Home /News /explained /રોકાણકારો ધ્યાન આપે: નાણાકીય ગોલ મેળવ્યા બાદ પણ રોકાણ ચાલુ રાખવું શા માટે છે જોખમી?

રોકાણકારો ધ્યાન આપે: નાણાકીય ગોલ મેળવ્યા બાદ પણ રોકાણ ચાલુ રાખવું શા માટે છે જોખમી?

પારસ ડિફેન્સના ગ્રે માર્કેટ પ્રીમિયમમાં સતત વધારો.

Investment tips: લાલચના કારણે ફાઇનાન્શિયલ પ્લાનિંગ (Financial planning)માં કઈ રીતે ગંભીર પડકાર ઊભા થાય છે, તે સમજાવવા અહીં ત્રણ ઉદાહરણ આપવામાં આવ્યા છે.

મુંબઈ: વર્તમાન સ્થિતિમાં પૈસા કમાવવા (Earn money) અને બચત કરવી મોટાભાગના લોકોનો હેતુ છે. પરંતુ હાલની સ્થિતિ અને જરૂરિયાત મુજબ પોતાને કેટલા નાણાંની જરૂર છે તેનો ખ્યાલ કોઈને નથી. દરેક વ્યક્તિ વધુને વધુ વળતર મેળવવાના પ્રયાસ કરે છે. જેના કારણે મૂડીરોકાણને નુકસાન (Financial loss) થાય છે. લાલચના કારણે ફાઇનાન્શિયલ પ્લાનિંગ (Financial planning)માં કઈ રીતે ગંભીર પડકાર ઊભા થાય છે, તે સમજાવવા અહીં ત્રણ ઉદાહરણ આપવામાં આવ્યા છે.

રોકાણ સંબંધિત નિર્ણયો સમયે શિસ્ત પર લાગણીઓની અસર

ખાનગી કંપનીમાં કામ કરતા 45 વર્ષના કર્મચારીની નેટ વર્થ છેલ્લા 7 વર્ષથી વધી રહી છે. તેમના પોર્ટફોલિયોમાં આવેલા વધારાના કારણે તેમણે આગામી પાંચ વર્ષમાં વધુ વળતર મેળવવા માટે વધુ રિસ્ક લેવાની તૈયારી બતાવી હતી. પરંતુ તેમને સમજાયું કે, ઇન્વેસ્ટમેન્ટ પોર્ટફોલિયો (Investment portfolio) વધારે જોખમ લીધા વિના પણ વધી શકે છે અને વેલ્થને કમ્પાઉન્ડ થતા સમય લાગે છે. જેટલું વળતર રિસ્ક લીધા બાદ પાંચ વર્ષમાં મળે છે, તેટલું જ વળતર રિસ્ક લીધા વગર 15 વર્ષમાં મળી શકે છે.

આવો બીજો કિસ્સો જોઈએ, જેમાં ટેક્નોલોજી સાથે સંકળાયેલા 46 વર્ષના રોકાણકાર છેલ્લા 4 વર્ષથી ઇન્વેસ્ટમેન્ટ પ્લાન મુજબ આગળ વધતા હતા. તેઓ ધીરજપૂર્વક રોકાણ કરતા હતા. ત્યારે તેમની પુત્રીના શિક્ષણ અને તેમના નિવૃત્તિ બાદના સમયને આર્થિક રીતે સુરક્ષિત કરવા માટે પ્લાન ઘડી કાઢ્યો હતા. જેમાં તેમની 10 ટકા બેઝિક સેલેરીનું રોકાણ તેમની જ આંતરરાષ્ટ્રીય કંપનીના સ્ટોકમાં થતું હતું. છેલ્લા 20 વર્ષમાં તેમણે આ સ્ટોકનો મોટો પોર્ટફોલિયો બનાવ્યો છે. ત્યારે સમીક્ષા દરમિયાન તેમને ડી-રિસ્કિંગ કરવાનું સૂચન કરાયું હતું. આ સ્ટોકથી સારી કમાણી કરી છે, ત્યારે અમુક આંતરરાષ્ટ્રીય સ્ટોક વેચી દેવાની સલાહ અપાઈ હતી. પણ તેમણે આ વાત નકારી અને સ્ટોકની સંખ્યા વધારવાનું કહ્યું હતું. આવા કેસમાં એન્ડી સ્ટેનલીનો ખ્યાતનામ ક્વોટ યાદ આવે કે, 'નાણાંકીય મુદ્દો લાલચ નહીં, પણ હૃદયની સમસ્યા છે.'

ત્રીજા ઉદાહરણમાં 10 વર્ષ પહેલાં આર્થિક રીતે ઉજળા ભવિષ્ય માટે કપલ દ્વારા સલાહ લેવાઈ હતી. તે સમયે તેમની ઉંમર 50 વર્ષથી થોડી ઓછી હતી. તેમનો ટાર્ગેટ 7 વર્ષમાં 8 કરોડ ભેગા કરવાનો હતો. તેમણે લમ્પસમ્પ રકમથી રોકાણની શરૂઆત કરી અને ત્યારબાદ SIPમાં પણ રોકાણ ચાલુ રાખ્યું હતું. 7 વર્ષ બાદ તેમના 8 કરોડનો ટાર્ગેટ પૂરો થઈ ગયો હતો. જેથી તેમને તેમના પોર્ટફોલિયોમાં રિસ્ક લેવલ ઘટાડવાની સલાહ આપવામાં આવી હતી. પણ તેઓ તે વધારવા માંગતા હતા અને ટાર્ગેટ પૂરો થયા બાદ પણ પોર્ટફોલિયોમાં રિસ્ક ઘટાડવાની ઈચ્છા નહોતી.

આ પણ વાંચો: આ ત્રણ સ્ટૉક તમને ટૂંકા ગાળામાં આપી શકે છે મોટું વળતર, શું તમારા પોર્ટફોલિયોમાં છે? 

આવા કિસ્સાઓ પરથી ઇન્વેસ્ટમેન્ટના નિર્ણયો વખતે શિસ્ત પર લાગણીઓની કઈ રીત અસર થાય છે તેનો ખ્યાલ આવે છે. આ બાબતે વોરેન બફેટે સાચું જ કહ્યું છે કે, 'સ્વસ્થ બુદ્ધિને ભાવાત્મક શિસ્ત સાથે જોડો, ત્યારે જ તર્કસંગત વર્તુણક મળે છે.'

રોકાણ ક્યારે રોકાવું જોઈએ?

તમારે રોકાણ ક્યારે રોકાવું જોઈએ તે જાણવું પણ જરૂરી છે.

- મૂલ્યો અને આદતો આપણને ઉડાઉ ખર્ચ કરવા દેતા નથી. પરંતુ દિલ વધુને વધુ ઇચ્છે છે. સ્ટીરિયોટાઇપને ચેલેન્જ કરો તે વધુ સારું છે. તમારા મૂલ્યો મુજબ જીવો.

- પૈસા ભાવનાત્મક છે. ગોલને બદલવાના પરિણામ સામે છે. પૈસા સાથે હંમેશા લોજિકલ રહેવું સહેલું નથી, પરંતુ પૈસાની વાત આવે ત્યારે તે તર્કસંગત બનવામાં મદદ કરે છે. ત્યારે યોગ્ય માર્ગદર્શન મળે તે માટે ફાઇનાન્શિયલ પ્રોફેશનલની મદદ લો.

- શેરબજારની ઊંચાઈ સુધી કોઈ જઈ શકતું નથી. જેથી તમારા ગોલ વળગી રહેવું તમારા માટે જરૂરી છે. જો નિર્ધારિત વળતર મળે અથવા ગોલ સુધી પહોંચી જવાય તો તે વેલ્થ મેળવી લો.

અત્યારે ભારતીયો બચત કરનારાની ભૂમિકામાં છે. અહીં ભવિષ્ય માટે વધુ પૈસા બચાવવાની વિચારધારા જોવા મળે છે. કોરોના કાળમાં લોકોએ ઘણા આર્થિક પાઠ શીખ્યા છે. આપણે જાણી ગયા છીએ કે, ઘણી વસ્તુઓ હજી અનિશ્ચિત છે.

આ પણ વાંચો: મહિનાના અંત પહેલા જ તમામ પૈસા વપરાય જાય છે? 50/30/20નો નિયમ અનુસરો અને ખેંચાખેંચ કરો દૂર-જાણો વિગત

બજાર સાથે જોડાયેલા સાધનો ઘટી શકે

બજાર સાથે જોડાયેલા બધા જ રોકાણના વિકલ્પો સાથે ક્યાંકને ક્યાં ઉથલપાથલ અને જોખમ જોડાયેલું છે. ગોલ હાંસલ થઈ ગયા બાદ પણ રોકાણ કરતા રહેવું જોખમી છે. આવું કરવાથી સારું વળતર મળે તેવા ચાન્સ તો છે જ પણ પરંતુ કોઈપણ અણધારી ઘટના તમારા ભંડોળમાં નોંધપાત્ર ઘટાડો કરી શકે છે. જેથી જો તમારા ગોલ સુધી પહોંચ્યા પછી રોકાણ કરવું હોય તો તર્કસંગત બનવુ પડે. શું કામ જોખમ ખેડવું જોઈએ? જોખમની જરૂરિયાત પાછળના તર્ક પર પ્રશ્ન કરો. ફુગાવાને સરળથી પાછળ રાખી શકાય અને અને વેલ્થ પણ ભેગી થાય તે રીતે તમારા રોકાણોમાં વૈવિધ્યતા લાવો. (KSHITIJA RAVI, Moneycontrol)
Published by:Vinod Zankhaliya
First published:

Tags: Financial planning, Investment, Money

विज्ञापन
विज्ञापन