કોર્ટમાં સુનાવણી પેન્ડિંગ હોય અને ચુકાદો આપવાનો બાકી હોય તેવા ક્રિમિનલ કેસમાં આરોપીને કામચલાઉ મુક્તિ આપવામાં આવે તેને જામીન કહેવાય છે. જામીન રેગ્યુલર, વચગાળાના અને આગોતરા એમ ત્રણ પ્રકારના હોય છે.
વચગાળાના જામીન એટલે શું?
વચગાળાના જમીન ટૂંકા સમય માટે આપવામાં આવે છે. રેગ્યુલર અથવા આગોતરા જામીનની મંજૂરી માટે સુનાવણી પહેલાં વચગાળાના જામીનની મંજૂરી આપવામાં આવે છે.
આગોતરા જામીન એટલે શું?
આગોતરા જમીન અંગે સી.આર.પી.સી.ની કલમ 438માં વિગતવાર પ્રકાશ પાડવામાં આવ્યો છે. જો કોઈ પણ વ્યક્તિને એવું લાગતું હોય કે તેની બિનજામીનપાત્ર ગુનામાં તેની ધરપકડ કરવામાં આવી શકે છે, તો તે સેશન્સ કોર્ટ અથવા હાઇકોર્ટમાં આગોતરા જામીન માટે અરજી કરી શકે છે. જામીન મળે તો ધરપકડની સ્થિતિમાં તે જામીન પર મુક્ત થશે.
શું મારા આગોતરા જામીન રદ થઈ શકે?
હા, આવું થઈ શકે. જે સમયે કોર્ટ આગોતરા જમીન આપે ત્યારે તે કેટલીક ટર્મ એન્ડ કન્ડિશન રાખે છે. જો તેનો ભંગ કરવામાં આવે તો કોર્ટ આગોતરા જામીન રદ કરી શકે છે. આ ઉપરાંત ફરિયાદી અથવા પ્રોસિક્યુશન દ્વારા અરજી કરવામાં આવે અને કોર્ટને જરૂરી લાગે તો આગોતરા જામીન રદ થઈ શકે છે.
મારી પાસે આગોતરા જામીન હોય, તો મારે રેગ્યુલર જામીન લેવાની જરૂર ખરી?
ના, તમારે રેગ્યુલર જામીન લેવાની જરૂર નથી. તમારી પાસે રહેલા આગોતરા જામીન સુનાવણીની પ્રક્રિયા સમાપ્ત થાય ત્યાં સુધી માન્ય રહેશે. જો કોર્ટ રદ ન કરે તો. આવા કિસ્સાઓમાં અદાલતના આગ્રહથી આગોતરા જામીન નિયમિત જામીનમાં ફેરવાઈ જાય છે.
અંડરટ્રાયલ કેદીની વધુમાં વધુ કેટલા સમય અટકાયતમાં રાખી શકાય?
સી.આર.પી.સી.ની કલમ 436 એમાં જણાવ્યા મુજબ આરોપી દોષી ઠરે ત્યાર બાદ તેને જેટલી મહત્તમ સજા થઇ શકે તેનો અડધો ભાગ પણ તેણે દંડ સ્વરૂપે વિતાવી લીધો હોય તો તે અંડરટ્રાયલ કેદીને કોર્ટ જામીન પર છોડી શકે છે.
મને બિનજામીનપાત્ર ગુના માટે દોષિત ઠેરવવામાં આવે તો શું હું જામીન મેળવી શકું?
હા, આરોપીને બિન જામીનપાત્ર ગુનામાં જામીન મળી શકે. સેશન્સ કોર્ટ અથવા હાઈકોર્ટમાંથી જામીન મેળવી શકાય છે, આરોપીને જે ગુનો કરવાનો આરોપ છે, તેની ગંભીરતા અને કોર્ટની વિવેકબુદ્ધિના આધારે જામીન મળી શકે. જામીન એક નિયમ છે, જેલ અપવાદ છે.
મારે જામીનપાત્ર ગુનામાં જામીન લેવાની જરૂર પડે?
હા, જો તમારા પર જામીનપાત્ર ગુનાનો આરોપ લાગ્યો હોય તો તમને જામીન મળવા જ જોઇએ. જામીનપાત્ર ગુના માટે જામીન લેવા તમારે કોર્ટમાં જવાની જરૂર નથી. તે પોલીસ અધિકારી દ્વારા આપવામાં આવે છે.
કોર્ટ ક્યારે જામીન ફગાવી શકે?
જો આરોપી મૃત્યુદંડ કે આજીવન કેદની સજાના ગુનામાં દોષી છે, તેવું માનવાનાં આધાર પુરાવા અપાય તો કોર્ટ જામીન ફગાવી શકે. ગુનેગારે ગુનો સજ્ઞાનતામાં કર્યો હોય અથવા અગાઉ મૃત્યુદંડ, આજીવન કેદ અથવા સાત વર્ષ કે તેથી વધુ કેદની સજાના ગુનામાં દોષિત ઠેરવવામાં આવ્યો હોય અથવા તેને અગાઉ બે કે તેથી વધુ કેસમાં દોષી ઠેરવવામાં આવ્યો હોય તો પણ જામીન ન મળે.
જામીન રદ્દ થવા એટલે શું?
સીઆરપીસીની કલમ 437 (5) અને 439 (2) હેઠળ કોર્ટ પાછળના તબક્કે પણ જામીન રદ્દ કરવાની સત્તા ધરાવે છે. કારણો રેકોર્ડ કરીને કોર્ટ જામીન રદ કરી શકે છે અને પોલીસને આરોપીની ધરપકડ કરવા નિર્દેશ આપી શકે છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર