Home /News /explained /Explained : કાર્યસ્થળ પર સેક્યુઅલ હેરેસમેન્ટ કોને કહેવાય? જાણો શું છે તેને લગતા કાયદા

Explained : કાર્યસ્થળ પર સેક્યુઅલ હેરેસમેન્ટ કોને કહેવાય? જાણો શું છે તેને લગતા કાયદા

પ્રતિકાત્મક તસવીર

શું ભારતમાં કાર્યસ્થળ પર જાતીય સતામણી વિરુદ્ધ કોઈ કાયદો બનાવવામાં આવ્યો છે? વિશાખા ગાઇડલાઇન શું છે?

    Q. કાર્યસ્થળ પર જાતીય સતામણી એટલે શું?

    સેક્સ માટેની માંગણી, સેક્સ્યુઅલ ફેવર માટે આગ્રહ કરવો અથવા સેક્સ માટે બિભત્સ વર્તન કરવું, જેથી સામેની વ્યક્તિ શરમજનક પરિસ્થિતિમાં મુકાય. તેમજ ડરાવીને અને ધમકાવીને સેક્સ માટે મજબૂર કરવું. આ દરેક બાબતને જાતીય સતામણી કહેવાય છે.

    Q. શું ભારતમાં કાર્યસ્થળ પર જાતીય સતામણી વિરુદ્ધ કોઈ કાયદો બનાવવામાં આવ્યો છે?

    હા. ધ સેક્સ્યુઅલ હેરેસમેન્ટ ઓફ વુમેન એક્ટ, 2013.

    Q. વિશાખા ગાઈડલાઈન્સ શું છે?

    વર્ષ 1997માં સુપ્રીમ કોર્ટે વિશાખાના ઐતિહાસિક નિર્ણયના ભાગરૂપે કેટલાક મહત્વના નિર્દેશ જાહેર કર્યા હતા. જે કાર્યસ્થળ પર જાતીય સતામણી માટે 2013માં SHA અમલમાં આવે ત્યાં સુધી કાર્યરત કાયદો હતો. વિશાખા ગાઈડલાઈન્સના મુખ્ય સિદ્ધાંતો SHA પર આધારિત છે.

    Q. આ કાયદો કોના પર લાગુ થાય છે?

    આ કાયદો દરેક કાર્યસ્થળ પર કાર્ય કરતા કર્મચારીઓ પર લાગુ થાય છે.

    Q. કાર્યસ્થળ પર જાતીય સતામણી શું છે?

    · સ્પર્શ કરવો, ફિઝીકલ કોન્ટેક્ટ કરવો, ચુંબન કરવું અથવા પંપાળવું

    · સેક્સ માટે માંગણી કરવી

    · સેક્સ્યુઅલ નેચરમાં વાત કરવી, સેક્સ માટે વ્યંગ ભાષામાં વાત કરવી, કોઈ વ્યક્તિની સેક્સ લાઈફ વિશે વાત કરવી, પોર્ન જોવું, કોઈ મહિલા માટે ઉપર દર્શાવેલ મુદ્દાઓમાંથી કોઈપણ પ્રકારનું વાતાવરણ ઊભુ કરવું.

    Q. ઓફિસમાં ફ્લર્ટ કરવું તે જાતીય સતામણી ગણવામાં આવે છે?

    હા, તમારી મંજૂરી વગર જો તમારી સાથે ફ્લર્ટ કરવામાં આવે અને સેક્સ્યુઅલ કમેન્ટ કરવામાં આવે જેનાથી તમને અનકમ્ફર્ટેબલ ફીલ થાય, તેને જાતીય સતામણી ગણવામાં આવે છે.

    Q. ફરિયાદ કરવા પર ગોપનીયતા જળવાય છે?

    કાયદા અનુસાર પીડિત મહિલાની અને સાક્ષીની ઓળખ જાહેર કરવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.

    Q. કાયદા અનુસાર કર્મચારીના હક શું છે?

    · કાર્ય સ્થળ પર સુરક્ષિત વાતાવરણનો હક

    · જો કોઈ મહિલા ફરિયાદ દાખલ કરે છે તો તેને સહાય કરવી, ફરિયાદ અંતર્ગત પૂછપરછ માટે ઈન્ટનલ કમિટી અને સ્થાનિક કમિટીને આવશ્યક સુવિધાઓ આપવી.

    Q. કાયદા હેઠળ શું સજા આપવામાં આવે છે?

    જે પણ વ્યક્તિએ કાર્યસ્થળ પર જાતીય સતામણીનું કૃત્ય કર્યું છે તેને IPC ધારા 509 અંતર્ગત 3 વર્ષની જેલની સજા આપવામાં આવે છે અથવા દંડ ભરવાનો રહે છે અથવા બંને સજા આપવામાં આવે છે.

    Q. શું પુરુષ મહિલા સામે જાતીય સતામણીની ફરિયાદ નોંધાવી શકે?

    આ કાયદો માત્ર મહિલા સાથે જાતીય સતામણી માટે બનાવેલ છે.
    First published:

    Tags: Explained, Prachi Mishra, Sexual harassment