નવી દિલ્હી : કોરોના મહામારી રોકવા માટે વિશ્વના ઘણા દેશોમાં રસીકરણ અભિયાન ચાલી રહ્યું છે. વાયરસને રોકવા માટે રસી લેવાથી ખતરો ઓછો થાય છે, પરંતુ સાવ ટળી જતો નથી. આ પ્રકારનો અભ્યાસ ન્યુ ઇંગ્લેન્ડ જર્નલ ઓફ મેડિસિનમાં ઓનલાઈન પ્રકાશિત થયો હતો. આ સંશોધનમાં રસી લેનાર આરોગ્યકર્મીઓમાં સંક્રમણના દરના આંકડાને ધ્યાનમાં લેવાયા હતા.
અભ્યાસમાં યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયા(સાન ડિયાગો) અને યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયા(લોસ એન્જલ્સ)ના આરોગ્યકર્મીઓના આંકડાને ધ્યાને લેવાયા હતા. આ આરોગ્યકર્મીએ ડિસેમ્બર 16 અને ફેબ્રુઆરી 9 સુધીમાં ફાઇઝર અથવા મોડર્નાની રસી લીધી હતી.
પ્રથમ ડોઝ લીધા બાદ પણ જોખમ યથાવત
રસી લીધી હોય તેવા આરોગ્યકર્મીમાંથી 379 આરોગ્યકર્મીઓને એક જ દિવસમાં સંક્રમણ લાગ્યું હતું. પ્રથમ ડોઝ પછીના પ્રથમ બે અઠવાડિયામાં મોટાભાગના આરોગ્યકર્મી સંક્રમણનો ભોગ બન્યા હતા. જ્યારે બે ડોઝ લીધા બાદ 37 આરોગ્યકર્મીઓ પોઝિટિવ થયા હતા.
આ અભ્યાસમાં જાણવા મળ્યું કે, યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયા(સાન ડિયાગો)માં રસી લેનાર 1.19 ટકા આરોગ્ય કર્મચારીઓ ઉપર ખતરો હતો, જ્યારે યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયા(લોસ એન્જલ્સ)ના 0.97 ટકા રસી લેનાર લોકો પર જોખમ હતું. રસીના પરીક્ષણ દરમિયાન આવેલા આંકડા કરતા આ આંકડા વધુ હતા.
ટ્રાયલ અને વાસ્તવિક સ્થિતિના આંકડામાં ફેર
સાન ડિએગોના સહ-લેખક લ્યુસી ઇ હોર્ટનને જણાવ્યું હતું કે, પ્રથમ બાબત એ છે કે, આરોગ્ય કર્મચારીઓનું નિયમિત સર્વેક્ષણ કરાયું હતું. જ્યારે બીજી વાત ધ્યાનમાં લઈએ તો રસીકરણ ઝુંબેશના સમયગાળામાં સ્થાનિક સ્તરે ઉછાળો જોવા મળ્યો હતો. ત્રીજું પાસું એ છે કે રસીની ક્લિનિકલ ટ્રાયલ્સમાં ભાગ લેનારાઓની તુલનામાં આરોગ્ય કર્મચારીઓની સંખ્યામાં સુધારો હતો. મોટી વાત એ હતી કે, જે આરોગ્યકર્મીની ઉંમર ઓછી હોય છે તેના પર કોરોનાનું જોખમ વધુ હતું.
કોરોનાનો ફેલાવો વર્તુણકના કારણે
કોરોના વાયરસના કેસ પાછળ વર્તુણક જવાબદાર છે. માસ્ક ન પહેરવું, સોશ્યલ ડિસ્ટન્સ ન જાળવવું, સામાજિક મેળાવડામાં ભાગ લેવો સહિતની બાબતો કોરોના સંક્રમણના કેસમાં વધારો કરે છે.
બીજા ડોઝના 14 દિવસ બાદ જોખમ ઓછું
રસીનો બીજો ડોઝ લીધાના 14 દિવસ બાદ કોરોના વાયરસનું સંક્રમણ થવાની શક્યતા ઓછી છે. કેમ કે, ત્યારે રોગપ્રતિકારક શક્તિ ટોચે પહોંચી ગઈ હોય છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર