Home /News /explained /EXPLAINED: બીટકોઈનનું માઇનિંગ કેવી રીતે થાય છે? રિવોર્ડ કેવી રીતે મળે છે?

EXPLAINED: બીટકોઈનનું માઇનિંગ કેવી રીતે થાય છે? રિવોર્ડ કેવી રીતે મળે છે?

પ્રતીકાત્મક તસવીર

જ્યાં વિશ્વના અડધાથી વધુ બિટકોઇનનું માઇનિંગ (China Bitcoin mining)કરવામાં આવે તેવા ચીને માઇનિંગ પ્રક્રિયામાં એનર્જીના ભરપૂર ઉપયોગ અંગેની ચિંતા સાથે કડક કાર્યવાહી શરૂ કરી દીધી છે.

નવી દિલ્હી: હાલ મોટાભાગના રોકાણકારોના મોઢે ક્રિપ્ટોકરન્સી કે બીટકોઈન (Cryptocurrency bitcoin) જેવા શબ્દો સાંભળવા મળે છે. આવી કરન્સીમાંથી મળતું વળતર રોકાણકારોને પોતાની તરફ આકર્ષિત કરે છે. અત્યારે બીટકોઈનને લીગલ ટેન્ડર (Legal tender) તરીકે સ્વીકારનાર વિશ્વનો પ્રથમ અને એકમાત્ર દેશ અલ સાલ્વાડોર (El Salvador country) છે. આ દેશ હવે ક્રિપ્ટોકરન્સીના માઇનિંગમાં ઊર્જા આપવા માટે જ્વાળામુખીમાંથી એનર્જી મેળવી શકાય કે નહીં? તે શોધી રહ્યો છે. બીજી તરફ જ્યાં વિશ્વના અડધાથી વધુ બિટકોઇનનું માઇનિંગ કરવામાં આવે તેવા ચીને માઇનિંગ પ્રક્રિયામાં એનર્જીના ભરપૂર ઉપયોગ અંગેની ચિંતા સાથે કડક કાર્યવાહી શરૂ કરી દીધી છે. ત્યારે બિટકોઇન માઇનીંગ શું છે? તે માઇનિંગ કરનારાઓને ક્રિપ્ટોકરન્સી એકત્રિત કરવામાં કેવી રીતે મદદ કરે છે? તે સમજવાનો સમય પાકી ગયો છે.

બીટકોઈનનું માઇનિંગ એટલે શું?

બિટકોઇન માટે માઇનિંગ ખૂબ મહત્ત્વની કામગીરી છે. માઇનિંગથી નવા બિટકોઇનના બને છે, તેની સાથે ટ્રાન્ઝેક્શન રેકોર્ડની સંપૂર્ણ પ્રણાલીને ચાલુ રાખે છે. માઇનિંગ અંગે માહિતી લેતા પહેલા બિટકોઇન વિકેન્દ્રિત ચલણ છે તે બાબત યાદ રાખો. એટલે કે, બીટકોઈન કોઈ પણ સેન્ટ્રલ બેંક દ્વારા નિયંત્રિત કરવામાં આવતા નથી. પરંતુ બિટકોઇન ધરાવતા સમુદાય દ્વારા તેની દેખરેખ રાખવામાં આવે છે. બિટકોઇન વાસ્તવિક કોઈન નથી. બિટકોઇન મૂળભૂત રીતે કમ્પ્યુટર કોડની કેટલીક લાઇનો છે. જે જ્યારે કોઈને મોકલવામાં આવે અથવા કંઈપણ ચૂકવવા માટે વપરાય ત્યારે વધુ કોડ બનાવે છે.

આ પણ વાંચો: તારાપુર અકસ્માત: PM મોદીએ મૃતકોનાં સ્વજનોને બે-બે લાખની સહાયની કરી જાહેરાત

આ કોડ કોણે કેટલા બિટકોઇન ખર્ચ્યાં અને ટ્રાન્ઝેક્શન કાયદેસર હતું કે કેમ? તે ટ્રેક કરે છે. બિટકોઇનનો ઉપયોગ કરીને જે ટ્રાન્ઝેક્શન્સ થાય તે રેકોર્ડ કરવા બ્લોકચેન તકનીકનો ઉપયોગ કરવા આવે છે. જેમાં ઓનલાઇન લેજરમાં ગ્રુપ અથવા બ્લોક્સ ઉમેરવામાં આવે છે. જે બધાં કમ્પ્યુટર્સમાં દેખાય છે અથવા બિટકોઇન નેટવર્ક પરના બિટકોઇન વર્સમાં નોંધવામાં આવે છે. પરંતુ આ વ્યવહારો ફક્ત લેજરમાં ઉમેરી શકાતા નથી. લેજર વિકેન્દ્રિત હોવાથી કોઈ એક એન્ટિટી તેને અપડેટ કરવા અને જાળવણી કરવાની પ્રક્રિયાને નિયંત્રિત શકે નહી. તેને બ્લોકચેનમાં જોડાતા પહેલા તેની ચકાસણી કરવી પડે છે.

પ્રૂફ ઑફ વર્ક એટલે શું? બીટકોઈનમાં રીવોર્ડ કેવી રીતે મળે?

અગાઉ નોંધ્યું તેમ બિટકોઇન સાથે સંકળાયેલ ટ્રાન્ઝેક્શન આપમેળે બ્લોકચેનમાં ઉમેરવામાં નથી આવતા. ટ્રાન્ઝેક્શન બ્લોકચેન સાથે જોડાય એટલે એ કાયદેસર માનવામાં આવે છે. પરંતુ તે ત્યારે જ શક્ય બને જ્યારે બિટકોઇન નેટવર્ક પરના મોટાભાગના કમ્પ્યુટર્સ ટ્રાન્ઝેક્શનને વેરીફાઈ કરે. બ્લોકચેનમાં નવો બ્લોક ઉમેરવાની સ્પર્ધા જ માઇનિંગ તરફ દોરી જાય છે. બ્લોકચેનમાં બ્લોક ઉમેરવા માટે બિટકોઇન નેટવર્ક પરના કમ્પ્યુટર ધારકને ગણિતનો જટિલ કોયડો ઉકેલવો પડે છે.

આ પણ વાંચો: સુરત: મહિલા હોમગાર્ડને ફિલ્મી ડાયલોગ અને ગીત પર વીડિયો બનાવવો ભારે પડ્યું

આ એકંદરે બ્લોકચેનમાં બ્લોક ઉમેરવા માટે વિશિષ્ટ કી શોધવાનો વિચાર છે. આ એક કોમ્પ્લિકેટેડ પ્રૂફ-ઓફ વર્ક સિસ્ટમ છે. જે ટ્રાન્ઝેક્શનને વેરીફાઈ કરવાની પ્રક્રિયાને વેગ આપે છે. આ કી શોધવા ગણતરી માટે પ્રચંડ શક્તિની આવશ્યકતા હોય છે. તેથી જે લોકો બ્લોકચેનમાં ટ્રાન્જેક્શન ઉમેરવા પોતાના એસેટ્સ લગાવે છે અને તેમને રીવોર્ડમાં બીટકોઈન આપવામાં આવે છે.

આ પણ વાંચો: આદત સે મજબૂર? સત્તામાંથી બહાર થવા છતાં નેતન્યાહૂ ભૂલથી PMની ખુરશી પર બેસી ગયા

અહેવાલો મુજબ 2009માં જ્યારે બિટકોઈન લોન્ચ થયું ત્યારે એક બ્લોકનું માઇનિંગ કરનાર 50 બીટકોઈન કમાઇ શકતો હતો. 2012માં તે ઘટીને 25 બિટકોઇન પર આવી ગયું હતું. કારણ કે, બિટકોઇન પ્લેટફોર્મ દ્વારા માઇનિંગ માટેના રિવોર્ડ દર ચાર વર્ષે અડધા ઘટાડવામાં આવે છે. ગયા વર્ષે મે મહિનામાં બ્લોક ઉમેરવાનો રિવોર્ડ 6.25 બિટકોઇન હતો. એક બિટકોઇનની કિંમત હવે લગભગ 40,000 ડોલર છે. એટલે કે બ્લોકનું માઇનિંગ કરનાર લાખો રૂપિયા ઘરે લઈ જઈ શકે છે.

આ પણ વાંચો: જૂનાગઢ: BJP અગ્રણીના પુત્રએ કર્યો આપઘાત, સુસાઇડ નોટમાં લખી આ વાત

માઇનિંગમાં એનર્જી વધુ કેમ વપરાય છે?

માઇનિંગ કરનારને આ જટિલ ગાણિતિક કોયડો ઉકેલવા જરૂરી હોય છે. તેના માટે મગજ કરતા વધુ તેજ બળ જોઈએ. તેવું ટ્રાન્જેક્શનના બ્લોકને બ્લોકચેનમાં ઉમેરવામાં સક્ષમ કરતા વિચિત્ર, અથવા અસ્પષ્ટ વેલ્યુના કારણે બને છે. નિષ્ણાતોના મત મુજબ કોયડો ઉકેલવા કરવાની શક્યતા 5.9 ટ્રિલિયનમાં 1 જ છે. સાચી કી સુધી પહોંચવા માટે બધા કોમ્બિનેશન સ્કેન કરવા પડે છે. જે માટે કમ્પ્યુટર પ્રોસેસર્સને સતત સક્રિય રહેવું પડે છે. આ જ કારણે એક બ્લોક ઉમેરવાનો રિવોર્ડ ખૂબ વધારે છે.
" isDesktop="true" id="1105575" >

નોંધનીય છે કે, માઇનિંગ તમારા ઘરે રહેલા સાદા કમ્પ્યુટરથી ન થાય. માઇનિંગ માટે પાવર ગ્રાફિક્સ પ્રોસેસર અથવા એપ્લિકેશન સ્પેસિફિક ઇન્ટેગ્રટેડ સર્કિટ કે ASIC જોઈએ. આ સિસ્ટમ ખૂબ ઉર્જા ખાય છે. એક બિટકોઇન ટ્રાંઝેક્શનમાં 1,544kWh એનર્જી જોઈએ. જે અમેરિકાના એક પરિવારને 53 દિવસ સુધી જોઈતી ઉર્જા બરાબર છે તેવું એક અહેવાલમાં જાણવા મળ્યું છે.
First published:

Tags: Bitcoin, Cryptocurrency, Currency, Mining, ચીન

विज्ञापन
विज्ञापन