Explained : કોરોના અને ઈન્ફલ્યુએન્ઝા સહિતના વાયરસ સામે લડાઈમાં ખાસ સોફટવેરનો એલ્ગોરિધમ મદદરુપ બનશે

Explained : કોરોના અને ઈન્ફલ્યુએન્ઝા સહિતના વાયરસ સામે લડાઈમાં ખાસ સોફટવેરનો એલ્ગોરિધમ મદદરુપ બનશે
પ્રતિકાત્મક તસવીર

સ્વાઇન ફ્લૂ માટે વ્યાપક રીએક્ટિવ ઈન્ફલ્યુએન્ઝા રસી બનાવવા માટેના ખાસ કમ્પ્યુટર એલ્ગોરિધમથી પાન-ઈન્ફલ્યુએન્ઝા રસી અને સાથે પાન-કોરોનાવાયરસ રસી માટેનો માર્ગ પણ મોકળો થયો છે.

 • Share this:
  કોરોના મહામારીને (coronavirus vaccine) રોકવા માટે રસી ઘણાઅંશે સફળ નીવડશે તેવી આશા છે. ત્યારે કોરોનાની રસી માટે એક ખાસ સોફ્ટવેરનો એલ્ગોરિધમ (Algorithm of software) સહાયરૂપ સાબિત થઈ શકે છે. નેચર કમ્યુનિકેશન્સમાં (Nature Communications) પ્રકાશિત નવા અહેવાલ મુજબ, સ્વાઇન ફ્લૂ માટે વ્યાપક રીએક્ટિવ ઈન્ફલ્યુએન્ઝા રસી બનાવવા માટેના ખાસ કમ્પ્યુટર એલ્ગોરિધમથી પાન-ઈન્ફલ્યુએન્ઝા રસી અને સાથે પાન-કોરોનાવાયરસ રસી માટેનો માર્ગ પણ મોકળો થયો છે.

  આ એલ્ગોરિધમનું નામ એપીગ્રાફ છે. જે એચઆઈવીના ઇલાજની રસી માટે પહેલાથી જ ઉપયોગમાં લેવાતો આવ્યો છે અને પ્રાણીઓ પરના પરીક્ષણ દરમિયાન ઇબોલા અને માર્બર્ગ વાયરસ સામેની રસીની શોધ અંગે આશા પણ બાંધી છે. એપિગ્રાફ દ્વારા ધડાયેલી પ્રોડક્ટ સાથે રસીકરણને કારણે ઉંદરોમાં મજબૂત ક્રોસ-રિએક્ટિવ એન્ટિબોડી રિસ્પોન્સ વિકસિત થયો હતો. ડુક્કરમાં તેનાથી મજબૂત ક્રોસ-રિએક્ટિવ એન્ટિબોડી અને ટી-સેલ પ્રતિસાદ મળી છે.



  નેબ્રાસ્કા યુનિવર્સિટીના નેબ્રાસ્કા સેન્ટર ફોર વાઇરોલોજી, સેન્ટ જુડ ચિલ્ડ્રન્સ રિસર્ચ હોસ્પિટલ અને લોસ એલામોસ નેશનલ લેબોરેટરીના સંશોધનકારોના સહયોગથી આ સંશોધન કરવામાં આવ્યું હતું. યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ એનર્જી હેઠળ કાર્ય કરતા લોસ અલામોસની અત્યારે સ્ટ્રેટેજીક વિજ્ઞાનમાં મલ્ટિડિસિપ્પ્લિનરી સંશોધન સંસ્થા તરીકે ગણતરી થાય છે.

  આ પણ વાંચોઃ-આયેશાની આખી કહાની! કોણ છે પતિ આરિફ ખાન જેના માટે આયેશાએ હસતાં મોંઢે મોતને વ્હાલું કર્યું

  આ પણ વાંચોઃ-પતિએ ફરી શરું કર્યો MBAનો અભ્યાસ, યુવતી સાથે થયું 'લફરું', એક્સ્ટ્રા ક્લાસના બહાને રાત્રે જતો હતો પ્રેમિકા પાસે, પત્નીએ આવી રીતે પકડ્યો

  લોસ અલામોસે તેની વેબસાઈટ ઉપર નવા અભ્યાસના સહ-લેખક કોમ્પ્યુટેશનલ બાયોલોજિસ્ટ બેટ્ટે કોર્બરને ટાંકતા કહ્યું કે “અમે આ પ્રકારની સમસ્યા માટે એપિગ્રાફ સ્ટ્રેટેજી વિકસાવી છે, અને તે થિયરીમાં ઘણા રોગકારક જીવાણું સામે અમલમાં મૂકી શકાય છે. ટૂલ વિભિન્ન વસ્તીમાં અસરકારકતા વધારવા માટે રસી એન્ટિજેન્સને સમૃદ્ધ બનાવે છે.

  આ પણ વાંચોઃ-દુકાનમાં કામ કરતા યુવકને માલિકે ઘરે જમવા બોલાવ્યો, માલિકની પત્ની સાથે યૌન સંબંધ ઇચ્છતો હતો યુવક, ઇન્કાર કરતા કરી હત્યા

  આ પણ વાંચોઃ-રાજકોટઃ 'ઘર કંકાસના કારણે આપઘાતનું પગલું ભર્યું છું', ડોક્ટરના પુત્રએ ઝેરી દવા પી જીવન ટૂંકાવ્યું

  કોર્બરે તેના પતિ જેમ્સ થેલર સાથેની સહયોગથી અલ્ગોરિધમનો નિર્માણ કર્યો છે. તેમણે ટાંકયું હતું કે “આ કામ આપણને પાન-સ્વાઈન ફ્લૂ વાયરસની રસી શોધની નજીક એક ડગલું નજીક લઈ જાય છે. જો સ્વાઇન ફ્લૂનો રોગચાળો માણસોમાં ફેલાવા માંડે તો અસરકારક અને ઝડપી લડત માટે તૈયાર રહેવાની અપેક્ષા છે, પરંતુ આ સ્વાઈન ફ્લૂની રસી પશુરોગની વ્યવસ્થામાં પણ ઉપયોગી થઈ શકે છે. ” રસી પ્રત્યેની પ્રતિરક્ષાના પ્રતિભાવો વિવિધ વાયરલ સામે ખૂબ જ વ્યાપક આશા દર્શાવે છે. "આ જ પાયાના સિદ્ધાંતો પાન-કોરોનાવાયરસ રસી વિકસાવવા માટે લાગુ થઈ શકે છે, જેથી ભવિષ્યમાં કોરોનાવાયરસ ક્રોસ-પ્રજાતિના એટલે કે નવા જોખમ સામે ઝડપથી લડી શકાય.



  લેખકોએ નોંધ્યું છે કે સ્વાઈન, એવિયન અને હ્યુમન ઈન્ફલ્યુએન્ઝા વાયરસ સામે ડુક્કર સંવેદનશીલ છે, જેથી તે નોવેલ રિસોર્ટેડ ઈન્ફલ્યુએન્ઝા વાયરસ માટે સંપૂર્ણ "મિશ્રણ પાત્ર" બનાવે છે. જેમ 2009માં જોવા મળ્યું એમ એચ1 એન1 સ્વાઇન ફ્લૂ રોગચાળો ઝુનોસિસ (પિગથી માણસોમાં સ્થાનાંતર) થાય તો આ પ્રકારનો નોવેલ રિસોર્ટેડ વાયરસ મહામારીનું સ્વરૂપ ધારણ કરી શકે છે.
  Published by:ankit patel
  First published:March 03, 2021, 23:12 pm

  ટૉપ ન્યૂઝ