Home /News /explained /Fact check: બિલ ગેટ્સે 1999માં બનાવેલી 'ઓમિક્રોન' વીડિયો ગેમથી છે નવા વેરિઅન્ટનું connection, સત્ય શું છે?

Fact check: બિલ ગેટ્સે 1999માં બનાવેલી 'ઓમિક્રોન' વીડિયો ગેમથી છે નવા વેરિઅન્ટનું connection, સત્ય શું છે?

આ ગેમ બિલ ગેટ્સ કે માઈક્રોસોફ્ટ દ્વારા નહીં પરંતુ ફ્રેન્ચ કંપની દ્વારા બનાવવામાં આવી હતી. (Image- thesacredmystery/shutterstock)

Omikron video game and Bill Gates fact check: એક તરફ ઓમિક્રોન વૈજ્ઞાનિકોને મૂંઝવી રહ્યો છે ત્યાં કેટલાક લોકોનું માનવું છે કે કોવિડ પેન્ડેમિક બિલ ગેટ્સ (Bill Gates) જેવા મોટા ઉદ્યોગપતિઓની પૂર્વ યોજના છે.

નવી દિલ્હી. કોરોના વાયરસ (Coronavirus)ના નવા વેરિઅન્ટ ઓમિક્રોને (Omicron Variant) વિશ્વમાં ભયનો માહોલ પેદા કર્યો છે. આ વેરિઅન્ટ અન્ય સ્ટ્રેનની સરખામણીમાં વધુ ઝડપથી ફેલાતો હોવાથી ઓમિક્રોન સંક્રમિતોનો આંકડો સતત વધી રહ્યો છે. ઓમિક્રોનને લઈને સોશ્યલ મીડિયા પર કેટલાય પ્રકારની અફવાઓ (omicron viral posts on social media) ફેલાઈ રહી છે. એક તરફ ઓમિક્રોન વૈજ્ઞાનિકોને મૂંઝવી રહ્યો છે ત્યાં કેટલાક લોકોનું માનવું છે કે કોવિડ પેન્ડેમિક બિલ ગેટ્સ (Bill Gates) જેવા મોટા ઉદ્યોગપતિઓની પૂર્વ યોજના છે. તેઓ માનવ વસ્તીને નિયંત્રિત કરવા અને પોતાની વેક્સીનમાંથી નફો કમાવવા માગે છે!

તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક મેસેજ વાયરલ (omicron viral post) થઈ રહ્યો છે જેમાં કેટલાક લોકો આ વાયરસને માઈક્રોસોફ્ટના સંસ્થાપક બિલ ગેટ્સ દ્વારા 1999માં બનાવવામાં આવેલી વિડીયો ગેમ ઓમિક્રોનથી જોડે છે. તેમના મતે આને લઈને એક ષડયંત્ર ચાલી રહ્યું છે. તેમાં કહેવામાં આવ્યું છે કે બિલ ગેટ્સે આ મહામારીની યોજના બનાવી હતી, અને હવે તે વેક્સીનના માધ્યમથી લોકોમાં માઈક્રો ચિપ નાખી રહ્યા છે.

13 ડિસેમ્બરે ફેસબુક પર પોસ્ટ કરવામાં આવેલા એક ફોટોમાં લખવામાં આવ્યું છે કે, ઓમિક્રોન માઈક્રોસોફ્ટ દ્વારા 1999માં બનાવવામાં આવેલી વિડીયો ગેમનું નામ હતું. તેમના મતે આ ગેમ ‘માનવી હોવાનો ઢોંગ કરતા અને તેમની આત્મા પર કબજો મેળવવા માગતા રાક્ષસો’ વિશે હતી. યુઝરે પૂછ્યું કે, ‘આ જોગાનુજોગ છે?’ આ દાવાને અન્ય લોકોએ પણ શેર કર્યો હતો. ટ્વિટર ઉપરાંત અન્ય પ્લેટફોર્મ પર પણ આ પોસ્ટ વાયરલ બની રહી છે.

ઇન્ડિયા ટુડે એન્ટી-ફેક ન્યુઝ વોર રૂમ (AFWA)ના તારણ મુજબ આ વધુ એક કોન્સ્પિરસી થિયરી છે જે સાચી નથી. આ ગેમ બિલ ગેટ્સ કે માઈક્રોસોફ્ટ દ્વારા નહીં પરંતુ ફ્રેન્ચ કંપની દ્વારા બનાવવામાં આવી હતી. તેનો માઈક્રોસોફ્ટથી કોઈ સંબંધ નથી. જે વિડીયો ગેમની સોશિયલ મીડિયા યુઝર્સ વાત કરી રહ્યા છે તે ‘Omikron: The Nomad Soul’ છે. તેમાં ઓમિક્રોન શબ્દમાં ‘સી’ નથી, પણ ‘કે’ છે.

" isDesktop="true" id="1163168" >

2 નવેમ્બર 1999ના ડેવિડ કેજ દ્વારા પેરિસમાં સ્થપાયેલ ક્વોન્ટિક ડ્રીમએ ગેમને માઈક્રોસોફ્ટ વિન્ડોઝ પ્લેટફોર્મ પર રીલીઝ કરી હતી, પરંતુ તેને ગેટ્સ કે માઇક્રોસોફ્ટ દ્વારા વિકસાવવામાં આવી ન હતી. 2000 માં તે ડ્રીમકાસ્ટ ગેમ કન્સોલ (Dreamcast game console) પર રિલીઝ કરવામાં આવ્યું હતું. આ ગેમમાં ઓમિક્રોન નામના એક ભવિષ્યવાદી શહેરની વાત છે જેમાં પ્લેયર્સ પોતાના પાત્રોની આત્માઓને રાક્ષસોના કબજાથી રોકવા માટે યુદ્ધ કરે છે. આ ગેમનો સાઉન્ડટ્રેક દિગ્ગજ સંગીતકાર David Bowieએ આપ્યો હતો.

આ પણ વાંચો: Omicron અંગે Bill Gatesની ચેતવણી- દુનિયા મહામારીના સૌથી ખરાબ તબક્કા તરફ જઈ રહી છે, મારા બધા પ્લાન કેન્સલ

કોરોનાના ઓમિક્રોન વેરિઅન્ટની વાત કરીએ તો વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)એ મે 2021માં ગ્રીક મૂળાક્ષરોનો ઉપયોગ કરીને કોરોનાવાયરસના મુખ્ય વેરિઅન્ટ્સને નામ આપવાનું નક્કી કર્યું હતું. ઓમિક્રોન એ ગ્રીક મૂળાક્ષરોના ક્રમમાં 15મો અક્ષર છે.

તેથી જ ઓમિક્રોનને બિલ ગેટ્સ અને 1999ની વિડીયો ગેમ સાથે જોડતી આ વાયરલ કોન્સ્પિરસી થિયરી પાયાવિહોણી છે.
First published:

Tags: Bill Gates, Coronavirus, Explained, Explainer, Microsoft માઈક્રોસોફ્ટ, Omicron variant, ઓમિક્રોન

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો