Home /News /explained /Explained: 20 વર્ષ પહેલા અમેરિકાના હાથે Afghanistanની સત્તા ગુમાવનાર Taliban ફરી કેવી રીતે થયું પાવરુફલ?

Explained: 20 વર્ષ પહેલા અમેરિકાના હાથે Afghanistanની સત્તા ગુમાવનાર Taliban ફરી કેવી રીતે થયું પાવરુફલ?

અફઘાનિસ્તાનમાં તાલિબાની ફાઇટર્સ (ફાઇલ તસવીર)

Who are the Taliban: તાલિબાનને ફરી મજબૂત કરવામાં કયા દેશોએ સાથ આપ્યો? અમેરિકાએ અફઘાનિસ્તાન કેમ છોડ્યું?

Taliban Fall and Rise: લગભગ 20 વર્ષ પહેલા અમેરિકા (USA)એ અફઘાનિસ્તાન (Afghanistan)માં તાલિબાન (Taliban) શાસન સમાપ્ત કર્યું હોવાનો દાવો કર્યો હતો. આજે સ્થિતિ તદ્દન અલગ છે. અફઘાનિસ્તાનમાં તાલિબાને સત્તા હાથમાં (Taliban Raj in Afghanistan) લઈ લીધી છે અને રાષ્ટ્રપતિ અશરફ ગની (Ashraf Ghani) વિદેશ ભાગી ગયા છે. અફઘાનિસ્તાનમાં દમન અને અત્યાચારનો સમયગાળો શરૂ થવાનો ભય છે. ત્યારે તાલિબાન શું છે? તે અંગે ઘણા લોકો જાણવા માંગે છે. જેથી અહીં તાલિબાન, તેની સ્થાપના અને તેનો વિકાસ કઈ રીતે થયો તેની જાણકારી આપવામાં આવી છે.

તાલિબાન એટલે શું? કઈ રીતે થયો તેનો જન્મ?

પશ્તુનમાં તાલિબાનનો અર્થ વિદ્યાર્થી (Student) થાય છે. તાલિબાનનો જન્મ ઉત્તર પાકિસ્તાન (Pakistan)ના મદરેસામાં થયો હતો. તાલિબાન 1990ના દાયકાની શરૂઆતમાં મજબૂત થયું હતું. સોવિયત પછીના યુગમાં ગૃહયુદ્ધ ફાટી નીકળ્યું હતું. ત્યારે સત્તા હાથમાં લેતી વખતે તાલિબાને વચન આપ્યું હતું કે, તેઓ ભ્રષ્ટાચાર અને અરાજકતાનો અંત લાવશે. પરંતુ તાલિબાનનું હિંસક વલણ અને ઈસ્લામિક કાયદા હેઠળ ક્રૂર સજાઓથી લોકોમાં આતંક ફેલાયો હતો. 1990ના દાયકાની શરૂઆતમાં અફઘાનિસ્તાનમાંથી સોવિયેત સૈનિકોને હટાવ્યા બાદ તાલિબાને ઉત્તરી પાકિસ્તાનમાં માથું ઊંચક્યું હતું, તેને પશ્તુન ચળવળ કેહવાઈ હતી. જે સૌપ્રથમ ધાર્મિક સેમિનારોમાં દેખાઈ હતી. આ સંગઠન પાછળ સાઉદી અરેબિયા પૈસા વાપરતું હોવાનું જાણવા મળે છે.

કડક અને અમાનવીય નિયમો

તાલિબાનના શાસનમાં સંગીત, ટીવી અને સિનેમા પર પ્રતિબંધ હતો. પુરુષોએ દાઢી રાખવી જરૂરી હતી. સ્ત્રીઓ માથાથી પગ સુધી પોતાની જાતને કવર કર્યા વગર બહાર જઈ શકતી ન હતી અને 10 વર્ષથી વધુ ઉંમરની કિશોરીઓના અભ્યાસ પર પ્રતિબંધ મૂકી દીધો હતો.

આવી રીતે થાય છે સંચાલન

તાલિબાને 1995માં હેરાત અને 1996માં કાબુલ પર કબજો કર્યો હતો. 1998 સુધીમાં સમગ્ર અફઘાનિસ્તાનમાં તાલિબાનનું શાસન હતું. તાલિબાનનું નેતૃત્વ ક્વેટા શુરા નામની કાઉન્સિલ કરે છે. આ કાઉન્સિલ ક્વેટાથી કામ કરે છે. 2013માં તાલિબાનના સ્થાપક મુલ્લા ઉમર માર્યા ગયા હતા અને તેના અનુગામી મુલ્લા અખ્તર મન્સૂરને 2016ના ડ્રોન હુમલામાં ઠાર કરવામાં આવ્યો હતો. ત્યારથી મૌલવી હૈબતુલ્લા અખુંદઝાદા તાલિબાનના કમાન્ડર છે. ઉમરનો પુત્ર મુલ્લા મોહમ્મદ યાકુબ પણ હૈબતુલ્લા સાથે છે. આ ઉપરાંત તાલિબાનના સહ-સ્થાપક મુલ્લા અબ્દુલ ગની બરાદર અને હક્કાની નેટવર્કના વડા સિરાજુદ્દીન હક્કાની પણ તાલિબાનનો ભાગ છે.

આ પણ જુઓ, Taliban Terror Photos: એક સપ્તાહના તાલિબાન રાજમાં અફઘાનિસ્તાનની જિંદગી થઈ બરબાદ

પાકિસ્તાનનો નાપાક હાથ

તાલિબાનની ગતિવિધિઓમાં પાકિસ્તાનનો હાથ હોવાની વાત જગજાહેર છે. જોકે, આ વાતનું પાકિસ્તાન અવારનવાર ખંડન કરતું રહ્યું છે. તાલિબાનની શરૂઆતમાં આંદોલનમાં જોડાયેલા ઘણા અફઘાન પાકિસ્તાનમાં મદરેસાઓમાં ભણેલા હતા. પાકિસ્તાન, સાઉદી અરેબિયા અને સંયુક્ત આરબ અમીરાત (યુએઈ) જેવા ત્રણ દેશોએ અફઘાનિસ્તાનની સત્તા પર તાલિબાનને માન્યતા આપી હતી. જોકે, અફઘાનિસ્તાનમાં થયેલી કત્લેઆમ અને મલાલાને ગોળી મારવા જેવી ઘટનાઓથી આંતરાષ્ટ્રીય સ્તરે ભારે વિરોધ થયો હતો.

2015 બાદ ફરી બેઠું થવા લાગ્યું તાલિબાન

2001થી અમેરિકન અને સાથી દળોની કાર્યવાહીના કારણે તાલિબાનને પર્વતીય વિસ્તારોમાં ધકેલી દેવામાં આવ્યું હતું. પરંતુ 2012માં નાટો બેઝ પર હુમલા બાદ તાલિબાનનો ઉદય ફરી શરૂ થયો હતો. 2015માં તાલિબાનોએ કુન્દુઝના વિસ્તાર પર કબજો કર્યો અને પાછા ફરવાનો સંકેત આપ્યો હતો. આ સમયે અમેરિકામાં સૈન્યદળો પાછા ખેંચવાની માંગ જોર પકડી રહી હતી. અફઘાનિસ્તાનમાં અમેરિકાનો રસ ઓછો થતા તાલિબાન મજબૂત બન્યું હતું. આ સાથે પાકિસ્તાની આતંકવાદી સંગઠનો, પાકિસ્તાન આર્મી અને ISIની મદદથી તાલિબાને પાક સરહદને અડીને આવેલા વિસ્તારોમાં પોતાનો અડ્ડો મજબૂત બનાવ્યો હતો.

કાબુલ એરપોર્ટની બહાર તાલિબાની ફાઇટર (તસવીર સાભાર- Reuters)


અલ કાયદાનો આતંક

11 સપ્ટેમ્બર 2001ના રોજ ન્યૂયોર્કમાં વર્લ્ડ ટ્રેડ સેન્ટર પર થયેલા હુમલાને પગલે વિશ્વનું ધ્યાન અફઘાનિસ્તાનમાં તાલિબાન તરફ ખેંચાયું હતું. તાલિબાન પર ઓસામા બિન લાદેન અને અલ કાયદાને આશ્રય અપાવાનો આરોપ હતો. ત્યારબાદ 7 ઓક્ટોબર, 2001ના રોજ અમેરિકાની આગેવાની હેઠળના લશ્કરી ગઠબંધને અફઘાનિસ્તાનમાં હુમલા શરૂ કર્યા અને ડિસેમ્બરના પ્રથમ સપ્તાહ સુધીમાં તાલિબાન શાસન પડી ભાંગ્યું હતું. જેથી તાલિબાનના ટોચના નેતાઓએ પાકિસ્તાની શહેર ક્વેટામાં આશ્રય લીધો હતો. જ્યાંથી તેમણે તાલિબાનનો દોરીસંચાર કર્યો હતો. આ ઘટનાક્રમને "ક્વેટા શુરા" તરીકે ઓળખવામાં આવે છે. આ દરમિયાન 2015માં તાલિબાને સ્વીકાર્યું કે તેણે મુલ્લા ઉમરના મૃત્યુની વાત છૂપાવી હતી.

આ પણ વાંચો, Afghanistan Crisis: યુવતીઓના ટુકડા કરી કૂતરાઓને ખવડાવે છે Taliban, જીવતી બચેલી મહિલાની આપવીતી

અમેરિકાના ડ્રોન હુમલામાં પહેલા મુલ્લા ઉમર અને પછી મુલ્લા મુખ્તાર મન્સૂરના મોત બાદ મૌલવી હિબતુલ્લા અખુનઝાદા તાલિબાનના ચીફ બન્યો હતો. તે તાલિબાનની રાજકીય, ધાર્મિક અને લશ્કરી બાબતોના સર્વોચ્ચ કમાન્ડર છે. હિબતુલ્લા અખુનઝાદા કંદહારમાં મદ્રેસા ચલાવતો હતો અને તાલિબાન તરફેણમાં ફતવા બહાર પડતો હતો. અફઘાનિસ્તાનમાં 2001 પહેલા તાલિબાન શાસન દરમિયાન તે અદાલતોનો વડો પણ હતો.
Published by:Mrunal Bhojak
First published:

Tags: Afghanistan Crisis, અફઘાનિસ્તાન, અમેરિકા, તાલિબાન, પાકિસ્તાન

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन