Home /News /explained /

Explained: શું તમે કોરોના પોઝિટિવ થઈને સાજા થઈ ગયા છો? જાણો શું ધ્યાન રાખશો

Explained: શું તમે કોરોના પોઝિટિવ થઈને સાજા થઈ ગયા છો? જાણો શું ધ્યાન રાખશો

પ્રતીકાત્મક તસવીર: Shutterstock

એકવાર પોઝિટિવ થયા પછી પણ રી-ઈન્ફેકશન થવાના ચાન્સ રહેલા છે. માટે નિષ્ણાત ડોક્ટરર્સ દ્વારા આપવામાં આવતી આ તમામ બાબતોનું પાલન કરવું આવશ્યક છે. 

અમદાવાદ: કોરોના વાયરસ (Coronavirus)નું સંક્રમણ વધી રહ્યું છે. વધતા કેસ વચ્ચે શું તમે કોરોનાથી સંક્રમિત થઈને સાજા થયા છો? જો હા, તો તમારે આ સમાચાર વાંચવા ખૂબ જરૂરી છે. કારણ કે કોરોના થયા બાદ નિષ્ણાત તબીબોએ સૂચવેલા ઉપાયો (Expert opinion) અંગે ધ્યાન રાખવું જરૂરી છે. એવું નથી કે કોરોનાથી એકવાર પોઝિટિવ (Positive) થયા પછી કોઈ તકલીફ નથી થતી. એકવાર પોઝિટિવ થયા પછી પણ રી-ઈન્ફેકશન (Coronavirus re-infection) થવાના ચાન્સ રહેલા છે. માટે નિષ્ણાત ડોક્ટરર્સ (Doctors) દ્વારા આપવામાં આવતી આ તમામ બાબતોનું પાલન કરવું આવશ્યક છે.

કોરોનાના કેસ ખૂબ જ તીવ્ર ગતિએ વધી રહ્યા છે. જેના પગલે આરોગ્ય વિભાગ કેસ કંટ્રોલ કરવા તમામ પ્રકારના પ્રયાસ હાથ ધરી રહ્યું છે. પરંતુ આ સમાચાર એ લોકો માટે છે, જેઓ કોરોના સંક્રમિત થઈને સાજા થઈ ગયા છે. કોરોના પોઝિટિવ થયા બાદ 14 દિવસના ક્વૉરન્ટીન પિરિયડમાં રહ્યા બાદ જ્યારે દર્દીનો રિપોર્ટ નેગેટિવ આવે છે ત્યારબાદ પણ 1 મહિના સુધી ડૉક્ટરનું ફોલોઅપ લેવું જરૂરી છે. કારણ કે એક વખત કોરોના થયા બાદ ફરીથી ચેપ લાગવાનો બનાવ પણ બનતા હોય છે. આવું ન થાય તે માટે સાવધાની જરૂરી છે.

આ પણ વાંચો: રાજકોટનો પ્રેરણાદાયી કિસ્સો: સમાચારને પ્રાધાન્ય આપવાના બદલે મીડિયાકર્મીએ કોરોના દર્દીની કરી મદદ

જાણીતા સિનિયર ફિજિશિયન ડૉ. પ્રવિણ ગર્ગ કહે છે કે, કોરોના પોઝિટિવ દર્દી સાજા થઈ ગયા બાદ પણ તેમના શરીરમાં કમજોરી અને અશક્તિ રહેતી હોય છે. કોરોના પોઝિટિવ થયા પછી જે વ્યક્તિના શરીરમાં ડી-ડાયમર વધી ગયું હોય, બ્લડમાં પ્રોટીન વધી ગયું હોય કે કોરોના દરમિયાન બ્લડ રિપોર્ટ ખરાબ આવ્યા હોય, CRP ખરાબ આવ્યા હોય તેઓનું નિયમિત ચેકઅપ થવું જરૂરી છે. જેનાથી આ તમામ વસ્તુ કંટ્રોલ થઈ કે નહીં તેની જાણ થાય છે.

આ પણ વાંચો:  અમદાવાદ: 'અહીં કેમ ઉભા છો? જતા રહો નહીં તો સારું નહીં થાય,' યુવકે પોલીસને ગાળો ભાંડી



આ પણ વાંચો: લૉકડાઉનમાં નોકરી ગુમાવતા BPO કંપનીમાં કામ કરતો યુવક બની ગયો મેલ એસ્કોર્ટ, પત્નીને ખબર પડી તો આવી આફત

કોરોનામાં ડૉકટરે લોહી પાતળું થવાની દવા આપી હોય તો તેઓએ તે દવા ચાલુ રાખવી જોઈએ. આ ઉપરાંત સજા થયેલા વ્યક્તિએ ખાવામાં લીલા શાકભાજી જેવો પૌષ્ટિક આહાર લેવો જોઈએ. આવી વ્યક્તિએ વધુ શારીરિક શ્રમ ન કરવો જોઈએ. આ ઉપરાંત કોરોનાના કારણે ફેંફસા પર 30 ટકા અસર થતી હોય છે. આથી યોગા, પ્રાણાયામ, શ્વાસોશ્વાસને લગતી કસરતો નિયમિત કરવી જોઈએ. આ લોકોને પૂરતો આરામ મળે તે માટે પૂરતી ઊંઘ લેવી જરુરી છે.
Published by:Vinod Zankhaliya
First published:

Tags: Coronavirus, COVID-19, Explained, અમદાવાદ, ડોક્ટર

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन