Home /News /explained /

આરામ કરતી વખતે પણ મગજ કેમ ઘણી ઊર્જા કરે છે ખર્ચ, જાણો સંશોધકોએ શું કહ્યું

આરામ કરતી વખતે પણ મગજ કેમ ઘણી ઊર્જા કરે છે ખર્ચ, જાણો સંશોધકોએ શું કહ્યું

વૈજ્ઞાનિકોએ મગજમાં છુપાયેલા ચેતાકોષો શોધી કાઢ્યા છે જે આપણા બળતણનો મોટો જથ્થો લે છે (પ્રતિકાત્મક તસવીર - shutterstock))

Science - માનવ મગજ (Brain) માનવ શરીર દ્વારા ઉપયોગમાં લેવાતી ઊર્જા (Energy) કરતાં 10 ગણી વધારે ઊર્જા ખર્ચ કરે છે. આરામ કરતી વખતે (At Rest), સૂતી વખતે પણ અને કોમામાં હોવા છતાં આ વપરાશ ખૂબ વધારે છે

  સાયન્સ (Science)એડવાન્સમાં પ્રકાશિત આ અભ્યાસમાં સંશોધકોએ અન્ય પ્રકારની ચેતાઓમાં આ વધુ ચયાપચયના બોજની અસરોનો અભ્યાસ કર્યો હતો. તેમનું કહેવું છે કે આ તપાસ માનવ મગજના(brain ) બળતણના સંચાલનને વધુ સારી રીતે સમજવામાં મદદ કરશે અને તે પણ બતાવશે કે બળતણના પુરવઠાની દ્રષ્ટિએ આપણું મગજ માનવ શરીર (Human Body) શા માટે આટલું નાજુક છે.

  માનવ મગજ આખા શરીરના ઊર્જા વપરાશ કરતાં દસ ગણુ વધુ ખર્ચ કરે છે. જ્યારે તે આરામ કરે છે ત્યારે તે સરેરાશ માનવ ખોરાકમાંથી 20 ટકા ઊર્જાનો ઉપયોગ કરે છે. પરંતુ તે શા માટે બનતું હતું તે હજી સુધી જાણી શકાયું ન હતું. હ્યુમન ન્યુરોસાયન્સ (Neuroscience) માટે એ જાણવું ખૂબ જ મહત્વપૂર્ણ હતું કે મગજને નિષ્ક્રિય હોવા છતાં આટલી ઊર્જાની જરૂર શા માટે છે. હવે જવાબ મળી ગયો છે.

  એક ચોક્કસ ચેતાકોષની ભૂમિકા
  વૈજ્ઞાનિકોએ મગજમાં છુપાયેલા ચેતાકોષો શોધી કાઢ્યા છે જે આપણા બળતણનો મોટો જથ્થો લે છે. જ્યારે આપણા મગજનો કોષ બીજા ચેતાકોષને સંકેતો મોકલે છે, ત્યારે તેનું કારણ એ છે કે બંને વચ્ચેની જગ્યા દ્વારા આ કરવા માટે સક્ષમ છે જેને સિનેપ્સ (synapse) કહે છે.

  આ પણ વાંચો: Amit Shah in HTLS: 2014 પહેલા દરેક મંત્રી પોતાને પીએમ માનતા હતા – HTLSમાં બોલ્યા ગૃહમંત્રી અમિત શાહ

  ન્યુરોટ્રાન્સમીટર દ્વારા સંદેશા
  સૌ પ્રથમ તેમની પૂંછડીમાં ન્યુરોન પાઉચની જેમ ફોલ્લા મોકલે છે જેથી તેઓ સિનેપ્સની ખૂબ નજીક પહોંચી શકે. આ ફોલ્લાઓ ચેતાકોષોના ન્યુરોટ્રાન્સમીટરમાં ખેંચાઈને જતા રહે છે જે સંદેશ માટે આવરણ અથવા કવર તરીકે કાર્ય કરે છે. આ ભરેલા કવર પછી ચેતાકોષની ધાર પર પહોંચાડવામાં આવે છે જ્યાં તે સ્તર સાથે જોડાય છે અને આખરે સિનેપ્સ સુધી પહોંચે છે.

  સક્રિય મગજમાં ઊર્જાનો વપરાશ
  સિનેપ્સ વાળી ખાલી જગ્યામાં પહોંચ્યા બાદ ટ્રાન્સમીટર્સ આગામી કોષના રિસેપ્ટર્સ અથવા ગ્રાહી સાથે જોડાય છે. અને આમ પ્રક્રિયા ચાલુ રાખે છે. વૈજ્ઞાનિકો પહેલેથી જ ચેતાઓની આ મૂળભૂત પ્રક્રિયાથી પરિચિત હતા જે મગજની ઘણી ઊર્જા લે છે. સિનેપ્સની નજીક ચેતાના છેલ્લા બિંદુ અથવા ટર્મિનલમાં આવી ઊર્જા વાળા અણુઓ હોઈ શકતા નથી. આનો અર્થ એ છે કે ચેતાઓએ તેમની પોતાની પ્રક્રિયા માટે ઊર્જા ઉત્પન્ન કરવી પડશે.

  પરંતુ નિષ્ક્રિય સ્થિતિમાં કેમ
  આ કારણ છે કે સક્રિય મગજ શા માટે આટલી ઊર્જાનો વપરાશ કરે છે. પરંતુ જ્યારે આ સિસ્ટમ શાંત હોય કે સક્રિય ન હોય ત્યારે ઊર્જાનો વપરાશ શા માટે થતો રહે છે? તે જાણવા માટે સંશોધકોએ ચેતાના છેલ્લા બિંદુઓ પર ઘણા પ્રયોગો કર્યા હતા. આમાં તેમણે સક્રિય અને નિષ્ક્રિય બંને પરિસ્થિતિઓમાં સિનેપ્સની ચયાપચયની સ્થિતિની તુલના કરી હતી.

  આ પણ વાંચો: Immunity Booster: ગોળનું હુંફાળું પાણી શિયાળામાં ઇમ્યુનિટી વધારશે અને સાંધાનો દુખાવો દૂર કરશે

  'પંપ'ની ભૂમિકા
  સંશોધકોએ શોધી કાઢ્યું કે જ્યારે ટર્મિનલ સંદેશાઓ ફોરવર્ડ કરવાનું કામ નહોતા કરતાં, ત્યારે પણ સંદેશાઓ ધરાવતા ફોલ્લાઓને ઊર્જાની ખૂબ જરૂર હોય છે. તેઓએ જોયું કે ફોલ્લામાંથી પ્રોટોનને આગળ મોકલવા અને તેને અંદર ખેંચવાનું કામ કરતુ 'પંપ' જેવું કંઈક છે જે ક્યારેય આરામ કરતું નથી. તેથી તેને હંમેશાં ઊર્જાની જરૂર હોય છે. સિનેપ્સના ચયાપચયની ઊર્જાના વપરાશ માટે આ 'પંપ' જ જવાબદાર છે.

  હંમેશા તૈયાર રહેવાનું સ્ટેજ
  સંશોધકોનું કહેવું છે કે આ 'પંપ' લીક થતો રહ્યો છે. સિનેપ્ટિક ફોલ્લાઓ સતત પ્રોટોન ઉત્પન્ન કરવાનું ચાલુ રાખે છે અને જ્યારે તે ન્યુરોટ્રાન્સમીટરથી ભરેલા હોય છે અને જ્યારે ન્યુરોન નિષ્ક્રિય હોય ત્યારે પણ આવું થાય છે. ન્યુરોન ટર્મિનલમાં ઘણા બધા સિનેપ્સ અને સેંકડો ફોલ્લાઓ આ ચયાપચયની સ્થિતિ હંમેશાં તૈયાર સ્ટેજમાં હોય છે. જે ઘણી ઊર્જા અથવા બળતણનો વપરાશ કરે છે.

  આ પણ વાંચો: Gaming Phones: ગેમિંગના શોખીનો માટે ભારતમાં ઉપલબ્ધ છે આ બેસ્ટ સ્માર્ટફોન્સ

  સાયન્સ એડવાન્સમાં પ્રકાશિત આ અભ્યાસમાં સંશોધકોએ અન્ય પ્રકારની ચેતાઓમાં આ વધુ ચયાપચયના બોજની અસરોનો અભ્યાસ કર્યો હતો. તેમનું કહેવું છે કે આ તપાસ માનવ મગજના બળતણના સંચાલનને વધુ સારી રીતે સમજવામાં મદદ કરશે અને આ બળતણ પુરવઠાની દ્રષ્ટિએ આપણું મગજ શા માટે આટલું નાજુક છે તે પણ બતાવશે.
  Published by:Riya Upadhay
  First published:

  Tags: Brain, Explained, Know about, Research સંશોધન, Science

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन