Explainer: અલિબાબાના જેક માને ચીન સરકાર સાથે ક્યાં વાંકુ પડ્યું?

Explainer: અલિબાબાના જેક માને ચીન સરકાર સાથે ક્યાં વાંકુ પડ્યું?
ફાઈલ તસવીર

ગત વર્ષે ચીનની સરકારે જેક માની કંપની તથા સહયોગી એન્ટ ગ્રૂપને ટાર્ગેટ કરી હતી. હવે ચાઇનીઝ સરકારે અલિબાબ ગ્રૂપને મીડિયા એસેટને કાઢી નાખવાનો હુકમ આપ્યો છે.

 • Share this:
  નવી દિલ્હીઃ ચીનના ઉદ્યોગપતિ (chines business man) જેક મા (jack ma) અત્યારે ચીનની સરકારના (chines Government) રોષનો ભોગ બની રહ્યા છે. ગત વર્ષે ચીનની સરકારે જેક માની કંપની તથા સહયોગી એન્ટ ગ્રૂપને ટાર્ગેટ કરી હતી. હવે ચાઇનીઝ સરકારે અલિબાબ ગ્રૂપને મીડિયા એસેટને કાઢી નાખવાનો હુકમ આપ્યો છે.

  હોંગકોંગના અગ્રણી અંગ્રેજી ભાષાના અખબાર સાઉથ ચાઇના મોર્નિંગ પોસ્ટ પણ જેક મા હસ્તક છે. ઉપરાંત વિબો કોર્પ જેવી માઇક્રોબ્લોગીંગ પ્લેટફોર્મ પણ ચલાવે છે. ચીનને ડર છે કે આવી સ્થિતિમાં જેક મા પાસે વધુ પાવર હોવાથી તેઓ લોકોને સરકાર સામે ભડકાવશે. જેથી મીડિયાને લગતી કંપની બંધ કરવા માટે તાકીદ કરવામાં આવી છે.  ચીન સરકાર જેક માને જોખમ કેમ ગણે છે?
  ચીનના સૌથી સફળ વ્યક્તિ તરીકે જેક માની ગણતરી થાય છે. પરંતુ 2020માં મામલો બગડ્યો હતો. મહામારીમાં ગરીબ અને ધનવાન વચ્ચે ઉભી થયેલી ખાઈ જેક મા સામે પડકાર સમાન હતી. ધી ન્યૂ યોર્ક ટાઈમ્સના અહેવાલ મુજબ જ્યારે જેક માએ ફાઈનાન્સ કંપની અલીપે શરૂ કરી ત્યારથી તેઓ ચીન સરકારની આંખમાં કણાની જેમ ખૂંચતા હતા. ચીનમાં મોટાભાગે ફાઈનાન્સ સંસ્થાઓ સરકાર હસ્તક છે. જેથી અલીપેના કારણે જોખમ ઉભું થયું હતું ગયા વર્ષે, જેક માની ટીવી શોમાં ગેરહાજરી સ્પષ્ટ રીતે દેખાતી હતી. જેથી અનેક તર્કવિતર્ક થયા હતા.

  આ પણ વાંચોઃ-અમદાવાદની શરમજનક ઘટના! યુવકે સીડીમાં મહિલાને બાથમાં લીધી, ડ્રેસ ફાડી નાંખ્યો, પતિને નીચે ફેંકવાની આપી ધમકી

  આ પણ વાંચોઃ-ભુજઃ 12 લાખની નકલી નોટો સાથે MPના દંપતી ઝડપાયું, વેપારીઓને નકલી નોટોથી પધરાવી કર્યું શોપિંગ

  અગાઉ જેક મા આફ્રિકન બિઝનેસ હીરોઝ નામના કાર્યક્રમના જજ તરીકે હજાર રહેવાના હતા, પરંતુ કંપનીએ એક સ્ટેટમેન્ટમાં જાહેર કર્યું હતું કે, સમયમાં વિરોધાભાસ હોવાથી તેઓ હાજર નહીં રહી શકે. ચીનના અધિકારીઓ દ્વારા માની કંપની સામે તપાસ પણ થઈ હતી.

  આ પણ વાંચોઃ-યુવતીને ખભા ઉપર બેસાડી યુવતીનો બૂલેટ ઉપર ખતરનાક સ્ટંટનો live video, પોલીસ ફટકાર્યો રૂ. 28,000નો દંડ

  આ પણ વાંચોઃ-અમદાવાદઃ રવિવારની સાંજે દંપતીને હોલટમાં જમવાનું પાંચ લાખ રૂપિયામાં પડ્યું, વાંચો ચેતવણી રૂપ કિસ્સો

  વાંધો ક્યાં પડ્યો?
  ગત ડિસેમ્બર મહિનામાં અલિબાબા સામે એન્ટી ટ્રસ્ટ સંબંધિત તપાસ થઈ હતી. હાલ તેઓ અલિબાબાના ચેરમેન નથી. પરંતુ તે કંપનીમાં મોટો હિસ્સો ધરાવે છે. અલિબાબાના બોર્ડ મેમ્બરની પસંદગીમાં પણ તેઓ ભાગ ભજવે છે.

  નવેમ્બરની શરૂઆતમાં સત્તાધીશોએ એન્ટના બ્લોકબસ્ટર આઇપીઓને રદ કરી દીધો હતો. માએ ચાઇનાની બેન્કો પર કેટલાક ગંભીર આક્ષેપ કર્યા હતા. તેમણે બેંકો પર ફક્ત તે જ લોકોને ધિરાણ આપવાનો આરોપ મૂક્યો હતો જે કોલેટરલ મૂકી શકે છે. એવું નથી કે માના સંબંધ સરકાર સાથે અગાઉ પણ ખરાબ હતા. તેઓ પહેલા સરકારની નજીક હતા.  જેક મા કોણ છે?
  જેક માનો જન્મ 1964માં ચીનના હનગઝહુ શહેરમાં થયો હતો. 1988માં તેમને અંગ્રેજી ભાષાની ડીગ્રી મળી હતી. અંગ્રેજી ભાષાના શિક્ષકની જવાબદારી નિભાવનાર જેક માનો ઉદ્યોગ સાહસિક તરીકે ઉદય થયો હતો. અને તેઓ ચીનના સૌથી ધનવાન વ્યક્તિ બની ગયા હતા. 2016ની ચૂંટણી બાદ અમેરિકાના પૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ પણ તેમને મળ્યા હતા. બ્લૂમબર્ગના રિપોર્ટમાં જણાવાયું છે કે, જેકમા ચીનના યુવાનોના આદર્શ ગણાય છે. તેઓ દરરોજ 40 મિનિટ સાયકલ ચલાવે છે. તેમણે નોકરી મેળવવા અનેક પ્રયાસો કર્યા હતા. 30 વખત તેઓ રિજેક્ટ થયા હતા.

  1995માં યુ.એસ. પ્રવાસ દરમિયાન માએ પ્રથમ વખત ઇન્ટરનેટમાં ઉજળી તક જોઇ હતી. ત્યારબાદ તેઓ ઈન્ટરનેટમાં ઉદ્યોગ સાહસિક તરીકે આગળ વધ્યા હતા. 1999માં તેમણે અલિબાબાની સ્થાપના કરી હતી. 2014માં કંપનીએ વિશ્વના સૌથી મોટા આઈપીઓમાં 25 અબજ ડોલર એકત્રિત કર્યા હતા અને તે ન્યુ યોર્ક સ્ટોક એક્સચેંજમાં લિસ્ટ થયું હતું.
  Published by:News18 Gujarati
  First published:March 18, 2021, 15:22 pm

  ટૉપ ન્યૂઝ