાં એટલે કે 2025માં શરૂ કરવાનું લક્ષ્ય રાખ્યું છે.

  આ પણ વાંચો: Bermuda Triangleનું રહસ્ય ઉકેલાયું? ઓસ્ટ્રેલિયન વૈજ્ઞાનિકે જણાવ્યું કેવી રીતે ડૂબે છે પ્લેન

  પોપ્યુલર થઈ રહ્યું છે સ્પેસ ટુરિઝમ

  જણાવી દઈએ કે સ્પેસ ટુરિઝમ (Space Tourism) હવે પોપ્યુલર બન્યું છે. છેલ્લા એક વર્ષમાં આ સેક્ટરમાં ઘણી મોટી કંપનીઓ આવી છે. વર્જિનના સ્થાપક રિચાર્ડ બ્રેન્સને તેમની કંપની વર્જિન ગેલેક્ટિક સાથે સબઓર્બિટલ સ્પેસમાં ધમાકો કર્યો છે. તો સ્ટાર ટ્રેક એક્ટર વિલિયમ શેટનર બ્લુ ઓરિજિન સાથે અવકાશમાં જનારા સૌથી વૃદ્ધ વ્યક્તિ બન્યા છે. પરંતુ તેમ છતાં માત્ર વેકેશન અથવા ફરવા માટે અહીં જવું થોડું મુશ્કેલ લાગે છે.

  આ પણ વાંચો: ચીને શા માટે સ્થાપિત કર્યું એવરેસ્ટ પર વિશ્વનું સૌથી ઊંચું હવામાન કેન્દ્ર?

  અન્ય લોકોને પણ પસંદ આવશે

  ઓર્બિટલ એસેમ્બલીના ચીફ ઓપરેટિંગ ઓફિસર ટિમ અલાતોર માને છે કે એકવાર અવકાશ પર્યટન શરૂ થશે ત્યારે આ અડચણ પણ દૂર થઈ જશે. લોકોનો ઝોક તેના તરફ વધશે અને તેનો ઉપયોગ કરનારા લોકોની સંખ્યામાં પણ વધારો થશે. તેમણે કહ્યું કે અમારું લક્ષ્ય હંમેશા અંતરિક્ષ પર મોટી સંખ્યામાં લોકોના રહેવા, કામ કરવા અને અવકાશમાં હરવાફરવાની શક્યતાઓ ઉભી કરવાનું છે. ફરવા ઉપરાંત અમે સ્પેસ સ્ટેશન પર ઓફિસ અને રહેવાની જગ્યા પર પણ કામ કરી રહ્યા છીએ. ઘર અને ઓફિસ રેન્ટ પર ઉપલબ્ધ થશે.
  Published by:Nirali Dave
  First published:

  Tags: Explained, Know about, Science News, Science વિજ્ઞાન, Space tour, Space Tourism, Space Travel, Space અંતરિક્ષ

  विज्ञापन
  विज्ञापन