Fact Check: શું ચા પીવાથી કોરોના નથી થતો? જાણો શું છે હકીકત

PIB Fact Check તરફથી સ્પષ્ટતા કરવામાં આવી છે કે એવું કોઈ વૈજ્ઞાનિક પ્રમાણ નથી કે ચાના સેવનથી કોરોનાના સંક્રમણનો ખતરો ઓછો થઈ જાય છે

PIB Fact Check તરફથી સ્પષ્ટતા કરવામાં આવી છે કે એવું કોઈ વૈજ્ઞાનિક પ્રમાણ નથી કે ચાના સેવનથી કોરોનાના સંક્રમણનો ખતરો ઓછો થઈ જાય છે

  • Share this:
    નવી દિલ્હી. કોરોના વાયરસની બીજી લહેરે (Coronavirus Second Wave) સમગ્ર દેશમાં હાહાકાર મચાવી દીધો છે. દરરોજ 4 લાખથી વધુ કેસ સામે આવી રહ્યા છે. આ ઉપરાંત દરરોજ 4 હજારથી વધુ લોકો જીવ ગુમાવી રહ્યા છે. આ વાયરસથી બચવાનો ઉપાય માત્ર વેક્સીન (Corona Vaccine), માસ્ક (Mask) અને સોશિયલ ડિસ્ટન્સિંગ (Social Distancing) છે. બીજી તરફ સોશિયલ મીડિયા (Social Media) પર આ જીવલેણ વાયરસથી બચવા માટે લોકો અનેક પ્રકારના નુસ્ખા અજમાવી રહ્યા છે. આ ચક્કરમાં અનેક લોકો ફેક ન્યૂઝ (Fake News)માં પણ ફસાઈ જાય છે. આ કડીમાં હાલના દિવસોમાં એક સમાચાર ફેલાઈ રહ્યા છે કે વધુ માત્રામાં ચા પીવાથી કોરોનાથી બચી શકાય છે. આ વાતમાં શું છે હકીકત, ચાલો એ જાણવાનો પ્રયાસ કરીએ.

    સોશિયલ મીડિયા પર એક અખબારની ક્લિપ શૅર કરવામાં આવી રહી છે, તેની હેડલાઇનમાં લખ્યું છે, ‘ખૂબ ચાય પીઓ વ પિલાઓ ચાય પીને વાલોં કે લિએ ખુશખબરી.’ આગળ આ અખબારે દાવો કર્યો છે કે ચા પીવાથી કોરોના વાયરસના સંક્રમણને રોકી શકાય છે અને તેનાથી સંક્રમિત વ્યક્તિ ઝડપથી સ્વસ્થ પણ થઈ શકે છે.


    આ પણ વાંચો, મોદી સરકાર આ મહિલાઓના ખાતામાં જમા કરી રહી છે 5 હજાર રૂપિયા, તમે પણ ઉઠાવો લાભ, આવી રીતે કરો અરજી

    શું છે દાવો?

    કેટલાક લોકો સોશિયલ મીડિયા ઉપર પણ દાવો કરી રહ્યા છે કે ચીનની હૉસ્પિટલોએ કોવિડ-19 સામે લડી રહેલા પોતાના દર્દીઓએ દિવસમાં ત્રણ વારર ચા આપવાનું શરૂ કરી દીધું. તેનો ફાયદો પણ થયો. મેસેજમાં અમેરિકાની CNN ન્યૂઝ ચેનલનો હવાલો આપતા કહેવામાં આવ્યું છે કે ચીનના કોરોના વાયરસ એક્સપર્ટ પોતાના મોત પહેલા એ જણાવીને ગયા કે Methylxanthine, Theobromine અને Theophylline કેમિકલ કોરોના વાયરસને મારી શકે છે. આ ત્રણેય કેમિકલ ચામાં હોય છે.

    આ પણ વાંચો, WHOની ટૉપ સાયન્ટિસ્ટ સૌમ્યા સ્વામીનાથને જણાવ્યું ભારતમાં કોરોના વિસ્ફોટનું કારણ

    આ સમાચાર Fake છે!

    સરકારે પોતાના ટ્વીટર હેન્ડલ પર આ સમાચારને ફેક ગણાવ્યા છે. PIBFactCheck મુજબ આ દાવો ખોટો છે. તેનું કોઈ વૈજ્ઞાનિક પ્રમાણ નથી કે ચાના સેવનથી કોરોનાના સંક્રમણનો ખતરો ઓછો થઈ જાય છે. જેથી આ અહેવાલોને ખોટા ગણાવવામાં આવ્યા છે. એટલે કે ભવિષ્યમાં આવા પ્રકારના ફેક ન્યૂઝ આપના ધ્યાનમાં આવે તો તેને ફોરવર્ડ ન કરતા.
    Published by:Mrunal Bhojak
    First published: