Home /News /explained /Explained : શું ભારતમાં કાયદેસર ગર્ભપાત થઈ શકે? જાણો શું છે પ્રક્રિયા, કોને મળી શકે મંજૂરી
Explained : શું ભારતમાં કાયદેસર ગર્ભપાત થઈ શકે? જાણો શું છે પ્રક્રિયા, કોને મળી શકે મંજૂરી
પ્રતીકાત્મક તસવીર: Shutterstock
ભારતમાં ભ્રૂણ પરિક્ષણ અને ગર્ભપાત એ કાયદાકીય પ્રક્રિયાનો ભાગ છે ત્યારે અનેક મહિલાઓ માટે એ જાણવું જરૂરી છે કે ભારતમાં આ કાયદાકીય પ્રક્રિયામાંથી કેવી રીતે અને કોણ પસાર થઈ શકે છે?
ગર્ભપાત (Abortion) એક ગર્ભાવસ્થાનો અંત કરવાની પ્રક્રિયા છે. આ પ્રક્રિયામાં ગર્ભમાંથી ભૃણને દૂર કરવા માટે દવા અથવા સર્જરીનો ઉપયોગ કરવામાં આવે છે.
શું ભારતમાં ગર્ભપાત કરવો કાયદેસર છે?
જ્યારે ડૉકટર દ્વારા ગર્ભપાતનું સૂચન કરવામાં આવે ત્યારે કાયદેસર ગણાય છે, પરંતુ તેના માટે કેટલીક ગાઈડલાઈનનું પાલન કરવું જરૂરી છે.
ડૉકટર ગર્ભપાતનું સૂચન ક્યારે કરી શકે છે?
ગર્ભપાત બે સ્ટેજ પર થઈ શકે છે
1. જ્યારે ગર્ભા ધારણ થયાને 20 સપ્તાહથી ઓછો સમય થયો હોય તો એક ડૉકટરના સૂચનથી ગર્ભપાત કરાવી શકાય છે.
2. જ્યારે ગર્ભાવસ્થાને 20 સપ્તાહથી વધુ સમય થયો હોય, પરંતુ 24 સપ્તાહથી વધુ સમય ન થયો હોય તો ગર્ભપાત કરાવવા માટે ઓછામાં ઓછા બે ડૉકટરની મંજૂરી હોવી જરૂરી છે.
ગર્ભપાત ક્યાં કરાવી શકાય છે?
સરકાર મંજુર કરાયેલ હોસ્પિટલ અથવા જે સ્થળને ગર્ભપાત માટે સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવી હોય ત્યાં ગર્ભપાત કરાવી શકાય છે.
જો મારી ઉંમર 18 વર્ષ કરતા ઓછી છે તો હું ગર્ભપાત કરાવી શકું?
હા, ગર્ભપાત કરાવી શકાય છે, પરંતુ તે માટે વાલીની સહમતિ હોવી જરૂરી છે.
શું અપરિણીત મહિલા ગર્ભપાત કરાવી શકે?
ભારતમાં મહિલા અને ભૃણના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને ગર્ભપાતને મંજૂરી આપવામાં આવે છે. કાયદા અનુસાર જો ગર્ભાવસ્થાને કારણે મહિલાના જીવન અથવા તેના માનસિક કે શારીરિક સ્વાસ્થ્ય પર જોખમ ઊભું થાય છે તો ગર્ભપાત કરાવી શકાય છે.
ગર્ભપાત માટે કોની સહમતિ હોવી જરૂરી છે?
ગર્ભપાત માટે ગર્ભવતી મહિલાની સહમતિ હોવી જરૂરી છે. તે માટે તેના પતિ કે તેના માતા-પિતાની સહમતિની જરૂરિયાત નથી. 18 વર્ષથી ઓછી ઉંમરની અથવા માનસિક રીતે અસ્વસ્થ મહિલાના કેસમાં તેના વાલીની સહમતિ હોવી જરૂરી છે.
શું 24 સપ્તાહ બાદ ગર્ભપાતની મંજૂરી નથી?
જો મહિલાના જીવન પર જોખમ ઊભું થાય અને જો ભૃણમાં કોઈ શારીરિક ખોડખાંપણ જોવા મળે તો(foreseeable deformities to the fetus) કોર્ટ 24 સપ્તાહ બાદ ગર્ભપાતની મંજૂરી આપી શકે છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર