Explained : Coronaમાંથી સાજા થયા બાદ થઈ રહેલી બીમારી મ્યુકોમાઇરોસીસ શું છે? બચવા માટે શું કાળજી રાખશો

પ્રતિકાત્મક તસવીર

Mucormycosis in Gujarat : રાજ્ય સરકારે બધી સિવીલ હૉસ્પિટલોમાં (Civil Hospital) ખાસ કરીને અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ભાવનગર, જામનગરમાં આ રોગના સંક્રમિતો માટે અલાયદા વોર્ડસ શરૂ કરવાનો નિર્ણય કર્યો છે

 • Share this:
  અમદાવાદ : રાજ્યમાં વધતા જતા મ્યુકોમાયરોસીસ (Mucormycosis) રોગના નિયંત્રણ તેમજ આ રોગ થી સંક્રમિત થનારા દર્દીઓની સારવાર માટે સરકારે કમર કસી છે. રાજ્યમાં કોરોનામાંથી (Coronavirus) સાજા થયેલા દર્દીઓમાં આ રોગનું પ્રમાણ વધી રહ્યું છે જેના કારણે સરકારે રાજ્ય સરકારે બધી સિવીલ હૉસ્પિટલોમાં (Civil Hospital) ખાસ કરીને અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ભાવનગર, જામનગરમાં આ રોગના સંક્રમિતો માટે અલાયદા વોર્ડસ શરૂ કરવાનો નિર્ણય કર્યો છે

  રાજ્યમાં રાજ્ય સરકાર દ્વારા મ્યુકોમાયરોસિસ ની સારવાર માટે રૂ. 3 કરોડ 12 લાખના ખર્ચે એમ્ફોટિસીરીન B 50 Mgના 5000 ઇન્જેકશન ખરીદવા ઓર્ડર આપી દેવાયો છે. સમગ્ર રાજ્યમાં મ્યુકોમાયરોસીસના આવા 200થી વધુ જેટલા કેસો નોંધાયા હોવાની શક્યતા છે.

  આ પણ વાંચો : રાજકોટ : મધર્સ ડેના દિવસે ઘરે આવ્યો દીકરીનો મૃતદેહ, પુત્ર અને પતિ બાદ પુત્રીનું પણ મોત

  અમદાવાદ સિવીલ હોસ્પીટલમાં મ્યુકોમાયરોસિસ ના સંક્રમિતોની સારવાર માટે 60-60 બેડ સાથેના બે અલાયદા વોર્ડ શરૂ કરાયા છે અને 19 જેટલા દર્દીઓને ત્યાં સારવાર આપવામાં આવી રહી છે.

  શું છે કોરોના બાદ થતો આ ફુગજન્ય રોગ

  જવલ્લે જ જોવા મળતો મ્યુકરમાઈકોસિસ ફુગથી થતો ગંભીર રોગ છે. મ્યુકરમાઈકોસિસ ફૂગ જીવસૃષ્ટિમાં બધે જ જોવા મળે છે ખાસ કરીને માટીમાં વધુ જોવા મળે છે.  મ્યુકરમાઈકોસિસ ફૂગ માનવ શરીરમાં શ્વાસ કે ત્વચા પરના ઘા થકી પ્રવેશે છે. રોગપ્રતિકારક શક્તિ ઓછી હોય તેવી વ્યક્તિમાં પ્રવેશેલી મ્યુકરમાઇકોસિસની ફૂગ શરીર પર હાવી થઈ જાય છે અને પ્રસરવા લાગે છે.

  આ પણ વાંચો : ગઢડા : પ્રણય ત્રિકોણમાં મિત્રએ જ મિત્રની હત્યા કરી, ગળે ટૂંપો આપી મૃતદેહ કૂવામાં ફેંકી દીધો

  સારવારમાં તાત્કાલિક ધોરણે નાક અને સાયનસનું દૂરબિન વડે ઓપરેશન કરી debridement કરી ફંગસ દૂર કરવામાં આવે છે અને ત્યારબાદ બાયોપ્સી તપાસ કરવામાં આવે છે. દર્દીને એન્ટી ફંગલ દવાઓ જેવી કે, inj amphotericin B, inj isavuconazole, inj posaconazole જેવી લાંબો સમય આપવા પડે છે.
  જે દર્દીઓને કોરોના થયેલ હોય અને તેને ડાયાબિટીસ હોય અને જેની રોગપ્રતિકારક શક્તિ ખુબજ ઓછી છે. અહેવાલો મુજબ આ સારવાર માટેના ઇન્જેક્શન પણ 5-7 હજાર રૂપિયા સુધીના હોય છે.

  કોને જોખમ છે

  હાઇ રિસ્ક ગ્રુપના વ્યક્તિ જેવા કે અનકંટ્રોલડ ડાયાબીટીઝ, કેન્સર , ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ કરાવ્યું હોય, ડ્રગનું સેવન કરનાર, લાંબા સમયથી સ્ટિરોઇડ આપવામાં આવતું હોય, ભેજવાળો ઓક્સિજન લઇ રહ્યા હોય, કુપોષિત, અવિકસીત નવજાત બાળક, સ્ટેમસેલ ટ્રાન્સપ્લાન્ટ કરાવી હોય, ત્વચા પરની કોઈ સર્જરી- ઘા કે દાઝેલી ત્વચા વાળી વ્યક્તિને મ્યુકરમાઈકોસિસ રોગ થવાની સંભાવના વધુ છે.

  આ પણ વાંચો : સુરત : સૌરાષ્ટ્રમાં Corona વકરતા ઉદ્યોગપતિઓ-યુવાનો મેદાને, ચાર્ટર પ્લેનમાં તબીબો મોકલ્યા

  આ રોગ ના લક્ષણો

  • મુખ્યત્વેએક બાજુનો ચહેરો સોજી જવો
   માથાનો દુખાવો

  • નાક બંધ થવું કે સાઇનસની તકલીફ

  • મોઢામાં તાળવે કે નાસિકાઓમાં કાળો ગઠ્ઠો જમા થવો અને તેમાં વધારો થવો

  • આંખમાં દુખાવો,દ્રષ્ટિ ઓછી થવી

  • તાવ,કફ ,છાતીમાં દુખાવો

  • શ્વાસ રૂંધાવો, પેટનો દુખાવો

  • ઉબકા આવવા કે ઉલટી થવી

  • આંતરડામાં રક્તસ્ત્રાવ થવો ,જેવા લક્ષણો જોવા મળે છે.


  બચવા માટે શું કરશો

  • મ્યુકરમાઈકોસિસથી બચવા N95 માસ્ક પહેરવું

  • વધુ પડતી ધૂળ સાથેનો સંસર્ગ ટાળવો

  • ત્વચા પર લાગેલો ઘા તરત જ સાબુ-પાણીથી સાફ કરવો જરૂરી છે

  • ઉપરોક્ત પૈકીના લક્ષણો જણાય તો તાત્કાલિક સિવિલમાં અથવા તમારાં નજીકના તબીબને બતાવવું

  Published by:Jay Mishra
  First published: