Explained: શા માટે કલાકો સુધી બંધ રહી ફેસબુક, ઈન્સ્ટા અને વ્હોટ્સએપની સર્વિસ?

Facebook Down updates: આ કારણોસર સાયબર નિષ્ણાંતો જણાવે છે કે, BGP અને DNS આ સમસ્યાનું કારણ હોઈ શકે છે.

Facebook Down updates: આ કારણોસર સાયબર નિષ્ણાંતો જણાવે છે કે, BGP અને DNS આ સમસ્યાનું કારણ હોઈ શકે છે.

  • Share this:
સમગ્ર વિશ્વમાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ વ્હોટ્સએપ, ફેસબુક, ઈન્સ્ટાગ્રામ અને ફેસબુક (Facebook, WhatsApp Instagram down) મેસેન્જરની સેવાઓ કલાકો સુધી બંધ થઈ ગઈ હતી. આ તમામ એપ્લિકેશન 6 કલાક બંધ રહી હતી. જોકે, હવે આ એપ્લિકેશનો ફરીથી શરૂ થઈ ગઈ છે. આ એપ્લિકેશનો બંધ થવાને કારણે સોશિયલ મીડિયા યૂઝર્સે અનેક પરેશાનીનો સામનો કરવો પડ્યો હતો.

વૈશ્વિક સ્તર પર આ પ્રકારની સમસ્યા થવી તે દુર્લભ વાત છે. સમગ્ર વિશ્વમાં અનેક લોકો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ વ્હોટ્સએપ, ફેસબુક, ઈન્સ્ટાગ્રામનો ઉપયોગ કરી રહ્યા છે. અનેક લોકોએ ટ્વિટર પર જાણકારી આપી કે, તેમનું વ્હોટ્સએપ અને web.whatsapp.com પણ કામ નથી કરી રહ્યું. વેબસાઈટ downdetector.com અનુસાર રાત્રે 8:57 વાગ્યે આ તમામ એપ્સે કામ કરવાનું બંધ કરી દીધું હતું.

વ્હોટ્સએપ, ફેસબુક અને ઈન્સ્ટાગ્રામનું સ્વામિત્વ ફેસબુક પાસે છે. ફેસબુકે વેબસાઈટ પર જણાવ્યું હતું કે, ‘Sorry, Something Went wong’, અમે આ સમસ્યા પર કામ કરી રહ્યા છીએ, ખૂબ જ જલ્દી આ સમસ્યા દૂર કરવામાં આવશે.

વેબસાઈટ downdetector.com વેબ સર્વિસને ટ્રેક કરે છે. તેમણે સોશિયલ મીડિયા યૂઝર્સની ફરિયાદ અંગે જાણકારી આપી હતી. આ પ્રકારની સમસ્યા થવાને કારણે કંપનીને રૂ. 45 હજાર કરોડનું નુકસાન થવાનું અનુમાન છે.

આ તમામ સોશિયલ મીડિયા સર્વિસ શા કારણે બંધ રહી હતી, તેની કંપની તરફથી કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી. કેટલાક સાયબર નિષ્ણાંતો જણાવે છે, કે BGP અને DNSના કારણે આ સમસ્યા થઈ શકે છે.

BGP

સાયબર નિષ્ણાંતો અનુસાર બોર્ડર ગેટવે પ્રોટોકોલ (BGP) એક રૂટિંગ પ્રોટોકોલ છે. જે ઈન્ટરનેટ ટ્રાફિક ડિલીવર કરવા માટે અલગ અલગ રૂટનો ઉપયોગ કરે છે. ઈન્ટરનેટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર કંપની ક્લાઉડફેયરના સીનિયર વાઈસ પ્રેસિડેન્ટ અનુસાર ફેસબુકનો બોર્ડર ગેટવે પ્રોટોકોલ ફેસબુક માટે ઈન્ટરનેટ ટ્રાફિક ડિલીવાર કરવા માટે બેસ્ટ રૂટ નક્કી કરી કરે છે. આ બોર્ડર ગેટવે પ્રોટોકોલ (BGP) હટાવી લેવામાં આવ્યો હતો.

DNS

ડોમેઈન નેમ સિસ્ટમ (DNS) એ ઈન્ટરનેટના બેકબોનની જેમ કામ કરે છે. દરેક વેબસાઈટનું એક અલગ IP એડ્રેસ હોય છે. જ્યારે પણ તમે કમ્પ્યૂટરમાં કોઈ વેબસાઈટ ઓપન કરો છો, ત્યારે DNS તમારા બ્રાઉઝરને કોઈપણ વેબસાઈટના IP એડ્રેસ વિશે જણાવે છે.

DNS બ્રાઉઝરને ફેસબુક IP વિશે જણાવે છે. ફેસબુકનો DNS ડેટાબેઝ દૂર કરવામાં આવે, તો તમારા કમ્પ્યૂટરને ફેસબુકને એક્સેસ કરી શકતું નથી. BGP એરરના કારણે DNS રિક્વેસ્ટમાં પણ સમસ્યા આવી શકે છે.

આ પણ વાંચો- સવાલ-જવાબ: જાપાનમાં 100મા પ્રધાનમંત્રી! જાપાનમાં શા માટે ઝડપથી બદલાઈ જાય છે પ્રધાનમંત્રી?

આ કારણોસર સાયબર નિષ્ણાંતો જણાવે છે કે, BGP અને DNS આ સમસ્યાનું કારણ હોઈ શકે છે.

ફેસબુક તરફથી જણાવવામાં આવ્યું છે કે, બેકબોન રાઉટર ડેટા સેન્ટર અને નેટવર્ક ટ્રાફિકને કો-ઓર્ડિનેટ કરે છે, તેમાં કોન્ફિગ્રેશન ચેન્જ થવાને કારણે આ સમસ્યા સર્જાઈ છે. આ નેટવર્ક ટ્રાફિકના કારણે ડેટા સેન્ટર કમ્યુનિકેશન પર ખૂબ જ અસર થવાને કારણે તમામ સર્વિસ થોડા સમય માટે બંધ થઈ ગઈ હતી.
Published by:Kaushal Pancholi
First published: