Home /News /explained /

પુણ્યતિથિ: ભારતની પ્રથમ મહિલા શિક્ષિકા સાવિત્રીબાઈ ફૂલે, જાણો કઈ રીતે તેઓ મહિલાઓના અધિકારો માટે લડ્યાં હતાં

પુણ્યતિથિ: ભારતની પ્રથમ મહિલા શિક્ષિકા સાવિત્રીબાઈ ફૂલે, જાણો કઈ રીતે તેઓ મહિલાઓના અધિકારો માટે લડ્યાં હતાં

પ્રતીકાત્મક તસવીર

સાવિત્રીબાઇએ જાતિવાદ અને પુરુષપ્રધાન સામાજિક વ્યવસ્થાને પડકારીને બાલિકા શિક્ષણને મોટી જરૂરત ગણાવી હતી. તેઓ પોતે કવયિત્રી પણ હતા. બાલિકા શિક્ષણ સહીત તેમણે બાળ વિવાહ જેવવા કુરિવાજો સામે પણ સુધાર લાવવાનું બીડું ઝડપ્યું હતું.



    પ્રાચી મિશ્રા : સુપ્રિમ કોર્ટના વકીલ : ભારતના સામાજિક સુધાર આંદોલનની નાયિકા સાવિત્રીબાઈ ફૂલે ભારતની પ્રથમ ફેમિનિસ્ટ આઇકોન માનવામાં આવે છે. તેઓ ભારતના પ્રથમ મહિલા શિક્ષિકા તરીકે પણ ઓળખાય છે. તેમણે સામાજિક સુધારક જ્યોતિબારાવ ફુલેની પ્રથમ કન્યા વિદ્યાલયમાં શિક્ષિકા તરીકે કામ કર્યું હતું.

    સાવિત્રીબાઇએ જાતિવાદ અને પુરુષપ્રધાન સામાજિક વ્યવસ્થાને પડકારીને બાલિકા શિક્ષણને મોટી જરૂરત ગણાવી હતી. તેઓ પોતે કવયિત્રી પણ હતા. બાલિકા શિક્ષણ સહીત તેમણે બાળ વિવાહ જેવવા કુરિવાજો સામે પણ સુધાર લાવવાનું બીડું ઝડપ્યું હતું.

    તેમણે પોતાનું આખું જીવન મહિલાઓને અધિકારો અને શિક્ષણ અપાવવામાં ખર્ચ કરી નાંખ્યું હતું. જોકે, 66 વર્ષની વયે બ્યુબૉનીક પ્લેગની બીમારીને કારણે તેમનું નિધન થયું હતું. ત્યારે આજે તેમની પૂણ્યતિથિ નિમિત્તે તેમની કેટલીક વિશેષતાઓ જાણીએ.

    1. સાવિત્રીબાઇનો જન્મ મહારાષ્ટ્રના સતારાના નૈગાંવમાં ખેડૂત પરિવારમાં થયો હતો. અહીં શિક્ષા અંગે કોઈ પ્રકારની જાગૃકતા નહોતી.

    2. સાવિત્રીબાઇના લગ્ન 10 વર્ષની વયે 13 વર્ષના જ્યોતિબા રાવ સાથે થયા હતા. જે બાદ તેમણે બાળ વિવાહના કુરિવાજ સામે લડત હાથ ધરી હતી.

    3. તેમણે મહિલાઓને શિક્ષિત કરવા માટે પર્ણ લીધી હતી, જેને લઈને તેમને જાત બહાર કરી દેવાયા હતા. જોકે, બાદમાં તેમણે જ્યોતિબારાવ સાથે મળીને 18 કન્યા શાળાઓ ખોલી હતી.

    4. 1848માં તેમની પ્રથમ કન્યા શાળામાં માત્ર 9 વિદ્યાર્થીનોએ એડમિશન મેળવ્યું હતું. સાવિત્રીબાઈ શિક્ષણ આપવા ઉપરાંત વિદ્યાર્થીનીઓ અધવચ્ચે ભણતર ન છોડી દે તે માટે તેમને આર્થિક રીતે મદદ પણ કરતી હતી.

    5. સાવિત્રીબાઇએ તે સમયે મહિલાઓ વિધવા થતા મૂંડનનો પણ ખૂબ વિરોધ કર્યો હતો.

    6. તે સમયે બળાત્કારના કારણે મહિલાઓ માં બની જતી હતી અને તેમના બાળકોનો બહિષ્કાર થતો હતો, ત્યારે સાવિત્રીબાઇએ આવી મહિલાઓ માટે કેર સેન્ટર ખોલ્યા હતા.

    7. બ્યુબૉનીક પ્લેગની ઝપેટમાં આવેલા દર્દીઓના ઈલાજ માટે તેમણે પૂણે ખાતે તેમના દત્તક પુત્ર યશવંત સાથે મળીને 1897માં ક્લિનિક ખોલ્યું હતું. આ દરમિયાન સાવિત્રીબાઈ ખુદ પ્લેગની ઝપેટમાં આવી ગયા હતા.

    8. સમાજ જે લોકોને અછૂત કહેતો હતો, તેવા લોકો માટે સાવિત્રી બાઈએ પોતાના ઘરે કૂવો ખોદાવ્યો હતો. જ્યાંથી તે લોકો પાણી લઇ શકતા હતા.

    9. તેમણે પોતાના પતિ સાથે મળીને દહેજ અને પંડિતો વિના આંતરજાતીય વિવાહ કરાવવા માટે સત્ય શોધક સમાજની સ્થાપના કરી હતી.

    10. ભારત સરકારે વર્ષ 1998માં સાવિત્રીબાઈ ફૂલેના સન્માનમાં ટિકિટ બહાર પાડી તેમને શ્રદ્ધાંજલિ આપી હતી.

    First published:

    Tags: Explained, Teacher, શિક્ષણ

    આગામી સમાચાર