Home /News /explained /Explained: વિદેશી પ્રાણીઓની તસ્કરી રોકવા માટેની કેન્દ્ર સરકારની એડવાઈઝરી કેમ મહત્ત્વની? શા માટે તે જરૂરી છે?
Explained: વિદેશી પ્રાણીઓની તસ્કરી રોકવા માટેની કેન્દ્ર સરકારની એડવાઈઝરી કેમ મહત્ત્વની? શા માટે તે જરૂરી છે?
વિદેશી પ્રાણીઓની તસ્કરી
trafficking in exotic animals : દેશમાં તસ્કરી કરવામાં આવેલ વિદેશી પ્રજાતિઓને રોકવા માટે ભારતીય કાયદાઓ મજબૂત હોવા જરૂરી છે. કાયદા મજબૂત ના હોવાને કારણે તસ્કરો તેનો ફાયદો ઉઠાવીને જાનવરોની તસ્કરી કરે છે.
કોવિડ 19ના પ્રકોપના કારણે ગેરકાયદાકીય વન્યજીવ વેપાર અને ઝૂનોટીક રોગો વિશે સમગ્ર દુનિયામાં ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે. ત્યારે પર્યાવરણ, વન અને જળવાયુ પરિવર્તન મંત્રાલયે જૂન 2020માં વિદેશી પ્રજાતિઓની આયાત અને પઝેશન પ્રક્રિયાને સુવ્યવસ્થિત બનાવવા માટે એડવાઈઝરી જાહેર કરી હતી. સુપ્રીમ કોર્ટે આ એડવાઈઝરી જાળવી રાખી છે. ત્યારે મંત્રાલયે જણાવ્યું છે કે, વિદેશી જીવિત પ્રજાતિની આયાત કરતા લોકોએ વોલંટરી ડિસક્લોઝર કરવાનું રહેશે.
એકઝોટીક પ્રજાતિ એટલે શું?
મંત્રાલય અનુસાર મૂળ સ્થાન પરથી અન્ય સ્થળ પર લઈ જવામાં આવે તેને એકઝોટીક પ્રજાતિ અથવા વનસ્પતિ કહેવામાં આવે છે. ધ હિંદુ અનુસાર પક્ષીઓ, સરિસૃપ, નાના સ્તનધારી પ્રાણીઓ, માછલીઓ અને વનસ્પતિની વિદેશી પ્રજાતિ આયાત કરવામાં આવે છે.
મંત્રાલયે વિદેશી જીવિત પ્રજાતિને ‘જંગલી જીવ અને વનસ્પતિઓની લુપ્તપ્રાય પ્રજાતિઓ (CITES) માં ઈન્ટરનેશનલ ટ્રેડ સંમેલનના પરિશિષ્ટ I, II અને III હેઠળ જાનવરો તરીકે પરિભાષિત કર્યા છે.’ (CITES પરિશિષ્ટ I- કોઈ વેપાર કરવામાં આવતો નથી, પરિશિષ્ટ II- અગાઉથી મંજૂરી લઈને વેપાર કરી શકાય છે, પરિશિષ્ટ III-મોટી સંખ્યામાં પશુ અને પક્ષીનો વેપાર કરી શકાય છે.)
મંત્રાલયે આ પ્રકારનો નિર્ણય શા માટે કર્યો?
ભારતમાં અનેક લોકો પાસે લુપ્તપ્રાય પ્રજાતિઓમાં ઈન્ટરનેશનલ ટ્રેડ કન્વેન્શન છે, પરંતુ રાજ્ય અથવા કેન્દ્રીય સ્તરે પ્રજાતિઓની માહિતી નથી.
એડવાઈઝરીમાં શું કહેવામાં આવ્યું છે?
પર્યાવરણ મંત્રાલય આગામી 6 મહિનામાં વોલંટરી ડિસક્લોઝરથી આ પ્રકારની પ્રજાતિધારકો પાસેથી પશુઓ અંગેની જાણકારી મેળવશે. જાનવરો, તેમના બાળકની સાથે સાથે આયાત અને એક્સચેન્જ માટે પણ રજિસ્ટ્રેશન કરવામાં આવશે. જેનાથી પ્રજાતિઓનું યોગ્ય મેનેજમેન્ટ થઈ શકશે અને પ્રજાતિ ધારકોને ચિકિત્સા સારસંભાળ, આવાસ અને પશુઓ માટે અન્ય બાબતોનું માર્ગદર્શન આપવામાં આવશે. વિદેશી જાનવરોનો આ ડેટાબેઝ ઝુનોટીક રોગ નિયંત્રણ તથા મેનેજમેન્ટમાં પણ મદદરૂપ સાબિત થશે.
મંત્રાલયે જણાવ્યું છે કે, એડવાઈઝરી જાહેર થયાના છ મહિનામાં જ જાહેરાત કરવામાં આવી હોય તો જાહેરાતકર્તાએ જીવિત પ્રજાતિઓ અંગે કોઈપણ ડોક્યુમેન્ટ રજૂ કરવાની જરૂરિયાત નહીં રહે. છ મહિના બાદ કોઈ જાહેરાત કરવામાં આવે તો જાહેરાતકર્તાએ તમામ કાયદા અને રેગ્યુલેશન હેઠળ ડોક્યુમેન્ટેશન માટેની પ્રોસેસ કરવાની રહેશે.
વિદેશી પશુ ધરાવતા લોકોએ રજિસ્ટ્રેશન પ્રોસેસ પૂર્ણ કરવા માટે www.parivesh.nic.in પર જવાનું રહેશે અને એક રિક્વિઝીટ ફોર્મ ભરવાનું છે. ઈનસાઈટ ઓન ઈન્ડિયા અનુસાર જે વ્યક્તિ જીવિત વિદેશી પશુ આયાત કરવાની કોશિશ કરે છે તેમણે લાયસન્સ માટે ડાયરેક્ટોરેટ જનરલ ઓફ ફોરેન ટ્રેડ (DGFT) ને અરજી કરવાની રહેશે.
આયાતકારે અરજીની સાથે રાજ્યના ચીફ વાઈલ્ડ લાઈફ વોર્ડન (CWLW)નું નોન ઓબ્જેક્શન સર્ટીફિકેટ પણ રજૂ કરવાનું રહેશે.
એડવાઈઝરીનું મહત્વ (Implications and significance of advisory)
ઈન્ડિયાસ્પેન્ડ દ્વારા પ્રકાશિત થયેલ એક રિપોર્ટ અનુસાર એડવાઈઝરી જાહેર થયા બાદ વોલંટરી ડિસક્લોઝર યોજનાની તારીખ 15 માર્ચ 2021 સુધી કરી દેવામાં આવી હતી. 30 હજારથી વધુ ભારતીયોએ એમ્નેસ્ટી યોજના માટે અરજી કરી હતી.
ઈનસાઈટ ઓન ઈન્ડિયા અનુસાર આ એડવાઈઝરી પ્રજાતિઓના મેનેજમેન્ટમાં મદદ કરશે. ઉપરાંત મેડિકલ સારવાર, આવાસ અને તથા અન્ય બાબતો માટે માર્ગદર્શન આપશે.
વિદેશી જાનવરોનો ડેટાબેઝ ઝૂનોટીક રોગના નિયંત્રણાં પણ મદદરૂપ થશે.
ધ હિંદુ સાથે વાત કરનાર નિષ્ણાંતોએ આ નિર્ણયને સરાહનીય ગણાવ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, આ એડવાઈઝરી હેઠળ એક એવી પ્રક્રિયા તૈયાર કરવામાં આવશે, જ્યાં તમામ આયાત થયેલ પશુઓની તપાસ કરવામાં આવશે.
વાઈલ્ડ લાઈફ ક્રાઈમ પ્રિવેન્શન યુનિટ ફોર વાઈલ્ડલાઈફ ટ્રસ્ટ ઓફ ઈન્ડિયાના હેડ જોસ લુઈસે ધ હિંદુને આ અંગે જાણકારી આપી છે. તેમે જણાવ્યું છે. આ નિર્ણયને કારણે વન્યજીવ વેપારમાં અડચણ ઊભી થઈ રહી છે. આક્રમક પ્રજાતિઓ અને ઈકોલોજીકલ અસંતુલનને કારણે એક્ઝોટીક્સ આપણા માટે એક નડતરરૂપ સમસ્યા છે.
તેમણે વધુમાં જણાવ્યું કે, પહેલી વાર રાજ્ય વન વિભાગ દ્વારા CITES પરિશિષ્ટમાં સૂચિબદ્ધ જાનવરોની તપાસ કરવામાં આવશે. અગાઉ આ તપાસ માત્ર કસ્ટમ ઓફિસર સુધી જ સીમિત હતું કે, CITES નિયમ અનુસાર જાનવરની આયાત કરવામાં આવી રહી છે કે નહીં.
ગેરકાયદાકીય રીતે પાળતુ પ્રાણીઓના બિઝનેસને કંટ્રોલ કરવા માટેનું આ પ્રથમ પગલું છે. અત્યાર સુધી પાળતુ પ્રાણીઓની દુકાન પર વન અધિકારીઓનું કોઈ નિયંત્રણ નહોતું. માલિકો જણાવતા હતા કે, તે ભારતીય પ્રજાતિ નથી આ કારણોસર આ પ્રજાતિ વન્યજીવ સંરક્ષણ અધિનિયમ હેઠળ આવતી નથી.
ભારતમાં જાનવરોની તસ્કરી
મોંગાબે અનુસાર અનેક પ્રયાસો કરવા છતાં પણ ભારતમાં વન્યજીવની તસ્કરી કરવામાં આવી રહી છે.
હિન્દુસ્તાન ટાઈમ્સ અનુસાર જૂનમાં નોર્થ બેંગાલના જલપીગુડી જિલ્લામાંથી ત્રણ કાંગારૂઓને બચાવવામાં આવ્યા હતા. કાંગારૂઓને ભારતમાં કેવી રીતે લાવવામાં આવ્યા? તે અંગે તપાસ કરવામાં આવી રહી છે.
ભારતની CITES મેમ્બરશીપ સાથે સાથે વન્યજીવ સંરક્ષણ એક્ટ-1972 જાનવરોની તસ્કરી રોકવામાં નિષ્ફળ નિવડ્યો છે.
વન્યજીવ નિષ્ણાંતોની વેબસાઈટે જણાવ્યું કે, દેશમાં તસ્કરી કરવામાં આવેલ વિદેશી પ્રજાતિઓને રોકવા માટે ભારતીય કાયદાઓ મજબૂત હોવા જરૂરી છે. કાયદા મજબૂત ના હોવાને કારણે તસ્કરો તેનો ફાયદો ઉઠાવીને જાનવરોની તસ્કરી કરે છે.
વર્લ્ડ વાઈલ્ડલાઈફ ફંડ (WWF) અનુસાર ડ્રગ્સની તસ્કરી, માનવ તસ્કરી અને કાઉન્ટફેઈટીંગ બાદ વન્યજીવ તસ્કરી ચોથા નંબરે આવે છે. દર વર્ષે £15 બિલિયનની તસ્કરી કરવામાં આવે છે.
ભારત વન્યજીવ તસ્કરી મામલે ટોપ 20 દેશોમાં અને હવાઈ માર્ગથી વન્યજીવની તસ્કરીના મામલે ટોપ 10 દેશોમાં સામેલ છે.
ઈન્ડિયન એક્સપ્રેસ અનુસાર UN પર્યાવરણ પ્રોગ્રામ (UNEP) જણાવે છે કે, હાથીના દાંત, પેંગોલીનના સ્કેલ, વાઘની ચામડી, ભારતીય કાચબા તથા અન્ય વન્યજીવના અંગો ભારતીય એરપોર્ટ પરથી જપ્ત કરવામાં આવ્યા છે.
2020 વર્લ્ડ વાઈલ્ડલાઈફ રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, વર્ષ 1999 અને વર્ષ 2018 દરમિયાન વિદેશી વનસ્પતિ અને વન્યજીવની 6,000 અલગ અલગ પ્રજાતિ જપ્ત કરવામાં આવી હતી.
વન્યજીવ વેપાર મોનિટરીંગ એજન્સી UNEPના પાર્ટનર ટ્રેફિકના રિપોર્ટ પરથી જાણવા મળ્યું છે કે, વર્ષ 2011 અને વર્ષ 2020 સુધીમાં 18 ભારતીય એરપોર્ટ પરથી 70,000થી વધુ ભારતીય અને વિદેશી જાનવરો અને તેમના ડેરિવેટિવની તસ્કરી કરવામાં આવી હતી.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર