સમગ્ર વિશ્વ કોરોના મહામારીનો (Covid-19 Pandemic) સામનો કરી રહ્યું છે. આ પરિસ્થિતિમાં મેલેરિયાની રસી (Malaria Vaccine) બનાવવામાં આવી છે. કોવિડ-19ના કારણે સમાજ (Society), સ્વાસ્થ્ય પ્રણાલી (Health Infrastructure) અને અર્થવ્યવસ્થા (Economy) પર અસર પડી છે. મેલેરિયાની સમગ્ર વિશ્વ ઘણા સમયથી અસર થઈ રહી છે.
વેક્સીન શું છે?
RTS,S/AS01 વેક્સીન, જેનું બ્રાન્ડ નામ Mosquirix છે. આ વેક્સીન યુ.કે. સ્થિત ફાર્મા મેજર GSK દ્વારા બનાવવામાં આવી છે. વિશ્વ સ્તર પર સૌથી ઘાતક બિમારી મેલેરિયાની સૌથી અધિક અસર આફ્રિકામાં જોવા મળી રહી છે. મેલેરિયાને નાબૂદ કરવા માટે આ વેક્સીન વિકસિત કરવામાં આવી છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO) જણાવે છે કે, આ વેક્સીનથી ‘બાળકોને મેલેરિયા સામે રક્ષણ મળે છે.’
પી.ફાલ્સીપેરમ માધ્યમથી ઉચ્ચ ટ્રાન્સમિશનવાળા ક્ષેત્રોમાં રહેનાર બાળકોમાં તેનો ઉપયોગ કરવાની WHOએ ઓક્ટોબર 2021માં ભલામણ કરી છે. 30થી વધુ વર્ષોથી આ વેક્સીન વિકસિત કરવામાં આવી રહી હતી. વેક્સીન નિર્માતાઓએ વર્ષ 2015માં ટ્રાયલ રિપોર્ટનો ફેઝ-3 રજૂ કર્યો હતો. ત્યારબાદ WHOએ ઘાના, મલાવી અને કેન્યાના ત્રણ આફ્રિકી દેશોમાં આ પાયલટ પ્રોજેક્ટ લોન્ચ કર્યો. આ પાયલોટ હેઠળ 2019થી અત્યાર સુધીમાં 8 લાખ બાળકોને આવરી લેવામાં આવ્યા છે. ત્યારબાદ જે પરિણામ પ્રાપ્ત થયા છે, તેના પરથી વેક્સીનને WHO તરફથી મંજૂરી આપવામાં આવી છે.
વૈશ્વિક આરોગ્ય વિભાગે જણાવ્યું કે, RTS,S ‘પહેલી મેલેરિયા વેક્સીન છે, જેણે ક્લિનિકલ ડેવલોપમેન્ટ પ્રક્રિયા પૂર્ણ કરી છે’, ઉપરાંત તેમણે વધુમાં જણાવ્યું કે વેક્સીનને “stringent" યૂરોપિયન મેડિસિન એજન્સી પાસેથી યોગ્ય અભિપ્રાય મળ્યો છે.
સમગ્ર વિશ્વ અને ભારતમાં મેલેરિયાની કેવી ગંભીર સમસ્યા જોવા મળી રહી છે? મેલેરિયા એક જીવલેણ બિમારી છે. ઈન્ફેક્ટેડ માદા એનાફિલીસ મચ્છર કરડવાથી મેલેરિયા થાય છે. ઈલાજની મદદથી આ બિમારીને રોકી શકાય છે. વર્ષ 2019માં 23 કરોડ લોકોને મેલેરિયા થયો હતો અને લગભગ 4 લાખ લોકોના મૃત્યુ થયા હતા.
WHO જણાવે છે કે, ‘આફ્રિકામાં મેલેરિયાના સૌથી અધિક કેસ જોવા મળ્યા હતા.’ સમગ્ર વિશ્વમાં વર્ષ 2019માં મેલેરિયાના 94 ટકા કેસ જોવા મળ્યા હતા. આ બિમારી મોટાભાગે બાળકોમાં જોવા મળે છે, સૌથી વધુ 5 વર્ષથી ઓછી ઉંમરના બળકો પર તેની અસર થાય છે. સમગ્ર વિશ્વમાં મેલેરિયાને કારણે 2.74 લાખ બાળકોના મૃત્યુ થયા હતા.
WHOએ વર્લ્ડ મેલેરિયા રિપોર્ટ 2020નો હવાલો આપતા જણાવ્યું કે, કેન્દ્રિય સ્વાસ્થ્ય મંત્રાલયે ગયા વર્ષે ડિસેમ્બરમાં જણાવ્યું હતું કે, ‘ભારતમાં મેલેરિયાના કેસમાં ઘટાડો જોવા મળ્યો છે, જે 20 મિલિયનથી ઘટીને 6 મિલિયન થયા છે.’ વર્ષ 2000થી 2019ની વચ્ચે મેલેરિયાના કેસમાં 71.8 ટકા અને મેલેરિયાથી થતા મૃત્યુના કેસમાં 73.9 ટકાનો ઘટાડો નોંઘાયો છે.
વેક્સીન કેવી રીતે કામ કરે છે?
RTS,S વેક્સીન પ્રોટીન આધારિત વેક્સીન છે, જે શરીરમાં રોગ સામે લડવા માટે રોગ પ્રતિકારક શક્તિને મજબૂત કરવા માટે એન્ટીબોડી ઉત્પન્ન કરે છે. જે પેથાગોનના સ્પેસિફિક પિસીસને ઈન્સર્ટ કરવા પર આધાર રાખે છે અને તેને શુદ્ધ કરે છે. આ સ્પેસિફિક પિસીસને ઈમ્યુન સેલને સ્ટીમ્યુલેટ કરવા માટે પસંદ કરવામાં આવે છે, જે બિમારી ઉત્પન્ન કરી શકતા નથી. આ કારણોસર સબયૂનિટ વેક્સીનને સુરક્ષિત માનવામાં આવે છે.
RTS,S વેક્સીનના ચાર ડોઝ લેવાના રહે છે. વેક્સીનનો પહેલો ડોઝ 5 મહિનાની ઉંમરે આપવામાં આવે છે. બીજો ડોઝ છઠ્ઠા મહિને અને ત્રીજો ડોઝ સાતમા મહિને આપવામાં આવે છે. છેલ્લો ડોઝ 18માં મહિને આપવામાં આવે છે.
WHOએ જણાવ્યું કે ત્રણ દેશના પાયલટના બે વર્ષના આંકડા પરથી જાણવા મળે છે કે બે તૃતિયાંશથી અધિક બાળકોને આ વેક્સીન આપવામાં આવી હતી. વેક્સીનથી બાળકોમાં મેલેરિયાની ગંભીર બિમારી થવાનો 30 ટકા ઘટાડો થયો છે. આ વેક્સીન એવા બાળકોને આપવામાં આવી હતી, જ્યાં મચ્છરદાનીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો અને યોગ્ય સારવાર ઉપલબ્ધ હતી.
મેલેરિયાની વેક્સીન બનવામાં આટલો વધુ સમય શા માટે લાગ્યો?
WHO ગ્લોબલ મેલિરિયા પ્રોગ્રામના ડાયરેક્ટર પેડ્રો અલોંસોએ જણાવ્યું કે, આરોગ્ય નિષ્ણાંતો 100 વર્ષથી વધુ સમયથી મેલેરિયા વેક્સીન શોધી રહ્યા છે. વેક્સીન બનાવનાર GSKએ જણાવ્યું કે, તે વિકાસ પર આધારિત છે. 30 વર્ષથી આ વેક્સીન બનાવવામાં આવી રહી હતી, તે 6 વર્ષ પહેલા અસરકારક સાબિત થઈ. હવે આ વેક્સીનને મંજૂરી આપવામાં આવી છે.
મેલેરિયા પરોપજિવી જીવાણુંને કારણે થાય છે, આ કારણોસર તેની વેક્સીન બનાવવાનું સરળ નહોતું. અમેરિકી ડિસીઝ વોચડોગ અનુસાર, મેલેરિયાની વેક્સીન બનાવવામાં અનેક સમસ્યા સામે આવી છે- જેમાં બજારનો અભાવ, ડેવલપર્સની ઓછી સંખ્યા અને પરજીવી વિરુદ્ધ વેક્સીન બનાવવા અંગેની જટિલતા શામેલ છે.
મેલેરિયાના પરજિવીનું જીવન ચક્ર જટિલ હોય છે. આ પરજિવીના 100થી વધુ પ્રકાર છે.
RTS,S વેક્સીન પ્લાઝમોડિયમ ફાલ્સીપેરમ વેરાયટીને ટર્ગેટ કરે છે. આ બાબત આ આફ્રિકામાં ખૂબ જ સામાન્ય છે. પ્લાઝમોડિયમ વાયવેક્સ જેવી અન્ય વેરાયટી P.ફાલ્સીપેરમ પર આધારિત છે, જેના સૌથી વધુ કેસ ભારતમાં જોવા મળે છે. WHO જણાવે છે કે, આ વેક્સીન અન્ય પ્રકારના પરજિવી પર કામ નહીં કરે.
કેન્દ્રિય સ્વાસ્થ્ય મંત્રાલય અનુસાર ઓડિશા, છત્તીસગઢ, ઝારખંડ, મેઘાલય અને મધ્યપ્રદેશમાં વર્ષ 2019માં મેલેરિયાના 45.47 ટકા કેસ જોવા મળ્યા હતા અને ફાલ્સીપરમ મેલેરિયાના 70.54 ટકા કેસ જોવા મળ્યા હતા. પરજિવી જટિલતાને કારણે વેક્સીન નિર્માતાઓએ આ વેક્સીનની અસરકારકતા વધારવા માટે ખૂબ જ સંઘર્ષ કર્યો છે. RTS,S 40 ટકા અસરકારતા ધરાવે છે. જે પી.ફાલ્સીપેરમના કારણે થતા 10 મેલેરિયાના કેસમાંથી મેલેરિયાના 4 કેસ રોકી શકે છે.
વેક્સીન ક્યારે ઉપલબ્ધ થશે?
GSKએ જણાવ્યું કે, પાયલટ તરીકે ઉપયોગમાં લેવા માટે RTS,Sના 10 મિલિયન ડોઝ આપવામાં આવશે અને વાર્ષિક 1.5 કરોડ ડોઝ આપવામાં આવશે. આ વેક્સીનના ઉત્પાદનમાં ભારત મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. કારણ કે, કોવિડ -19 વેક્સીન કોવેક્સીન નિર્માતા ભારત બાયોટેક સાથે લાંબા ગાળાના ઉત્પાન માટે પ્રોદ્યોગિકી ટ્રાન્સફરમાં પ્રવેશ કર્યો છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર