ઉનાળા (Summer)નો આકરો તાપ હવે વિદાય લેશે અને ચોમાસા (Monsoon)ની શરૂઆત થવાની તૈયારી છે. ભારતીય હવામાન વિજ્ઞાન વિભાગ (IMD) અનુસાર, જૂન, 2021એ કેરળ (Kerala)ના દરિયા કિનારે ચોમાસુ પહોંચી જશે. સરેરાશ લાંબા સમય બાદ આ વર્ષે ચોમાસુ સામાન્ય રહેશે તેવું અનુમાન છે. છેલ્લા બે વર્ષ બાદ આ વર્ષે ચોમાસુ સામાન્ય રહેશે. જે કોરોનાની બીજી લહેર (Corona Second Wave) બાદ ધીમી પડેલી ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) માટે સારા સમાચાર છે. મોંઘવારી, ખાસ કરીને ખાદ્ય વસ્તુઓની કિંમતો કે જે અર્થવ્યવસ્થાની બીજી મહત્વની બાજુ છે, જેના પર ચોમાસાની સીધી અસર પડે છે.
એપ્રિલ મહિના માટે કન્ઝ્યૂમર પ્રાઇઝ ઇન્ડેક્સ (Consumer Price Index) આધારિત ફુગાવો (Inflation) 4.29 ટકા રહ્યો હતો. જે 3 મહિનામાં સૌથી ઓછો હતો અને મોનિટરી પોલિસી કમિટી (Monitory Policy Committee)ના મોંઘવારી લક્ષ્ય 4(+/-2)ની અંદર હતો. આ મુખ્યત્વે ખાદ્ય ચીજવસ્તુઓની કિંમતમાં ઘટાડાને કારણે હતો. જોકે તે જ મહિને જથ્થાબંધ ભાવાંક આધારિત ફુગાવો 11 વર્ષના ઉચ્ચતમ સ્તરે 10.49 ટકાની આસપાસ હતો.
અધિકારિક આંકડાઓમાં જાણવા મળ્યું છે કે, વધતા જતા ઇંધણ અને વીજળીના ભાવોના કારણે WPI ફુગાવો લગભગ રેકોર્ડ સ્તર પર પહોંચી ગયો હતો. જે 49 મહીનાના ઉચ્ચસ્તર પર રહ્યો હતો અને વૈશ્વિક કોમોડિટી કિંમતોમાં વૃદ્ધિ સ્વરૂપે અન્ય દેશોએ કોવિડ-19 મહામારીમાંથી બહાર આવવાનું શરૂ કર્યું હતું.
આ પરીબળોએ જ આખા બોર્ડમાં ખાદ્ય કિંમતોમાં ઘટાડાને રદ્દ કર્યો હતો, કારણ કે નોન-ફૂડ હોલસેલ પ્રાઇસ ઇન્ડેક્સ ફુગાવો ગત વર્ષના સમાન ગાળામાં 3 ટકાના ઘટાડાની તુલનામાં 15.6 ટકા વધ્યો હતો. વિશ્લેષકોના કહ્યાનુસાર, નીચી બેઝ અસર અને સતત ઊંચા કોમોડિટીના ભાવને કારણે આવતા મહિનામાં WPI ઊંચો રહેવાની ધારણા છે, જ્યારે સીપીઆઇ ફુગાવો એમપીસીની અંદર રહેશે.
ચોમાસાની અસર મોંઘવારી પર કઈ રીત થાય છે?
મે મહિનાની શરૂઆતમાં એપ્રિલના મોંઘવારી આંકડા જાહેર થયા પહેલા ભારતીય રિઝર્વ બેન્કના ગવર્નર શક્તિકાંત દાસે કહ્યું કે, સામાન્ય દક્ષિણ-પશ્ચિમ ચોમાસામાં ખાદ્ય ભાવમાં વધારો કરવો જોઇએ અને ફુગાવાના દરને સરળ બનાવવો જોઇએ.
સૌથી સરળ રીતે ચોમાસુ ખાદ્ય કિંમતોને અસર કરે છે અને તેને સપ્લાય અને માંગ દ્વારા સમજાવી શકાય છે. એક સામાન્ય ચોમાસાનો અર્થ નિર્ધારિત ખાદ્ય વસ્તુઓનું ઉત્પાદન છે. ખેડૂતો દ્વારા વરસાદના પાણીને જળાશયોમાં સંગ્રહિત કરવામાં આવે છે અને તેનો ઉપયોગ સિંચાઇ માટે કરે છે. જ્યારે માંગ સ્થિર રહે છે અને સપ્લાય સાથે મળતી આવે છે, ત્યારે કિંમતો સ્થિર રહે છે.
ઓછો વરસાદ દુષ્કાળની સ્થિતિ ઉભી કરે છે અને તેથી ઉત્પાદન ઓછું થાય છે. જ્યારે બીજુ પરિબળ વધુ પડતા વરસાદ પર લાગૂ પડે છે. જેમાં પૂરની સ્થિતિ સર્જાય છે. બંને પાકના આધાકે ખાદ્ય કિંમતો પર અલ્પકારિક વૃદ્ધ કરશે. આ સિવાય વધુ પાક એટલે ભારતના ગ્રામીણ લોકો પાસે વધારે પૈસા આવશે અને તેનાથી ગ્રામીણ માંગમાં વધારો થશે. જે ઉત્પાદકની વસ્તુઓના વેચાણ પર અસર કરી વધારશે. જે નોન-ફૂડ ફુગાવાને પણ પ્રભાવિત કરે છે.
દક્ષિણ-પશ્ચિમ ચોમાસુ ભારતના વાર્ષિક વરસાદનો લગભગ 70 ટકા વરસાદ આપે છે અને ચોખા, ઘઉં, શેરડી અને સોયાબિન જેવી ઉપજો આપે છે. ખેતી ભારતની અર્થવ્યવસ્થાનો લગભગ 15 ટકા ભાગ બને છે. પરંતુ આપણી વસ્તીના અડધાથી વધુ લોકોને રોજગાર આપે છે.
" isDesktop="true" id="1101548" >
આ એક રીતે સત્ય છે કારણ કે, કોરોના વાયરસના લોકડાઉનની સ્થિતિના કારણે અસંખ્ય લોકો શહેરમાંથી ગામડાઓમાં આવી ખેતી તરફ પરત ફર્યા હતા. ચોમાસાનો વરસાદ જળાશયો અને ભૂમિના જળસ્તરમાં પાણી પૂરૂ પાડે છે. જેનાથી વધુ સારી સિંચાઇ અને ઉત્પાદન મળે છે. ખાદ્ય વસ્તુઓ સીપીઆઇનો લગભગ અડધો હિસ્સો છે, જે મુખ્સ રૂપે એસપીસીનું એક લક્ષ્ય છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર