Explained: 15 અને 16 માર્ચે બેંક હડતાળ, જાણો કઈ સેવાઓ પર પડશે અસર

Explained: 15 અને 16 માર્ચે બેંક હડતાળ, જાણો કઈ સેવાઓ પર પડશે અસર
પ્રતીકાત્મક તસવીર

બેંકોના ખાનગીકરણના વિરોધમાં બેંક કર્મચારી અને અધિકારીઓના યૂનિયનો બે દિવસની હડતાળ પર

  • Share this:
    નવી દિલ્હી. જો તમારું ખાતું સરકારી (Government Bank) કે ગ્રામીણ બેંકો (Gramin Bank)માં હોય તો કામ પતાવી લેજો. આગામી 4 દિવસ દેશમાં બેંકો બંધ (Bank Bandh) રહેવાની છે. ઉલ્લેખનીય છે કે, સાપ્તાહિક રજા અને બે દિવસ બેન્ક હડતાળ (Bank Strike)ને કારણે બેંકો બંધ રહેશે. જેમાં કાલે એટલે કે 13 માર્ચે મહિનાનો બીજો શનિવાર અને બાદમાં રવિવારની રજા રહેશે. જે બાદ 15 અને 16 માર્ચે સાર્વજનિક અને ગ્રામીણ બેંકોની હડતાળ છે.

    જાણો હડતાળનું કારણ



    બેંકોનું ખાનગીકરણ (Bank Privatization) થઇ રહ્યું હોવાથી તેના વિરોધમાં બેન્ક કર્મચારીઓ (Bank Employees Unions) અને અધિકારીઓના યુનિયને (Banking Officer Unions) આગામી 15 અને 16 માર્ચે બેન્ક હડતાળનું આયોજન કર્યું છે. આ હડતાળનું આહવાન યુનાઇટેડ ફોરમ ઓફ બેન્ક યુનિયન (United Forum of Bank Union)એ આપ્યું છે, જેમાં લગભગ બધા જ સંગઠનો સામેલ છે.

    આ પણ વાંચો, Gold Price Today: સોનું આજે ફરી થયું સસ્તું, ચાંદીનો ભાવ પણ ઘટ્યો, જાણો આજના Rates

    મહત્ત્વનું છે કે, કેન્દ્રીય નાણાંમંત્રી નિર્મલા સીતારમણ (Nirmala Sitharaman) ફેબ્રુઆરીમાં બજેટ રજૂ કરતી વખતે સાર્વજનિક ક્ષેત્રોની બેંકોનું ખાનગીકરણ કરવાની જાહેરાત કરી છે. જેમાં સરકારે 1.75 લાખ કરોડનું ડિસઇન્વેસ્ટમેન્ટ કરવાની જાહેરાત કરી હતી. જેમાં IDBI બેન્ક ઉપરાંત સરકારે વર્ષ 2021-22માં બે PSU બેંકો અને એક સામાન્ય વીમા કંપનીના ખાનગીકરણનો પ્રસ્તાવ મુક્યો છે.

    હડતાળથી બેન્ક સેવાઓ પર થશે અસર?

    હડતાળના પગલે દેશમાં 15 અને 16 માર્ચના રોજ બેંકો બંધ રહેશે. જેથી સાપ્તાહિક રજા અને હડતાળના કુલ 4 દિવસ દરમિયાન બેન્કિંગ સેવાઓ બંધ રહેશે. જોકે, ATM સેવાઓ કાર્યરત રહેશે. સાથે જ 17 માર્ચ સુધી ચેક ક્લિયરન્સ, એકાઉન્ટ ઓપન કરવા, લોન પ્રોસેસ અને ડિમાન્ડ ડ્રાફ્ટ ઈશ્યુ કરવાની સેવાઓ પ્રભાવિત રહેશે.

    દેશની સૌથી મોટી સરકારી બેન્ક SBIએ કહ્યું છે કે, બેંકે બધી શાખાઓમાં અને કાર્યાલયોમાં સામાન્ય કામકાજની વ્યવસ્થા કરી છે. પરંતુ હડતાળના કારણે તેના પર પણ અસર થઇ શકે છે.

    આ પણ વાંચો, માત્ર 70 હજાર રૂપિયામાં થશે 25 વર્ષ સુધી ઇન્કમ, આ બિઝનેસથી ઘરે બેઠા કરો તગડી કમાણી

    ખાનગી બેંકોના કર્મચારીઓ પણ કરશે હડતાલ?

    ઉલ્લેખનીય છે કે, દેશની ખાનગી બેંકો જેમ કે HDFC બેન્ક, ICICI બેન્ક, Kotak Mahindra બેન્ક, Axis બેન્ક and IndusInd બેન્કના કર્મચારીઓ હડતાલ પર નહીં ઉતરે અને રાબેતા મુજબ કામ ચાલશે.

    યુનિયને સરકાર સાથે કરી બેઠક

    ઓલ ઇન્ડિયા બેન્ક એમ્પ્લોઇઝ એસોશિએશને કહ્યું કે, મુખ્ય શ્રમ આયુક્ત એસ સી જોશીએ સરકાર અને યુનિયન સાથે 4,9 અને 10 માર્ચે બેઠક યોજી હતી. જોકે, આ બેઠકનું સકારાત્મક પરિણામ સામે નથી આવ્યું. જેથી 15 અને 16 માર્ચે હડતાળ કરવાની યોજના કરાઈ હતી.
    Published by:News18 Gujarati
    First published:March 12, 2021, 14:58 pm

    ટૉપ ન્યૂઝ