Home /News /explained /Explained : શું કોરોના વાયરસનું સંક્રમણ બીજી વખત લાગી શકે? અહીં જાણો 10 જરૂરી વાતો

Explained : શું કોરોના વાયરસનું સંક્રમણ બીજી વખત લાગી શકે? અહીં જાણો 10 જરૂરી વાતો

મહામારી વિશ્વમાં ખૂબ ઝડપથી પ્રસરી જતા અનેક સવાલો ઉભા થયા છે. ત્યારે કોરોના વાયરસનું સંક્રમણ બીજી વખત લાગી શકે કે કેમ? સૌથી વધુ આ સવાલ લોકોના મનમાં ઉઠે છે. આ મામલે કેમ્બ્રિજમાં ખાસ અભ્યાસ પણ થયો છે

મહામારી વિશ્વમાં ખૂબ ઝડપથી પ્રસરી જતા અનેક સવાલો ઉભા થયા છે. ત્યારે કોરોના વાયરસનું સંક્રમણ બીજી વખત લાગી શકે કે કેમ? સૌથી વધુ આ સવાલ લોકોના મનમાં ઉઠે છે. આ મામલે કેમ્બ્રિજમાં ખાસ અભ્યાસ પણ થયો છે

    કોરોના મહામારી ફાટી નીકળ્યાને દોઢ વર્ષ જેટલો સમય થઈ ચૂક્યો છે. મહામારી વિશ્વમાં ખૂબ ઝડપથી પ્રસરી જતા અનેક સવાલો ઉભા થયા છે. ત્યારે કોરોના વાયરસનું સંક્રમણ બીજી વખત લાગી શકે કે કેમ? સૌથી વધુ આ સવાલ લોકોના મનમાં ઉઠે છે. આ મામલે કેમ્બ્રિજમાં ખાસ અભ્યાસ પણ થયો છે. જેમાં કોરોના સંક્રમિત 1300 લોકોમાંથી 58 દર્દીઓને બીજી વખત કોરોના સંક્રમણ લાગ્યું હોવાનું સામે આવ્યું હતું.

    બીજી વખત કોરોના સંક્રમણ લાગવાની શક્યતા કેટલી? તે અંગે દેશની ટોચની સ્વાસ્થ્ય સંસ્થા ICMR અને વિશ્વની પ્રતિષ્ઠિત સંસ્થાઓ દ્વારા પણ અભ્યાસ કરવામાં આવ્યો હતો. જેમાં ઘણા તથ્યો સામે આવ્યા હતા. કોરોનાની પ્રથમ સમયે બીજી વખત સંક્રમણ લાગવાનો ખતરો નહિવત હતો. પરંતુ બીજી લહેર વખતે આ ખતરો વધ્યો હતો. કોઈપણ વ્યક્તિને કોરોના સંક્રમણનું જોખમ કેટલું? અને કયા પ્રકારનું હોય છે? કયા લોકો માટે આ જોખમી છે? તે સહિતના સવાલના જવાબ અહીં આપવામાં આવ્યા છે.

    કોને બીજી વખત સંક્રમણ લાગવાનું વધુ જોખમ?

    જે લોકોની રોગ પ્રતિકારક શક્તિ નબળી હોય, તેઓને બીજી વખત સંક્રમણ લાગવાનો ખતરો વધુ હોય છે. આવા લોકોમાં ઈમ્યુનના રિસ્પોન્સ લાંબો ટકી શકતો નથી અથવા તેમના શરીરે વાયરસ સામે મજબૂત રોગપ્રતિકારક શક્તિ બનાવી જ નથી તેમ કહી શકાય.

    બીજી વખત સંક્રમણના જોખમને ગ્રુપ અંગે કોઈ અભ્યાસ થયો છે?

    ઇન્ટર્નલ મેડિસિનના તજજ્ઞ ડો. સ્વપ્નિલ પરીખે સંયુક્ત રીતે પુસ્તક લખ્યું છે. જે કોરોના અંગે અલગ-અલગ તથ્યો આધારિત છે. આ પુસ્તકમાં ફરીથી સંક્રમણનો ખતરો કોને વધુ હોય છે? તે અંગે જાણકારી અપાઇ છે. આ ઉપરાંત ધી લૈંસેટમાં પ્રકાશિત થયેલા અહેવાલ મુજબ આવું ખૂબ જૂજ બને છે. પણ 65 વર્ષથી વધુના લોકોને તેનું જોખમ વધુ હોય છે.

    આ પણ વાંચો - પૂણેમાં બનશે અનોખી સ્કૂલ, છત પર વિશાલ સાઇકલ ટ્રેક, નીચેથી ઉપરના માળ સુધી વૃક્ષો જ વૃક્ષો

    બીજી વખત સંક્રમણની શક્યતા કેટલી?

    મોટી ઉંમરના લોકોને બીજી વખત સંક્રમણની શક્યતા તો હોય જ છે, તેમની સાથે થેલેસેમિયાથી પીડિત દર્દીઓને પણ જોખમ રહે છે. વૈશ્વિક મહામારીની શરૂઆતમાં બીજી વખત સંક્રમણ ખૂબ જૂજ કિસ્સામાં લાગતું હોવાનું માનવામાં આવ્યું હતું. અલબત્ત, એક પછી એક સતત થયેલા અભ્યાસ બાદ તેની શક્યતા 10 ટકા હોવાનું સામે આવ્યું હતું.



    બીજી વખત સંક્રમણ કઈ રીતે લાગે છે ?

    એક વખત કોરોના સંક્રમણ લાગ્યા બાદ શરીર બીજી વખત વાયરસના હુમલા સમયે એન્ટીબોડી બનાવીને હુમલાને બેઅસર કરે છે. પરંતુ કેટલાક નબળા શરીરમાં વાયરસના બીજા હુમલા સમયે એન્ટીબોડી અસરકારક રહેતી નથી. 2020ના ઓગસ્ટ મહિનામાં બીજી વખત સંક્રમણ લાગ્યો હોવાનો કેસ સામે આવ્યો હતો.

    ફરીથી સંક્રમણ લાગવું તે કેટલી ગંભીર બાબત?

    કોરોના મહામારીને રોકવા રસીકરણ ચાલી રહ્યું છે. આ સાથે જ કેસ વધી રહ્યા છે અને નવા વેરિયન્ટ પણ સામે આવે છે. ત્યારે રીઇન્ફેક્શનના ડેટાથી ખતરો એ છે કે, કારણે રિકવર થઈ ગયેલા દર્દીઓ ફરી બીજી વખત વાયરસથી સંક્રમિત થઈ શકે છે.

    શું બીજી વખત સંક્રમણ લાગવું વધુ જોખમી?

    આ બાબતે વિશ્વમાં સૌપ્રથમ થયેલા અભ્યાસમાં સામેલ ડો. પારીખનું કહેવું છે કે, મોટાભાગના કેસમાં આ બાબતે ગંભીર નથી. પરંતુ નાના સમૂહમાં ગંભીર કેસ જોવા મળ્યા છે. જે દર્દીઓ પ્રથમ સંક્રમણ સમયે એસિમ્પટોમેટિક રહ્યા હોય તેને સંક્રમણ વધુ ગંભીર રહે છે.

    આ જોખમ પાછળ વિજ્ઞાન શું કહે છે?

    પ્રથમ વખત સંક્રમણની સરખામણીએ બીજી વખતના સંક્રમણ વધુ ગંભીર હોવાનું ICMR અભ્યાસમાં માનવામાં આવ્યું છે. જો તમે પહેલા એસિમ્પટોમેટિક રહી સંક્રમિત થયા હોવ તો શરીર વાયરસ સામે એન્ટીબોડી ને સંપૂર્ણ રીતે યાદ રાખી શક્તું નથી. વાયરસના બીજા હુમલા સમયે શરીર મજબૂત રીતે રીએક્ટ કરતું નથી.

    શું રસી મદદ કરશે?

    રસીના કારણે સંક્રમણ રોકવા અને બીજી વખત સંક્રમણની ગંભીરતાને ઓછી કરવામાં મદદ મળે છે. પરંતુ ક્યાં સુધી? તે અંગે હજુ કોઈ ડેટા સામે આવ્યો નથી. બીજી તરફ રસી બનાવતી કંપનીઓ ફાયઝર અને બાયોએનટેક દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, રસી લીધા બાદ છ મહિના સુધી સંક્રમણ લાગી શકતું નથી. પરંતુ રસી લીધા બાદ પણ કોઈ વ્યક્તિ ક્યાં સુધી સંક્રમણથી બચી શકે તે રોગપ્રતિકારક શક્તિ પર આધાર રાખે છે. જો રસી લીધા બાદ પણ કોઇ દર્દીને બીજી વખત સંક્રમણ લાગે તો તે ગંભીર હોવાની દહેશત એકદમ નહીવત છે, તેવું ડો. પરીખનું કહેવું છે.

    નવા વેરિયન્ટમાં કારણે બીજી વખત સંક્રમણના જોખમમાં કોઈ અસર થાય છે?

    યુકે વેરિયન્ટ B 1.1.7 અને સાઉથ આફ્રિકન વેરિયન્ટ B.1.351 અંગે તો તમને ખ્યાલ જ હશે. આ ઝડપથી ફેલાતા સ્ટ્રેઇન છે. ડો.પારીખના મત મુજબ જો વેરિએન્ટના મામલે એન્ટીજેનિક ફેરફાર થાય તો બીજી વખત સંક્રમણ લાગી શકે છે.

    ફરીથી સંક્રમણથી બચવાની કોઈ પદ્ધતિ છે?

    કોરોના વાયરસના સંક્રમણની ઝપટે ચડ્યા પહેલા જે તકેદારી રાખવાનું કહેવામાં આવે છે, તે તકેદારી જ વાયરસના બીજી વખતના સંક્રમણથી બચવા પણ રાખવી પડે છે. માસ્ક પહેરવું, સાફ-સફાઈ રાખવી, સેનિટેશન કરવું અને સોશિયલ ડિસ્ટન્સ જાળવવું જેવી આદત બચાવી શકે છે. તમે યુવાન હોવ કે રસી લઇ લીધી હોય તો પણ આ તકેદારીઓ તમને વાયરસથી બચાવવામાં મદદ કરશે.
    First published:

    Tags: Covid 19 vaccines, Covid 19 vaccines dose, COVID-19, Vaccines