Home /News /explained /

Explainer : ધર્મ પરિવર્તન કરીને હિન્દુ બનનારા માટે જાતિ કઈ રીતે નક્કી થાય છે? જાણો વસીમ શા માટે બન્યા ત્યાગી

Explainer : ધર્મ પરિવર્તન કરીને હિન્દુ બનનારા માટે જાતિ કઈ રીતે નક્કી થાય છે? જાણો વસીમ શા માટે બન્યા ત્યાગી

યતિ નરસિમ્હાનંદ સરસ્વતીએ વસીમ રિઝવીને હિંદુ ધર્મમાં સામેલ કરતાં કહ્યું કે હવે તે ત્યાગી સમુદાયમાં જોડાશે.

Wasim Rizvi to Jitendra Narayan Singh Tyagi: ઉત્તર પ્રદેશ શિયા સેન્ટ્રલ વકફ બોર્ડના પૂર્વ ચેરમેન વસીમ રિઝવીએ ઇસ્લામ ધર્મ છોડીને હિન્દુ ધર્મ કબૂલ કર્યો છે. તેમનું નામ જિતેન્દ્ર નારાયણ સિંહ ત્યાગી થઈ ગયું છે

  ઉત્તર પ્રદેશ (Uttar Pradesh)શિયા સેન્ટ્રલ વકફ બોર્ડના પૂર્વ ચેરમેન વસીમ રિઝવીએ (Wasim Rizvi)ઇસ્લામ ધર્મ છોડીને હિંદુ ધર્મ કબૂલ કર્યો (Wasim Rizvi to Jitendra Narayan Singh Tyagi) છે. ધર્મ બદલ્યા બાદ તેમનું નામ જિતેન્દ્ર નારાયણ સિંહ ત્યાગી થઈ ગયું. હવે સવાલ એ પેદા થાય છે કે કોઈ વ્યક્તિ ધર્મ બદલીને જો હિંદુ બને છે તો તે પોતાની જાતિ કઈ રીતે નક્કી કરશે કે પછી તેને કઈ જાતિ (How caste is decided after conversion in Hindu religion)માં માનવામાં આવશે.

  ભારતીય બંધારણમાં ધાર્મિક સ્વતંત્રતાને મૂળભૂત અધિકારોમાં રાખવામાં આવી છે. દરેક નાગરિક પોતાની પસંદના ધર્મને માનીને તેના કર્મકાંડની પ્રેક્ટિસ કરવા માટે સ્વતંત્ર છે. તેઓ ઇચ્છે તો જરૂરિયાત પ્રમાણે ધર્મ બદલી શકે છે. જરૂરિયાત ન હોય તો કોઇપણ ધર્મને ન માને. આ મોટું કારણ છે કે સામાજિક અને ધાર્મિક પરંપરાઓ ઘણી વખત બંધારણીય મૂલ્યોથી ટકરાય છે.

  ખ્રિસ્તી ધર્મમાં ન તો જાતિ છે કે ન જાતિવાદ. જો કોઈ હિંદુમાંથી ખ્રિસ્તી બની રહ્યું હોય તો તેની જાતિથી કોઈ ફરક પડતો નથી. તો શીખોમાં પણ જાતિનું કોઈ મહત્વ નથી. દિલ્હી શીખ ગુરુદ્વારા પ્રબંધક સમિતિના એક સભ્યનું કહેવું છે કે જો કોઈ વ્યક્તિ દિલથી શીખ ધર્મ અપનાવવા ઇચ્છે છે તો તેનું સ્વાગત છે. આ માટે તેણે અમૃતપાન કરવું પડે છે. જ્યાં સુધી જાતિની વાત છે તો નામ પાછળ સિંહ અને કૌર લાગે છે. બાકી કોઈ જાતિ નથી.

  મુસ્લિમ ધર્મમાં જાતિ

  જો કોઈ મુસ્લિમ બને છે તો તેનામાં જાતિનો કોઈ મુદ્દો નથી હોતો. મુસ્લિમ બનનારાની જાતિ નથી શોધી શકાતી. જો કે, કોઈ દલિત મુસ્લિમ બની રહ્યો છે તો તેને મુસ્લિમ સમાજમાં કોઈ સમસ્યાનો સામનો કરવો પડતો નથી અને ન તો તેની સાથે કોઈ ભેદભાવ થાય છે.

  explainer how caste is decided after conversion in hindu religion
  ધર્માંતરણ પછી હિંદુ બનેલા લોકો માટે જાતિ નક્કી કરવી એ ઊંડો વિષય રહ્યો છે.


  જ્યાં સુધી અનામતનો સવાલ છે, તો એ વાત સાચી છે કે જો કોઈ દલિત મુસ્લિમ બની રહ્યો છે, તો તે તેના અનામતનો લાભ ગુમાવી દેશે. જો કે, કેટલાક રાજ્યોમાં, ઓબીસી હેઠળ આવતી કેટલીક મુસ્લિમ જાતિઓ, જેઓ વ્યવસાય મુજબ વિભાજિત કરવામાં આવી છે, સરકાર દ્વારા તેમને ઓબીસી ગણવામાં આવે છે અને તેમને અનામતનો લાભ મળે છે.

  કોર્ટે શું કહ્યું

  ફેબ્રુઆરી 2015માં કેરળના કેપી મનુ ખ્રિસ્તીમાંથી હિંદુ બન્યા. તેઓ અનુસૂચિત જાતિ હેઠળ હતા. તેથી ખ્રિસ્તીમાંથી હિન્દુ બન્યા બાદ તેઓ અનુસૂચિત જાતિના ક્વોટામાંથી સરકારી નોકરી કરવા લાગ્યા. તેના પર વાંધો ઉઠ્યો અને કોર્ટે કહ્યું હતું કે તેમને ધર્મ પરિવર્તનને કારણે અનામતનો લાભ આપી શકાય નહીં. ત્યારબાદ મામલો હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં ગયો.

  આ પણ વાંચો: એ 9 નિયમ ક્યા છે, જેનું પાલન રાજ્યસભામાં સાંસદો માટે છે જરૂરી

  સુપ્રીમ કોર્ટે કહ્યું કે, 'કોઈ વ્યક્તિ હિંદુ ધર્મમાં પાછી આવે તો તેને અનુસૂચિત જાતિનો લાભ મળી શકે છે, જો તે જાતિના લોકો તેને અપનાવી લે તો. પરંતુ તેણે એ સાબિત કરવું પડશે કે તેના પૂર્વજો એક જ જાતિના હતા.’ એકંદરે, સુપ્રીમ કોર્ટનો ચુકાદો કહે છે કે જો તેની જૂની જાતિ તેને સ્વીકારે, તો તે જાતિનો માનવામાં આવશે. તેનો અર્થ એ પણ છે કે તમે ધર્મ તો બદલી શકો છો પરંતુ જાતિ નહીં.

  રિઝવી કેમ બન્યા ત્યાગી

  આ મોટો સવાલ છે કે વસીમ રિઝવીએ જ્યારે હિંદુ ધર્મ સ્વીકાર્યો તો તેણે પોતાના નવા નામ સાથે ત્યાગી કેમ જોડ્યું. પત્રકારમાંથી ધર્મગુરુ બનેલા ડોક્ટર નરેશ ત્યાગી કહે છે, સંભવ છે કે તેમના પૂર્વજો ધર્મ પરિવર્તન પહેલા ત્યાગી હોય. આમ પણ પશ્ચિમી ઉત્તર પ્રદેશમાં ઘણા ત્યાગી મુસ્લિમ પણ છે. સાથે જ તેમણે એ પણ કહ્યું કે ત્યાગી જાતિ તરીકે પણ ઉપયોગમાં લેવાય છે. પરંતુ સાથે પોતાના નામ સાથે ત્યાગીનો ઉપયોગ કરનારા એવું પણ કહી શકે છે કે તેમણે બધું ત્યાગી દીધું છે, એટલે જ તે હવે ત્યાગી બન્યો છે.

  આ પણ વાંચો: Omicron વેરિઅન્ટ સામે અન્ય રસીઓ કરતાં Covaxin વધુ અસરકારક બની શકે છે, જાણો કઈ રીતે

  explainer how caste is decided after conversion in hindu religion
  વસીમ રિઝવી હિન્દુ ધર્મ સ્વીકારીને ત્યાગી કેમ બન્યા એ મોટો પ્રશ્ન છે. શું તેમના પૂર્વજો ક્યારેય ત્યાગી સમુદાયના હતા? (ફાઇલ ફોટો)


  જોકે, રિઝવી ત્યાગી બન્યા એની પાછળ મોટું કરણ સામે આવ્યું છે અને એ છે કે ડાસનાના જે મંદિરમાં તેમણે ધર્મ બદલ્યો, તે ત્યાગી લોકોના અસરવાળું મંદિર છે. મેરઠના રહેવાસી એક પત્રકાર કુલદીપ ત્યાગી કહે છે કે તેનું મુખ્ય કારણ તેમને ધર્માંતરણ કરાવનારા મહારાજ નરસિમ્હાનંદ છે. તેઓ પોતે ત્યાગી જાતિથી સંબંધ ધરાવે છે, તેથી રિઝવીએ તેમની અટકમાં ત્યાગી તરીકે જાતિનું નામ જોડ્યું હોવું જોઈએ.

  આ પણ વાંચો: Explainer: એક્સપાયરી દવાઓને ખરેખર ઝેર શું બનાવે છે, શું થાય છે

  કોણ હોય છે ત્યાગી?

  ત્યાગી જાતિ સાથે સંકળાયેલી એક કમ્યુનિટી સાઇટ કહે છે કે ઉત્તર ભારતમાં મુઘલોએ ઘણા અત્યાચારો કર્યા. અહીં ત્યાગી, જાટ, ગુર્જર, રાજપૂત વગેરે લોકોએ તેનો વિરોધ કર્યો. કોઈ ડર કે મજબૂરીને કારણે મુસ્લિમ પણ બન્યા. તેથી ત્યાગી જાતિમાં હિન્દુ અને મુસ્લિમ બંને જોવા મળે છે. આ લોકો, મુસ્લિમ હોવા છતાં આજે પણ હિંદુ અટક જેમકે ત્યાગી, મલિક, રાણા, બાલ્યાન વગેરે પોતાના નામ સાથે લગાવે છે.

  બંધારણ શું કહે છે

  બંધારણના (અનુસૂચિત જાતિ) આદેશ, 1950માં જોગવાઈ છે કે જો કોઈ વ્યક્તિનું એ જ ધર્મમાં પુનઃ ધર્માંતરણ થયું છે જેને તેના માતા-પિતા અથવા પાછલી પેઢીઓ માનતી હતી, તો તેણે એ પણ સાબિત કરવું પડશે કે તેના પાછા ફર્યા બાદ તે સમુદાયે તેને અપનાવી લીધો છે. એટલે કે, એક વ્યક્તિ પોતાનો ધર્મ અને આસ્થા બદલી શકે છે, પરંતુ તે જે જ્ઞાતિનો છે તે નહીં, કારણ કે જ્ઞાતિ જન્મ સાથે સંબંધિત છે.
  Published by:Nirali Dave
  First published:

  Tags: Explained, Religion, Wasim Rizvi, હિન્દુ

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन