Independence Day 2021: ભારતના પાડોશી દેશ ક્યારે ઊજવે છે સ્વતંત્રતા દિવસ?

Independence Day 2021: શું તમે જાણો છો ભારતના પડોશી દેશોને આઝાદી ક્યારે મળી? જાણો તમામ વિગતો

Independence Day 2021: શું તમે જાણો છો ભારતના પડોશી દેશોને આઝાદી ક્યારે મળી? જાણો તમામ વિગતો

  • Share this:
(ભાગ્યશ્રી સિંહ)

ભારતમાં દર વર્ષે 15 ઓગસ્ટના રોજ આઝાદી દિવસની ઊજવણી કરવામાં આવે છે. વર્ષ 1947ના આ સ્વર્ણિમ દિવસે ભારતને બ્રિટીશ હકૂમત (British Rule)થી આઝાદી મળી હતી. દરેક ભારતીય માટે આઝાદીનો આ અનુભવ ખૂબ જ સુખદ હતો, પરંતુ તેની સાથે સાથે વિભાજનનું દુખ પણ હતું. આઝાદીના એક દિવસ પહેલા ભારતનું વિભાજન કરીને પાકિસ્તાન બનાવવામાં આવ્યું. આ અધિનિયમ અનુસાર 15 ઓગસ્ટ 1947ના રોજ ભારત અને પાકિસ્તાન નામના બે અલગ દેશ બનાવવામાં આવશે અને તેમને બ્રિટીશ સરકાર સત્તા સોંપી દેશે. આ ભારતની આઝાદીની કહાની છે. ભારતના પાડોશી દેશોને ક્યારે આઝાદી મળી તેની અહીંયા જાણકારી આપવામાં આવી છે.

ભૂતાન:

ભૂતાન 17 ડિસેમ્બરના રોજ સ્વતંત્રતા દિવસની ઊજવણી કરે છે. ભૂતાનને થોડા સમય સુધી તિબેટના કામરૂપ શાસન હેઠળ રાખવામાં આવ્યું હતું. 17 ડિસેમ્બરના રોજ વાંગચુક વંશે ભૂતાનની સત્તા ફરી સંભાળી હતી. તે સમયથી અત્યાર સુધી ભૂતાન 17 ડિસેમ્બરના રોજ આઝાદીની ઊજવણી કરે છે.

આ પણ વાંચો, Navy Recruitment 2021: નેવીમાં ધોરણ-10 પાસ માટે વેકન્સી, 6 ઓગસ્ટ સુધીમાં કરો અરજી

પાકિસ્તાન:

ભારતની આઝાદીના એક દિવસ પહેલા વિભાજનના ભાગરૂપે પાકિસ્તાન બન્યું. પાકિસ્તાન 14 ઓગસ્ટ 1947ના રોજ અસ્તિત્વમાં આવ્યું હતું. 14 ઓગસ્ટ પાકિસ્તાનનો સ્વતંત્રતા દિવસ છે.

ચીન :

ચીન દર વર્ષે 1 ઓક્ટોબરના રોજ સ્વતંત્રતા દિવસની ઊજવણી કરે છે. વર્ષ 1949માં 1 ઓક્ટોબરના રોજ થિયાનમેન ચોકમાં સેન્ટ્રલ પીપુલ્સ ગવર્નમેન્ટનું ગઠન થયું હતું. સેન્ટ્રલ પીપુલ્સ ગવર્નમેન્ટની સ્થાપના પહેલા જ થઈ ગઈ હતી, પરંતુ સરકારના ગઠનના દિવસે ચીન તેમના સ્વતંત્રતા દિવસની ઊજવણી કરે છે.

આ પણ વાંચો, 650 ફુટની ઊંચાઈ પર વીડિયો બનાવી રહ્યો હતો સેલિબ્રિટી Youtuber, પગ લપસતાં સીધો પડ્યો મોતની ખીણમાં

બાંગ્લાદેશ:

બાંગ્લાદેશ દર વર્ષે 26 માર્ચના રોજ સ્વતંત્રતા દિવસની ઊજવણી કરે છે. વર્ષ 1971માં શેખ મુજીબુર રહમાને આઝાદીની ઘોષણા કરી હતી. આ દેશ પાકિસ્તાનનો હિસ્સો હતો. શેખ મુજીબુર રહમાને ઘોષણા કર્યા બાદ 9 મહિના સુધી આ કટ્ટર સંઘર્ષ ચાલ્યો હતો. આ લડાઈમાં બાંગ્લદેશને ભારત તરફથી સૈન્ય સહયોગ આપવામાં આવ્યો હતો. અંતમાં 26 માર્ચ 1971ના રોજ બાંગ્લાદેશે આઝાદી મેળવી હતી.

મ્યાનમાર:

મ્યાનમાર દર વર્ષે 4 જાન્યુઆરીના રોજ સ્વતંત્રતા દિવસની ઊજવણી કરે છે. ભારતના પાડોશી દેશ મ્યાનમારને 4 જાન્યુઆરી 1948ના રોજ આઝાદી મળી, તે સમયે મ્યાનમારનું નામ બર્મા હતું. મીડિયા રિપોર્ટ્સ અનુસાર સુભાષ ચંદ્ર બોઝની આઝાદ હિંદની ફોજ બર્માના રસ્તેથી ભારતમાં આવી હતી.
First published: