Home /News /explained /

Explained: 100 વર્ષ સુધી પૃથ્વી પર એસ્ટરોઇડ એપોફિસ ત્રાટકવાનો કોઈ ખતરો નથી, જાણો કારણ

Explained: 100 વર્ષ સુધી પૃથ્વી પર એસ્ટરોઇડ એપોફિસ ત્રાટકવાનો કોઈ ખતરો નથી, જાણો કારણ

પ્રતીકાત્મક તસવીર

નાસાના મત મુજબ એપોફિસ 2029 અને 2036ના સમયગાળામાં પૃથ્વીની નજીકથી નીકળે તેવો ભય હતો. પરંતુ બાદમાં તેમણે આ વાતને નકારી કાઢી હતી

નવી દિલ્હી. આપણી આકાશગંગામાંથી રોજ અનેક ઉલ્કાઓ (Asteroid) પસાર થાય છે. પૃથ્વી (Earth) તરફ આવતી ઉલ્કાઓ વાતાવરણ પસાર થતા બળીને ખાક થઈ જાય છે, જેથી પૃથ્વીને તેનો ખતરો નથી. નાસા (NASA)એ પણ આગામી 100 વર્ષોમાં ઉલ્કાખંડ એપોફિસ (Apophis)થી ખતરો ન હોવાનો મત વ્યક્ત કર્યો છે.

આ ઉલ્કાપિંડનું નામ ઇજિપ્તના અંધાધૂંધી અને અંધકારના પ્રાચીન દેવતાના નામ પરથી એપોફિસ (Apophis) નામ રાખવામાં આવ્યું છે. જેને 2004માં શોધી કાઢવામાં આવ્યો હતો. તે સમયે આ ઉલ્કા પૃથ્વી ઉપર ત્રાટકે તેવો ભય વ્યક્ત કરવામાં આવ્યો હતો.

એપોફિસનું કદ છે ખૂબ વિશાળ

એપોફિસનું કદ 340 મીટર જેટલું છે. એકંદરે તે સુએજમાં તાજેતરમાં ફસાયેલા જહાજ એવરગીવન (Ever Given) જેટલો છે. તેની લંબાઈ 400 મીટર છે અને 200 મીટર પહોળાઈ છે.

નાસાના મત મુજબ એપોફિસ 2029 અને 2036ના સમયગાળામાં પૃથ્વીની નજીકથી નીકળે તેવો ભય હતો. પરંતુ નાસાએ ત્યારબાદ આ વાતને નકારી કાઢી હતી. જો કે ત્યારબાદ આ ઉલ્કા 2068માં ટકરાય તેવી શંકા હતી. ચાલુ વર્ષે આ વર્ષે 5 માર્ચના રોજ પૃથ્વીની 17 મિલિયન કિલોમીટર નજીકથી પસાર થયો હતો. આ વિગતોના આધારે વૈજ્ઞાનિકઓ દ્વારા સૂર્યની આસપાસના એસ્ટરોઇડની ભ્રમણકક્ષાનો વિગતવાર અભ્યાસ કરાયો હતો. આ અભ્યાસમાં રડાર ઑબસર્વેશન ઉપયોગ કર્યો હતો.

બે ટેલિસ્કોપ પદ્ધતિનો ઉપયોગ થયો

એપોફિસની ગતિને માપવા માટે ખગોળશાસ્ત્રીઓએ કેલિફોર્નિયા (California)ના બર્સ્ટો નજીક ડીપ સ્પેસ નેટવર્કના ગોલ્ડસ્ટોન ડીપ સ્પેસ કમ્યુનિકેશન્સ કોમ્પ્લેક્સમાં 70-મીટર રેડિયો એન્ટેનાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ સંશોધનમાં વેસ્ટ વર્જિનિયામાં 100 મીટર ગ્રીન બેંક ટેલિસ્કોપનો ઉપયોગ પણ કરવામાં આવ્યો હતો. બંને પદ્ધતિથી સિગ્નલની તાકાત બમણી થઈ હતી. આ સિગ્નલ પરના તારણોના આધારે સંશોધકોએ 2068 સુધી ઉલ્કાનો કોઈ ખતરો નથી તેવું જાણવા મળ્યું હતું.

નાસાના સેન્ટર ફોર નિયર અર્થ ઓબ્જેક્ટ સ્ટડીના નિવેદમાં જણાવાયું હતું કે, 2068માં પણ પૃથ્વી અને આ ઉલ્કાપિંડ વચ્ચે ટક્કરની કોઈ શકયતા નથી. આગામી 100 વર્ષ સુધી આ ઉલ્કાથી પૃથ્વીને કોઈ ખતરો નથી તેવું ફલિત થાય છે.

આ પણ વાંચો, રેડક્લિફ બર્થડે: જેને નકશા અંગે પણ નહોતી ખબર, તેણે ખેંચી ભારત-પાક વિભાજનની રેખા

તાજેતરના ઓપ્ટિકલ અવલોકન અને રડારથી નિરીક્ષણોના આધારે અનેક બાબતો સામે આવી હતી. 2029ની ગણતરી મુજબ એપોફિસના ભ્રમણકક્ષા સેંકડો કિલોમીટરથી ઘટીને માત્ર થોડાક કિલોમીટર સુધી પહોંચી છે. 2029માં ઉલ્કાની સ્થિતિનું મોટા પ્રમાણમાં સુધારો જોવા મળશે.

2029માં પૃથ્વીની નજીકથી મસમોટો એસ્ટરોઇડ પસાર થશે

પૃથ્વી પર સીએનઇઓએસ દ્વારા “રિસ્ક લિસ્ટ” તૈયાર કરવામાં આવ્યું છે. જેમાં પૃથ્વીની નજીકના ભ્રમણકક્ષાવાળા તમામ એસ્ટરોઇડ્સ શામેલ છે. આગામી 2029માં મસમોટો એસ્ટરોઇડ પૃથ્વી નજીકથી ફરીથી પસાર થશે. આ ઉલ્કા ખૂબ નજીકથી નીકળશે. આ ઉલ્કા પૃથ્વી અને ચંદ્ર વચ્ચેના કુલ અંતરનો માત્ર દસમો ભાગ એટલે કે, 32,000 કિલોમીટર જેટલી નજીકથી નીકળશે.આ એસ્ટ્રોઇડ એશિયા, આફ્રિકા અને યુરોપના ભાગોમાં દૂરબીન અથવા ટેલિસ્કોપ વગર નરી આંખે જોઈ શકાશે.

એસ્ટરોઇડ એટલે કે ઉલ્કા છે શું? તેના કેટલા પ્રકાર છે?

એસ્ટરોઇડ એટલે એક એવો ખડક પદાર્થ જે સૂર્યની આસપાસ ભ્રમણ કરે છે. સામાન્ય રીતે તે ગ્રહો કરતા નાના હોય છે. તેમને લઘુ ગ્રહો પણ કહેવામાં આવે છે. નાસા મુજબ આકાશગંગામાં લગભગ 994,383 એસ્ટરોઇડ્સ છે.
એસ્ટરોઇડ્સ ત્રણ પ્રકારના હોય છે. પ્રથમ પ્રકારના ઉલ્કામાં મંગળ અને ગુરુ વચ્ચેના પટ્ટામાં જોવા મળતા એસ્ટરોઇડ્સનો સમાવેશ થાય છે. આ પટ્ટામાં આશરે 1.1-1.9 મિલિયન એસ્ટરોઇડ્સ હોવાનો અંદાજ છે.

આ પણ વાંચો, માત્ર 15,000 રૂપિયામાં શરૂ કરો તુલસીની ખેતી, થશે લાખો રૂપિયાની કમાણી

એસ્ટરોઇડ્સના બીજા પ્રકારને ટ્રોજન કહેવાયછે, જે મોટા ગ્રહોની ભ્રમણકક્ષામાં જોવા મળે છે. પૃથ્વી ઉપરાંત ગુરુ, નેપ્ચ્યુન અને મંગળ નજીક ટ્રોજનની હાજરી હોવાનું 2011માં જાણવા મળ્યું હતું.

ત્રીજા પ્રકારને નિયર અર્થ એસ્ટરોઇડ્સ તરીકે ઓળખવામાં આવે છે. આ ઉલ્કા પૃથ્વીની નજીકથી પસાર થાય છે. તેમને અર્થ-ક્રોસર્સ પણ કહેવામાં આવે છે. સામાન્ય રીતે આવા 10,000થી વધુ એસ્ટરોઇડ્સ હોવાનું કહેવાય છે. જેમાંથી 1,400થી વધુ સંભવિત રીતે જોખમી એસ્ટરોઇડ્સની વ્યાખ્યામાં મુકાયા છે.
First published:

Tags: Apophis, Asteroid, Earth, Explained, Nasa, Science

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन