Home /News /explained /Explained: ઈન્ટરનેટનું ભવિષ્ય કહેવાતું ‘મેટાવર્સ’ ખરેખર શું છે? જાણો Facebook શા માટે રસ લઈ રહ્યું છે
Explained: ઈન્ટરનેટનું ભવિષ્ય કહેવાતું ‘મેટાવર્સ’ ખરેખર શું છે? જાણો Facebook શા માટે રસ લઈ રહ્યું છે
મેટાવર્સ કોન્સેપ્ટને ટેક્નોલોજીના જાણકારો ઇન્ટરનેટના ભવિષ્ય તરીકે જુએ છે.
ફેસબુકે જાહેરાત કરી છે કે તે ‘મેટાવર્સ’ ડેવલપ કરવા માટે યુરોપમાં 10,000 લોકોને નોકરી પર રાખશે. મેટાવર્સ કોન્સેપ્ટને ટેક્નોલોજીના જાણકારો ઇન્ટરનેટના ભવિષ્ય તરીકે જુએ છે. પણ ખરેખર ‘મેટાવર્સ’ છે શું?
સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુક (Facebook)ની હોલ્ડિંગ કંપનીનું નામ બદલાઈ (Facebook announces name changes to Meta) ગયું છે. હવે તેને ‘મેટા’ (Meta)ના નામથી ઓળખવામાં આવશે. કંપનીના CEO માર્ક ઝુકરબર્ગએ (Mark Zuckerberg) ગુરુવારે ફેસબુકના વાર્ષિક સંમેલનમાં આની જાહેરાત કરી, જ્યાં તેમણે મેટાવર્સ માટે પોતાના વિઝન અંગે પણ જણાવ્યું. ઝુકરબર્ગે કહ્યું, ‘આપણા ઉપર એક ડિજિટલ દુનિયા બની છે જેમાં વર્ચુઅલ રિયલિટી હેડસેટ અને એઆઈ સામેલ છે. અમે માનીએ છીએ કે મેટાવર્સ મોબાઈલ ઈન્ટરનેટની જગ્યા લેશે.’
ફેસબુકે જાહેરાત કરી છે કે તે ‘મેટાવર્સ’ ડેવલપ કરવા માટે યુરોપમાં 10,000 લોકોને નોકરી પર રાખશે. મેટાવર્સ કોન્સેપ્ટને ટેક્નોલોજીના જાણકારો ઇન્ટરનેટના ભવિષ્ય તરીકે જુએ છે. પણ ખરેખર ‘મેટાવર્સ’ છે શું? (What is Metaverse)
કોઈ બહારની વ્યક્તિને તે વર્ચ્યુઅલ રિયલિટી (VR)નું નવું વર્ઝન લાગશે પણ કેટલાંક લોકોને લાગે છે કે આ ઈન્ટરનેટનું ભવિષ્ય છે. એવું પણ માનવામાં આવે છે કે જેમ 1980ના મોબાઈલ ફોનની સરખામણીએ આજનો સ્માર્ટફોન છે એમ વીઆરની જગ્યા મેટાવર્સ લઈ શકે છે. ‘મેટાવર્સ’માં તમે કમ્પ્યુટર પર બેસવાની જગ્યાએ ફક્ત હેડસેટનો ઉપયોગ કરીને વર્ચુઅલ વર્લ્ડમાં દરેક પ્રકારના ડિજિટલ માધ્યમ સાથે કનેક્ટ થઈ શકશો. વર્તમાન VRનો ઉપયોગ મોટેભાગે ગેમ્સ રમવા માટે થાય છે, પણ મેટાવર્સના વર્ચુઅલ વર્લ્ડનો ઉપયોગ વર્ક, ગેમ્સ, કોન્સર્ટ, સિનેમા ટ્રિપ્સ કે પછી ફક્ત ચિલ કરવા માટે પણ થઈ શકશે.
ઘણાં લોકો એવી પણ ધારણા કરે છે કે મેટાવર્સમાં તમને પોતાનો 3D અવતાર પણ જોવા મળશે. જોકે, આ હજુ એક કોન્સેપ્ટ છે એટલે કોઈ એક વ્યાખ્યામાં મેટાવર્સને બાંધી ન શકાય.
મેટાવર્સ અચાનક શા માટે મહત્વની બાબત બની ગઈ છે?
થોડા થોડા વર્ષે ડિજિટલ વર્લ્ડ અને અપગ્રેડેડ રિયલિટીની હાઈપ ઊભી થાય છે, પણ તે ઠંડી પડી જાય છે. જોકે, મેટાવર્સને લઈને રોકાણકારો અને મોટી ટેક્નોલોજી કંપનીમાં ભરપૂર ઉત્સાહ જોવા મળ્યો છે. તેઓ જાણે છે કે આ ઈન્ટરનેટનું ભવિષ્ય છે એટલે તેઓ આ પ્રવાહમાં સામેલ થવામાં પાછળ રહેવા નથી માગતા.
વીઆર ગેમિંગ અને કનેક્ટીવીટીને અડ્વાન્સ લેવલ પર પહોંચાડીને પહેલી વખત આ નવી ટેક્નોલોજીને વાસ્તવિક સ્વરૂપ મળવા જઈ રહ્યું છે.
ફેસબુક શા માટે સામેલ થયું છે?
Oculus હેડસેટ્સના માધ્યમથી ફેસબુકે વર્ચ્યુઅલ રિયલિટીમાં મોટું રોકાણ કર્યું છે. વિશ્લેષકોનું કહેવું છે કે કંપનીએ ક્યારેક તો ખોટ ખાઈને પણ અન્ય હરીફોથી ઓછી કિંમતે તેને યુઝર્સ સમક્ષ મૂક્યું છે. ફેસબુક સોશ્યલ ગેધરિંગ અને વર્કપ્લેસ માટે વીઆર એપ્સ પણ બનાવી રહ્યું છે જેમાં વાસ્તવિક દુનિયા સાથેની વાતચીતનો સમાવેશ પણ થાય છે. ફેસબુકે કહ્યું છે કે ‘મેટાવર્સ’ કોઈ એક કંપની બિલ્ડ નહીં કરે, પણ કોલાબરેશનથી તેને બનાવવામાં આવશે. આ માટે કંપનીએ તાજેતરમાં નોન-પ્રોફિટ ગ્રુપના ફન્ડિંગમાં 5 કરોડ ડોલરનું રોકાણ કર્યું છે.
મેટાવર્સમાં બીજું કોણ-કોણ રસ લઈ રહ્યું છે?
ઓનલાઈન મલ્ટીપ્લેયર ગેમ્સમાં ઇન્ટરેક્ટીવ વર્લ્ડ જોવા મળ્યું છે. તે મેટાવર્સ નથી પણ કેટલાંક કોન્સેપ્ટ સમાન છે. અન્ય ગેમ્સ પણ મેટાવર્સના આઈડિયાની નજીક છે જેમકે, Roblox હજારો વ્યક્તિગત ગેમ્સને મોટા પાયે કનેક્ટ કરવા માટેનું પ્લેટફોર્મ છે. તો 3D ડેવલપમેન્ટ પ્લેટફોર્મ Unity એ ‘ડિજિટલ ટ્વીન્સ’માં ઇન્વેસ્ટ કરી રહ્યું છે જે રિઅલ વર્લ્ડની ડિજિટલ કોપી છે. ગ્રાફિક કંપની Nvidia પણ 3D વર્ચ્યુઅલ વર્લ્ડને કનેક્ટ કરવા માટે ‘ઓમ્નીવર્સ’ બનાવી રહ્યું છે.
એટલે આ બધું ફક્ત ગેમ્સ માટે છે?
ના. મેટાવર્સને લઈને ઘણાં બધા કોન્સેપ્ટ ચાલી રહ્યા છે પણ મોટાભાગના આઈડિયાઝ હ્યુમન ઇન્ટરેક્શનને કેન્દ્રમાં ગણે છે. જેમકે, ફેસબુક workplace નામની એક વીઆર મીટિંગ એપ અને Horizons નામની એક સોશ્યલ સ્પેસ એપ સાથે પ્રયોગ કરી રહ્યું છે જે વર્ચ્યુઅલ અવતાર સિસ્ટમનો ઉપયોગ કરે છે.અન્ય એક વીઆર એપ VRChat ફક્ત ઓનલાઈન ચેટિંગ અને ચીલિંગ પર કેન્દ્રિત છે.
શું એ ટેક્નોલોજી હજુ સુધી અસ્તિત્વમાં છે?
તાજેતરના વર્ષોમાં VR ટેક્નોલોજી ઘણી આગળ નીકળી ગઈ છે જેમાં હાઈ-એન્ડ હેડસેટ્સ માનવીય આંખો સાથે ટ્રીક કરીને તેને 3D દ્રશ્યો બતાવે છે. તે વધુ મેઈનસ્ટ્રીમ બની ગયું છે. 2020માં Oculus Quest 2 VR ગેમિંગ હેડસેટ ક્રિસમસ ગિફ્ટ તરીકે બહુ લોકપ્રિય હતું. તો NFT (Non Fungible Token)માં લોકોનો રસ અત્યંત વધ્યો છે, એ પણ વર્ચ્યુઅલ કંપની કઈ રીતે કામ કરે છે એ સમજાવી શકશે. વધુ એડવાન્સ્ડ ડિજિટલ વર્લ્ડ માટે વધુ સારી, વધુ સુસંગત મોબાઈલ કનેક્ટીવીટી જોઈશે જે 5Gથી શક્ય બની શકશે.
હાલમાં તો બધું જ શરૂઆતી તબક્કામાં છે પણ જો મેટાવર્સનો વિકાસ થાય તો મોટી મોટી ટેક્નોલોજી કંપનીઓ વચ્ચે તેને લઈને દાયકાઓ સુધી યુદ્ધ ચાલશે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર