Home /News /explained /Explained: શું છે હવાના સિન્ડ્રોમ, અમેરિકાના રાજદૂતો બની રહ્યા છે શિકાર

Explained: શું છે હવાના સિન્ડ્રોમ, અમેરિકાના રાજદૂતો બની રહ્યા છે શિકાર

યુએસ વાઇસ પ્રેસિડેન્ટ કમલા હેરિસ

What is Havana Syndrome: અમેરિકન સરકારે (US government) શરીરમાં અજીબ લક્ષણોને Havana Syndrome ગણાવ્યા છે. જે લોકો આ સિન્ડ્રોમનો શિકાર બની છે તેમને કાન ફોડી નાખે તેવા અવાજ સંભળાય છે.

નવી દિલ્હી: અમેરિકાના વાઇસ પ્રેસિડેન્ટ (Vice President of the United States) કમલા હેરિસની (Kamla Harris) સિંગાપુરથી વિયેતનામ જતી ફ્લાઇટ 25મી ઓગસ્ટના રોજ ત્રણ કલાક મોડી ચાલી રહી હતી. આવું થવા પાછળનું કારણ હતું એક બીમારી. શક્ય છે કે બીમારીનું નામ સાંભળતા જ તમારા દિમાગમાં પ્રથમ વિચાર કોરોના વાયરસ (Coronavirus) વિશે આવ્યો હશે. જોકે, આ બીમારીનું નામ હવાના સિન્ડ્રોમ (Havana syndrome) છે. અમેરિકન દૂતાવાસ તરફથી કહેવામાં આવ્યું છે કે હનોઈમાં અજીબ શારીરિક લક્ષણોને પગલે ફ્લાઇટ મોડી પડી હતી. હવાના સિન્ડ્રોમ એક મનોવૈજ્ઞાનિક બીમારી છે. આ બીમારીએ અનેક દેશના રાજદૂતોને પોતાની ઝપેટમાં લીધા છે.

શું છે Havana syndrome?

અમેરિકન સરકારે શરીરમાં અજીબ લક્ષણોને Havana Syndrome ગણાવ્યા છે. જે લોકો આ સિન્ડ્રોમનો શિકાર બની છે તેમને કાન ફોડી નાખે તેવા અવાજ સંભળાય છે, જેની અસર જે તે વ્યક્તિના ચહેરા પર ખાસ જોવા મળે છે. વ્યક્તિના ચહેરા પણ તણાવ સ્પષ્ટ રીતે જોઈ શકાય છે. આ ઉપરાંત પીડા, ઉલટી થવી અને ચક્કર આવવાની ફરિયાદ પણ થાય છે. આ બીમારી અમેરિકાના અનેક રાજદૂતોમાં જોવા મળે છે. ત્યાં સુધી કે જર્મની, ઑસ્ટ્રિયા, રશિયા અને ચીનના અમેરિકન રાજદૂતો પણ આ બીમારી સામે લડી રહ્યા છે.

હવાના સિન્ડ્રોમનું કારણ શું?

અમેરિકાના હજુ સુધી આ વાતની કોઈ પાક્કી સાબિતી નથી મળી કે આખરે Havana Syndrome થવાનું કારણ શું છે. આશરે પાંચ વર્ષ પહેલા વર્ષ 2016માં અમેરિકન રાજદૂત અને તેમના પરિવારના સભ્યોના નાકમાંથી લોહી નીકળવું, માઇગ્રેન, ઉલટી થવી અને રાત્રે ભયંકર તીવ્ર સંભળાવવાની ફરિયાદ આવી હતી.

જે બાદમાં આ જ લક્ષણો ચીન, રશિયા અને અમેરિકામાં રહેતા અમેરિકન ડિપ્લોમેટ્સમાં પણ જોવા મળ્યા હતા. આ વિશે એવું પણ કહેવામાં આવે છે કે રશિયા અને બીજા દેશો Sonic અથવા હાઇ ઇન્ટેન્સિટી વાળા ઇલેક્ટ્રોનિક ડિવાઇસનો ઉપયોગ કરીને અમેરિકન ડિપ્લોમેન્ટ્સને શારીરિક રીતે નુકસાન પહોંચાડવા માંગે છે. જોકે, આ વાતનો કોઈ પુષ્ટિ નથી થઈ શકી.

ન્યૂઝ એજન્સી AP ના રિપોર્ટ પ્રમાણે નવેમ્બર 2020માં વોશિંગટન વિસ્તારમાં આવા બે કેસ સામે આવ્યા હતા. જેમાંથી એક કેસ વ્હાઇટ હાઉસ (White house) નજીક નોંધાયો હતો. તંત્રને આશંકા છે કે આના પાછળ રશિયા (Russia) હોઈ શકે છે. જોકે, મોસ્કોએ આ વાતનો ઇન્કાર કર્યો હતો.

આ પણ વાંચો: અમેરિકા: ઓસામા બિન લાદેનનો પત્ર આવ્યો સામે, 2010માં જો બાઈડન અંગે કરી હતી આ ભવિષ્યવાણી

વૈજ્ઞાનિકો અને સરકારી અધિકારીઓ હાલ એવા કોઈ તારણ પર પહોંચ્યા નથી કે આ હુમલા પાછળ કોણ જવાબદાર છે. અથવા સર્વેલન્સ માટેના ઉપકરણનોને લીધે આવું થઈ રહ્યું છે કે કેમ તેની પણ તપાસ કરવામાં આવી રહી છે. હાલ અમેરિકન તંત્ર આ વાતને ખૂબ જ ગંભીરતાથી લઈ રહ્યું છે અને પીડિત લોકોને સારામાં સારી મેડિકલ સારવાર મળે તે માટેની વ્યવસ્થા કરી છે.

ડિસેમ્બરમાં ધ નેશનલ એકેડેમી ઓફ સાયન્સિય તરફથી એક રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો હતો. જેમાં જણાવવામાં આવ્યું હતું કે રેડિયો ફ્રિક્વન્સી દિમાગને કોઈ શારીરિક હાનિ પહોંચાડ્યા વગર તેના કાર્યમાં વિક્ષેપ ઊભો કરી શકે છે. પરંતુ પેનલ એ વાતનો જવાબ આપી શકી ન હતી કે કેવી રીતે અમેરિકાના નાગરિકોને તેનો શિકાર બનાવવામાં આવ્યા હતા.

CIA કરી રહી છે તપાસ

હવાના સિન્ડ્રોમના વધી રહેલા કેસ અમેરિકાની જો બાઇડન સરકાર માટે એક મોટો પડકાર છે. મે મહિનામાં યુએસ સેનેટરોએ જણાવ્યું હતું કે, સરકાર સતત વધી રહેલા રહસ્યમય એનર્જી એટેક્સ વિશે તપાસ કરી રહી છે. નેશનલ ઇન્ટેલિજન્સના ડિરેક્ટર Avril Haines અને CIA ડિરેક્ટર Bill Burns સતત વધી રહેલા એનર્જી હુમલા અંગે તપાસ કરી રહ્યા છે. આ કેસની તપાસ માટે CIA તરફથી પોતાની ટાસ્ક ફોર્સમાં એક નવા ડિરેક્ટરની નિમણૂ કરવામાં આવી છે. આ એ વ્યક્તિ છે જેમણે ઓસામ બિન લાદેનનો સફાયો કરવામાં મોટી ભૂમિકા નિભાવી હતી.
First published:

Tags: Disease, Kamla Harris, US