Explained: કાર ચોરી થઈ જાય તો શું કરશો? ક્લેઇમ કેવી રીતે મેળવશો?

પ્રતિકાત્મક તસવીર

કાર ચોરી થઈ ગયા બાદ ચિંતામાં મુકાયેલા કાર માલિકને શું કરવું તે તુરંત સમજાતું નથી. કાર નહીં મળે તો વીમો કેવી રીતે પાકશે, તેની ચિંતા પણ સતાવે છે

  • Share this:
praકાર ચોરી થઈ ગયા બાદ ચિંતામાં મુકાયેલા કાર માલિકને શું કરવું તે તુરંત સમજાતું નથી. કાર નહીં મળે તો વીમો કેવી રીતે પાકશે, તેની ચિંતા પણ સતાવે છે. માટે આજે અહીં કાર ચોરી થવાના કિસ્સામાં શું કરવું જોઈએ તેની વિગતો આપી છે.

1. ફરિયાદ નોંધાવો

સૌપ્રથમ સ્થાનિક પોલીસ સ્ટેશને FIR(ફરિયાદ) નોંધાવો. પોલીસ ફરિયાદ નોંધવા માટે તમારી પાસે સંબંધિત વિગતો માંગશે.

2. વીમા કંપનીનો સંપર્ક કરો

કાર ચોરી થવાના કેસમાં પોલીસ ફરિયાદ નોંધાવ્યા બાદ તુરંત વીમા કંપનીનો સંપર્ક કરો, ઘટનાની જાણ કરો અને ક્લેઇમ નોંધાવો.

3. આરટીઓને જાણ કરો

મોટર વ્હીકલ એકટ મુજબ તમારે કાર ચોરી થઈ હોવાની જાણ આરટીઓને ફરજિયાતપણે કરવી પડે છે.

આ પણ વાંચો - રાજીનામા પછી છલકાયું ત્રિવેન્દ્ર સિંહ રાવતનું દર્દ, કહ્યું- મારા ત્યાગપત્રનું કારણ જાણવા દિલ્હી જવું પડશે

4. જરૂરી કાગળિયા વીમા કંપનીને આપો

કાર ચોરીનો ક્લેઈમ સફળતાપૂર્વક કરવા માટે તમારે જરૂરી દસ્તાવેજ આપવા પડશે. જે નીચે મુજબ છે.

- વીમાના ડોક્યુમેન્ટની નકલ
- ઓરીજીનલ FIRની નકલ
- ક્લેઇમ ફોર્મસ
- ડ્રાઇવિંગ લાયસન્સની નકલ
- આરસી બુકની નકલ
- આરટીઓના ટ્રાન્સફર પેપર અને લાગતા વળગતા આરટીઓ ફોર્મ

આ દસ્તાવેજો સિવાય તમારે કારની ઓરીજીનલ ચાવી (બે સેટ) આપવાની પણ જરૂર પડશે.

5. પોલીસ પાસેથી નો ટ્રેસ રિપોર્ટ મેળવો

પોલીસ નિશ્ચિત સમયમર્યાદામાં કાર શોધી ન શકે તેવા કિસ્સામાં તમારે પોલીસ પાસેથી નો ટ્રેસ રિપોર્ટ મેળવવો જોઈએ. ક્લેઇમ મેળવવા આ નો ટ્રેસ રિપોર્ટ ફરજિયાત છે.

6. ક્લેઇમ પાસ થતા કેટલો સમય લાગશે?

ફરિયાદ નોંધાવ્યાના 30 કે તેથી વધુ દિવસો બાદ જ નો ટ્રેસ રિપોર્ટ મળે છે. આ બાબત તમે કયા વિસ્તારમાં છો તેના પર આધાર રાખે છે. આ ઉપરાંત આઈડીવી જનરેટ કરતા વીમા કંપનીએ 60થી 90 દિવસનો સમય લાગે છે. એકંદરે આખી પ્રક્રિયામાં 3થી 4 મહિનાનો સમય લાગે છે.

(માહિતી - પ્રાચી મિશ્રા, સુપ્રીમ કોર્ટ લોયર)
Published by:Ashish Goyal
First published: