Home /News /explained /Explained: Zydus Cadilaની ZyCoV-D રસી સોય વગર કઈ રીતે અપાશે? તેનાથી કયા-કયા ફાયદા થશે?

Explained: Zydus Cadilaની ZyCoV-D રસી સોય વગર કઈ રીતે અપાશે? તેનાથી કયા-કયા ફાયદા થશે?

ઝાયડસ કેડિલાની વેક્સીનને દેશમાં ઇમર્જન્સી ઉપયોગની મજૂરી મળી ગઈ છે. આ રસી 12 વર્ષથી ઉપરના બાળકો માટે પણ કારગર છે.

Zydus Cadila ZyCoV-D Vaccine Updates : કેડિલાની રસી આપવા માટે સોયનો ઉપયોગ નહીં થાય, આ રસી કેવી રીતે અપાશે, DNA બેઝ્ડ રસી એટલે શું અને તે સામાન્ય રસીથી કેવી રીતે અલગ હોય? જાણો ગુજરાતી કંપનીના સંશોધન વિશે

કોરોના સંક્રમણ સામે યુદ્ધના મોરચે ભારતને વધુ એક સફળતા મળી છે. ઝાયડ્સ કેડીલા (Zydus Cadila Vaccine) ની રસી ઝાયકોવ-ડી (ZyCoV-D)ને ભારતમાં ઈમરજન્સી ઉપયોગ માટે મંજૂરી આપવામાં આવી છે. આ સાથે જ ભારતમાં હવે કોરોના વાયરસની છ રસી થઈ છે. ઝાયકોવ-ડી રસી DNA પ્લેટફોર્મ પર બનાવાયેલી પ્રથમ રસી છે. ખાસ વાત એ છે કે, આ રસી નિડલ (Needle free) Vaccine  એટલે કે સોય વગર આપવામાં આવશે. ત્યારે આ રસી કઈ રીતે અપાશે અને શું ફાયદો થશે તે અંગે અહીં જાણકારી આપવામાં આવી છે.

ZyCoV-D માટેની સોય વગરની આ સિસ્ટમ શું છે?

આ વિશ્વની પ્રથમ DNA પ્લાસ્મિડ રસી છે. ઘણા વૈજ્ઞાનિકોએ સાથે કામ કર્યા બાદ તૈયાર કરવામાં આવી છે. 28,000 વિષયોનો અભ્યાસ કર્યા પછી તેને મંજૂરી મળી છે. કોલોરાડો સ્થિત ફર્મ ફાર્મા જેટ દ્વારા નિર્મિત સોય વગરની સિસ્ટમનો ઝાયડ્સ ઉપયોગ કરશે. યુરોપમાં મંજૂર થયેલા ટ્રોપીસ નામના ખાસ મોડેલનો ઉપયોગ કરવામાં આવશે થશે.

આ પણ વાંચો : ZyCoV-D: ઝાયડસ કે઼ડિલા ઑક્ટોબરના અંત સુધી દર મહિને 1 કરોડ ડોઝનું ઉત્પાદન કરશે જાણો, સરકારને કેટલા ડોઝની છે જરૂરિયાત

આ રસીની ખાસિયત શું?

આ રસી 25 ડિગ્રી તાપમાને પણ રસી ત્રણથી ચાર મહિના સુધી સ્થિર રહેશે. ઘણી વાર રસીને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઇ જતી વખતે ફ્રીઝ થાય છે અને બગડે છે. પરંતુ આ રસી સાથે આવું થતું નથી.

ટ્રોપીસ નિડલ ફ્રી સિસ્ટમ શું છે?

આ રસી ત્વચાના ઉપરના સ્તર પર હાઈ પ્રેશર જેટ મારફતે આપવામાં આવે છે. જેમાં સોયની જરૂર રહેતી નથી. આ રસી આપવા ખાસ ડિવાઇસનો ઉપયોગ થાય છે. જેમાં ઇન્જેક્ટર, નિડલ ફ્રી સિરીંજ અને એડેપ્ટરનો સમાવેશ થાય છે. એક ટીપામાં 100 માઈક્રો લીટરની ક્ષમતા હોય છે. જેથી તેનો ડોઝ ખૂબ નાનો હોય છે. આ રસી આપતી વખતે પહેલા ઇન્જેકટર તૈયાર કરી સિરીંજ ભરવામાં આવે છે. ત્યારબાદ ઇન્જેક્ટર લોડ કરી ડેલ્ટોઇડ ભાગમાં ઇન્જેક્શન આપવામાં આવે છે.

આ પણ વાંચો : Covid Vaccineનો સ્લોટ Whatsapp દ્વારા બુક થશે, આવી રીતે કરો રસી માટે એડવાન્સ બુકિંગ

રસી લેવા સોય વગરની આ પદ્ધતિનો ફાયદો શું?

• રસી લેનાર અને રસી આપનાર પરનું સંક્રમણનું જોખમ ઘટાડે છે
• સોય વગરની હોવાથી હેલ્થ કેર વર્કર્સને ઈજા થતી નથી.
• નિડલ-ફ્રી સિરીંજ બેક્ટેરિયા રહિત હોય છે. આ ઉપરાંત ઓટો ડિસેબલિંગ હોવાના કારણે ફરીથી ઉપયોગમાં લઇ શકાતી નથી.
• નિડલ ફ્રી ઇન્જેકટર વધુ એક્યુરેટ હોય છે. આ પદ્ધતિ માટે તાલીમ લેવી પડે છે.
First published:

Tags: Covid vaccine, Zycovd, Zydus cadila vaccine