Face Pareidolia: નિર્જીવ પદાર્થમાં માનવ ચહેરો જોવાનો આભાસ થવા પાછળનું આવું છે કારણ

(પ્રતીકાત્મક તસવીર)

સંશોધકોના મત મુજબ, આપણે કાલ્પનિક ચહેરાઓને ભાવનાત્મક ગુણ આપવા માટે આગળ વધીએ છીએ

  • Share this:
નવી દિલ્હી. દરેક વ્યક્તિને કોઈ નિર્જીવ પદાર્થમાં માનવ આકૃતિ કે ચહેરો જોયો હોય તેવો ભાસ થયો જ હશે. ઘણા લોકોને ચંદ્ર (Moon), વાદળો (Clouds), ફૂલ (Flowers) કે વરસાદ (Rain)ના કારણે પલળેલી જૂની દીવાલમાં માનવ મુખાકૃતિ (Human Faces) હોય તેવો ભાસ થાય છે. મગજમાં ઉપજતી આવી કલ્પનાને વિજ્ઞાનિકો ફેસ પેરિડોલીયા (Face Pareidolia) કહે છે. જો કે, માનવીય મગજ આ ભૂલ શા માટે કરે છે, તે અત્યાર સુધી અજાણ હતું.

હવે યુનિવર્સિટી ઓફ સિડની (University of Sydney)ના વિજ્ઞાનિકોએ શોધી કાઢ્યું છે કે, જ્યારે આપણું મગજ નિર્જીવ વસ્તુઓ પર ચહેરાઓ શોધવાની ભૂલ કરે ત્યારે તે પ્રક્રિયાને રોકતું નથી. જે રીતે મગજ યોગ્ય રીતે ચહેરો ઓળખવા પ્રયાસ કરે છે, તેવી જ રીતે મગજમાં ભાવનાઓ માટે તે કાલ્પનીક ચહેરાઓનું વિશ્લેષણ થયું હોય છે. આ સાથે જ આપણે પહેલી નજરે આવી આકૃતિ કેમ જોઈએ છીએ તે અંગે પણ વિજ્ઞાનિકોએ ફોડ પડ્યો છે.

વૈજ્ઞાનિકોના મત મુજબ, આપણા મગજમાં ફેસ ડિટેક્શન ખૂબ ઝડપથી થાય છે. વધુ ઝડપ હોવાથી ભૂલની શક્યતા રહે છે. બીજી તરફ ધીમી પરંતુ વધુ સચોટ ફેસ ડિટેક્શન પદ્ધતિ આપણા માટે ફાયદાકારક ન હોય શકે તેવી દલીલ વૈજ્ઞાનિકો કરે છે. તેઓનો મત છે કે, જે લોકોનું મહત્વ છે તેમના ચહેરા યાદ રાખવામાં આ ઝડપી પ્રક્રિયા લાભ આપે છે.

આ પણ વાંચો, Interesting News: આ બકરાના શરીર પર લખ્યું છે ‘અલ્લાહ’ અને ‘અહમદ’, કિંમત જાણીને આંખો પહોળી થઈ જશે

આ બાબતે યુનિવર્સિટી ઓફ સિડનીના સ્ટેટમેન્ટમાં સાયકોલોજીના પ્રોફેસર અને અભ્યાસના મુખ્ય લેખક ડેવિડ અલાઇસે કહ્યું હતું કે, આપણા મગજની ફેસ ડિટેક્શન પ્રણાલી નાક એન્ડ મોંઢા પર બે આંખો વચ્ચે ટેમ્પ્લેટ મૂકીને ફાસ્ટ એન્ડ લૂઝ શરૂ કરે છે. આ અભ્યાસ 7 જુલાઈએ રોયલ પ્રોસેડિંગ ઓફ ધી રોયલ સોસાયટી બીમાં પ્રકાશિત થયો હતો.

આ પણ વાંચો, Alcoholic Ice Cream: માર્કેટમાં આવ્યો અનોખો આઇસ્ક્રીમ, ખાતા જ થશે આવા હાલ

વૈજ્ઞાનિકોએ આપણે ઓબ્જેક્ટ્સમાં માનવ ચહેરા નથી, તે બાબત જાણવા છતાં આવા ચહેરાઓમાં લાગણીઓનું શા માટે વધુ અર્થઘટન કરીએ છીએ તે અંગે સમજાવતા કહ્યું હતું કે, પેરિડોલીયા ફેસીસને ખોટી ઓળખ ગણાવી રદ નથી કરાતા, તે ચહેરા સાચા હોય તે રીતે તેની ફેશિયલ એક્સપ્રેશન વિશ્લેષણ થાય છે. ચહેરાનું વિશ્લેષણ કરી આપણે કોઈ મિત્ર છે કે અન્ય તે બાબતનો તાગ મેળવી શકીએ છીએ.

સંશોધકોના મત મુજબ, આપણે કાલ્પનિક ચહેરાઓને ભાવનાત્મક ગુણ આપવા માટે આગળ વધીએ છીએ. આપણે કોઈ વિશેષ ભાવનાને કેવી રીતે સમજીએ છીએ તે વિશેની પૂર્વધારણાઓથી પણ આ વિશેષતાઓ પ્રેરિત હોય છે.
First published: