Home /News /explained /

Explained: આજે એક સાથે થનારી બે ખગોળીય ઘટના સુપરમૂન અને ચંદ્ર ગ્રહણ એટલે શું? આવું ક્યારે બને છે?

Explained: આજે એક સાથે થનારી બે ખગોળીય ઘટના સુપરમૂન અને ચંદ્ર ગ્રહણ એટલે શું? આવું ક્યારે બને છે?

(Representative pic: Shutterstock)

છેલ્લા છ વર્ષમાં સુપરમૂન અને સંપૂર્ણ ચંદ્ર ગ્રહણ એક સાથે હોય તેવી ઘટના બની નથી

26 મે એટલે કે આજે ચંદ્ર પૃથ્વીની એકદમ નજીક પહોંચી જશે. જેથી 2021નું સૌથી નજીક અને મોટો સુપરમૂન (Super Moon) જોવા મળશે. આજની ખગોળીય ઘટના આ વર્ષનું એક માત્ર ચંદ્રગ્રહણ (Lunar Eclipse) છે. 2019 બાદ આવું પ્રથમ વખત બની રહ્યું છે. નોંધનીય છે કે, છેલ્લા છ વર્ષમાં સુપરમૂન અને સંપૂર્ણ ચંદ્ર ગ્રહણ એક સાથે હોય તેવી ઘટના બની નથી.

સુપરમૂન એટલે શું?

નાસા (NASA)ના મત મુજબ જ્યારે ચંદ્રની કક્ષા પૃથ્વીની એકદમ નજીક અને ચંદ્રમાં એકદમ પૂર્ણ હોય તેવી ઘટના બને ત્યારે સુપરમૂન થાય છે.
ચંદ્ર પૃથ્વી (Earth)ની પરિક્રમા કરતો હોય ત્યારે એક બિંદુ એવું છે જ્યાં બંને વચ્ચેનું અંતર સૌથી ઓછું હોય છે. જેને પેરીજી કહેવાય છે. પૃથ્વીથી તેનું અંતર 360000 કિમી જેટલું હોય છે. જ્યારે પૃથ્વી અને ચંદ્ર વચ્ચેનું અંતર સૌથી વધુ (405000 કિમી) હોય ત્યારે એપોજી કહેવાય છે. હવે જ્યારે પૃથ્વી અને ચંદ્ર વચ્ચેનું અંતર સૌથી ઓછું હોય અને ચંદ્ર પણ પૂર્ણ હોય, ત્યારે તે વધુ તેજસ્વી દેખાવાની સાથે સામાન્ય કરતા મોટો હોય છે.

આ પણ જુઓ, Yaas Cyclone: યાસ વાવાઝોડાએ ચોતરફ વેર્યો વિનાશ, આ 10 વીડિયોમાં જુઓ તોફાનનું તાંડવ

નાસાના મત મુજબ સુપરમૂન શબ્દ 1979માં જ્યોતિષી રિચાર્ડ નોલે દ્વારા શોધવામાં આવ્યો હતો. સામાન્ય વર્ષમાં બેથી ચાર સંપૂર્ણ સુપરમૂન અને સળંગ બેથી ચાર નવા સુપરમૂન થઈ શકે છે.

એક મહિના પહેલા 26 એપ્રિલે એક ફૂલ મૂન હતો. જોકે, આજે 26 મેના રોજ સુપરમૂનના કારણે તે પૃથ્વીની નજીક એટલે કે, 0.04 ટકાના માર્જિને જોવા મળશે.

26 મેના રોજ શું થશે?

આ દિવસે એક સાથે બે ખગોળીય ઘટના ઘટશે. જેમાં એક હશે સુપરમૂન અને બીજી હશે સંપૂર્ણ ચંદ્ર ગ્રહણ. સંપૂર્ણ ચંદ્રગ્રહણ હોવાને કારણે ચંદ્ર લાલ રંગનો દેખાશે. પૃથ્વી સૂર્ય પ્રકાશને ચંદ્ર પર પહોંચતા અટકાવશે, પૃથ્વીનું વાતાવરણ પ્રકાશને ફિલ્ટર કરતું. હોવાથી પૃથ્વીનો પડછાયાનો છેડો ચંદ્રને ઘેરો ગુલાબી રંગ આપશે.

બુધવારે સવારે ચંદ્ર પૃથ્વીની વિરુદ્ધ બાજુ પર સ્થિત હતો અને સેન્ટ્રલ ડેલાઇટ ટાઇમ (સીડીટી) પર સવારે 6: 13 વાગ્યે સંપૂર્ણ પ્રકાશિત થયું. ભારતીય સમય મુજબ આજે સાંજે 4 કલાકે ચંદ્ર પૃથ્વીની વિપરીત દિશામાં ચંદ્ર પ્રકાશિત થશે. આકાશ સ્પષ્ટ હશે તો વિશ્વભરના ઓબસર્વર સુપરમુન જોઈ શકાશે. મોડી રાત્રે અથવા વહેલી સવારના સમયે તે સૌથી વધુ તેજ દેખાશે.

આ પણ વાંચો, ઈરફાન પઠાણની પત્નીની તસવીર પર થયો વિવાદ, કહ્યુ- ‘હું તેનો માલિક નથી, સાથી છું’

નાસાનું કહેવું છે કે, ચંદ્ર ગ્રહણનું અવલોકન કરવું ખૂબ મુશ્કેલ હશે. આંશિક ગ્રહણ ભારત, નેપાળ, પશ્ચિમ ચીન, મંગોલિયા અને પૂર્વીય રશિયામાં સાંજે ચંદ્ર નીકળતા જ જોવા મળશે. ચંદ્ર પૃથ્વીની છાયામાં જાય છે અને બહાર આવે તેને આંશિક ગ્રહણ કહેવાય છે.
First published:

Tags: Earth, Moon, Science, ભારત, સૂરજ

આગામી સમાચાર