Home /News /explained /Explained: QUAD મીટમાં ભાગ લેશે પીએમ મોદી, આ મુદ્દાઓ પર ચર્ચા કરી શકે છે વૈશ્વિક નેતાઓ

Explained: QUAD મીટમાં ભાગ લેશે પીએમ મોદી, આ મુદ્દાઓ પર ચર્ચા કરી શકે છે વૈશ્વિક નેતાઓ

પીએમ મોદી બુધવારે અમેરિકા રવાના (PM narendra modi in America)થયા

PM Narendra Modi US Visit- ભારતમાં સ્વચ્છ ઊર્જા માટે પીએમ મોદી ક્લાઇમેટ ચેન્જના મુદ્દા પર ભારણ મુકી શકે છે

આ વર્ષે માર્ચમાં ઓનલાઇન યોજાયેલ ક્વાડના (Quad Meet)પહેલા લીડર-લેવલ શિખર સંમેલનમાં (Quad Summit)ચાર સભ્ય દેશોએ “આપણા સમયમાં રહેલ પડકારો પર આપણા સહયોગને મજબૂત કરવા”નો સંકલ્પ લીધો હતો. ક્વાડ પહેલી વખત કટોકટીના સમયે અસ્તિત્વમાં આવી હતી, 2004માં હિંદ મહાસાગરમાં ત્સુનામી અને તે પછીના વર્ષોમાં તે સ્થગિત રહી, કારણ કે વિશ્વ બીજી કટોકટી કોવિડ-19 સામે લડી રહ્યું છે. જ્યારે તેના સહયોગ સ્તરમાં વધારો થયો ત્યારે તેના કેન્દ્રમાં ચીન હતું. પરંતુ જ્યારે 24 સપ્ટેમ્બરે ચારેય નેતાઓ મળશે, ત્યારે વેક્સિનથી માંડીને સેમી કંડક્ટર ચીપ્સ સુધી ચર્ચા કરવા માટે ઘણા મુદ્દાઓ છે. પીએમ મોદી બુધવારે અમેરિકા રવાના (PM narendra modi in America)થયા છે.

ક્વાડ નેતાઓના મગજમાં શું હશે સૌથી પહેલા મુદ્દો?

અફઘાનિસ્તાન પર તાલિબાનનો કબજો થતા જોઈ અમેરિકાએ પોતાની સેના પરત બોલાવી લીધાના એક મહિના બાદ ક્વાડ મિટિંગ યોજાઇ હતી. આ સાથે જ અમેરિકાના લાંબા સૈન્ય સંઘર્ષનો અંત આવ્યો છે અને તેની પ્રતિષ્ઠાની નિંદા થવાનો અર્થ છે કે વોશિંગ્ટન નવા જોશ સાથે નવા ભૌગોલિક રાજકીય લક્ષ્યોની શોધમાં છે. આ મામલે જો બાઈડન એડમિનિસ્ટ્રેશને ક્વાડ નેતાઓની પહેલી ઇન-પર્સન મિટિંગ યોજવાનું નક્કી કર્યુ. પરંતુ અહીં અમેરિકાએ ઓસ્ટ્રેલિયા અને યૂકે સાથે મળીને AUKUS ગંઠબંધન કર્યુ છે, જે ચીનને નિયંત્રિત કરવાનો ઉદ્દેશ્ય સ્પષ્ટ કરે છે.

ક્વાડનો અર્થ છે ક્વાડ્રીલેટરલ સિક્યોરિટી ડાયલોગ (Quadrilateral Security Dialogue) આ કોઇ મિલિટ્રી ગ્રુપ નથી અને ભારત કોઇપણ એવી વ્યવસ્થાનો વિરોધ કરવા માટે જાણીતુ છે જે સૂચવે છે કે તે કોઇ પણ ‘કેમ્પ’માં જોડાઇ રહ્યું છે, જ્યારે કે મિલિટ્રી મસલ-ફ્લેક્સિંગ એવી બાબત છે જે જાપાની નીતિ સાથે સુસંગત બેસતી નથી. જે પ્રતિત કરે છે કે શા માટે યુએસએ તેના નાટો સાથી ફ્રાન્સની નારાજગીનો સામનો કરીને ઓસ્ટ્રેલિયા માટે પરમાણુ સંચાલિત સબમરીનની ઓફર માટે ઝંપલાવ્યું છે. ઇન્ડો-પેસિફિકમાં પરમાણુ સબમરીન લાવવાનું આ પગલું ચીન માટે એક મજબૂત સંદેશ છે, તે પ્રદેશમાં તેની આક્રમક ગતિવિધિઓનો સામનો કરવામાં ક્વાડની ભૂમિકા પર પણ પ્રશ્નાર્થ મૂકે છે.

પરંતુ માર્ચ બેઠક બાદ ક્વાડ સભ્યોએ બહાર પાડેલ ‘ધ સ્પિરિટ ઓફ ધ સ્વાડ’ સંયુક્ત સ્ટેટમેન્ટ જણાવે છે કે, ગ્રુપ આજે કોવિડ-19 દ્વારા મચેલી વૈશ્વિક તબાહી, ક્લાઇમેટ ચેન્જ અને સુરક્ષા સામેના પડકારોને નવા ઉદ્દેશો સાથે સંબોધિત કરવાનો પ્રયાસ કરશે. તેથી માની શકાય છે કે આ મુદ્દાઓ ક્વાડ નેતાઓની બેઠક દરમિયાન ચર્ચાના મુખ્ય વિષયોમાંથી એક હશે.

આ પણ વાંચો - PM Modi US Visit: પીએમ નરેન્દ્ર મોદી બુધવારથી અમેરિકા યાત્રા પર, જાણો આખો કાર્યક્રમ

વેક્સિન અંગે ક્વાડની તૈયારી શું છે?

માર્ચમાં ક્વાડ બેઠક બાદ વ્હાઇડ હાઉસ દ્વારા જાહેર કરાયા એક ફેક્ટ શીટમાં જણાવાયું હતું કે ગ્રુપ વર્ષ 2021માં સુરક્ષિત અને અસરકારક કોવિડ-19 વેક્સિન તૈયાર કરવા માટે જરૂરી પગલાઓ લેશે અને ઇન્ડો-પેસિફિક દેશમાં રસીકરણને મજબૂત અને સહાયતા કરવા માટે મળીને કામ કરશે. કોવિડ-19 મહામારીના સમયે વેક્સિન ઉત્પાદ વધારવા અને તેમના બહોળા વિતરણને સુનિશ્ચિત કરવાથી ગ્રુપનો પાવર વધશે, ખાસ કરીને જ્યારે ચીને પોતાની વેક્સિન કૂટનીતિને આગળ વધારવા માટે ઘણા દેશોને શોટ્સની ઓફર આપી છે. વિશ્વના સૌથી મોટા વેક્સિન નિર્માતા તરીકે ભારત આવી યોજનાઓ માટે મહત્વપૂર્ણ છે અને ક્વાડ સભ્યોએ જણાવ્યું હતું કે, તેઓ ભારતમાં સુરક્ષિત અને અસરકારક કોવિડ-19 રસીના નિર્માણને વધારવા માટે પૂરતો સહયોગ આપશે. પરંતુ માર્ચની બેઠક દેશમાં બીજી લહેર પહેલા યોજાઇ હતી અને ભારતને રસી નિકાસને રોકવાની ફરજ પડી હતી. સપ્ટેમ્બરની બેઠક સુધી આવનાર રિપોર્ટમાં કહેવાયું હતું કે, અમેરિકા ભારત માટે વેક્સિન નિકાસને ફરી શરૂ કરવા ઇચ્છુક હતું. બેઠકના થોડા દિવસો પહેલા જ ભારતે જાહેરાત કરી કે તે ફરી અન્ય દેશો માટે રસી મોકલશે.

રસીનું ઉત્પાદન વધારવાના પ્રયાસો અંતર્ગત અમેરિકાએ માર્ચમાં જણાવ્યું હતું કે, તે 2022ના અંત સુધીમાં હૈદરાબાદ સ્થિત બાયોલોજીકલ-ઈ દ્વારા રસીના 1 બિલિયન ડોઝ ઉત્પાદન માટે પૈસા ઉપલબ્ધ કરાવશે, જ્યારે જાપાને પણ કહ્યું હતું કે તે તેના માટે લોનમાં વધારો કરશે. આ રીતે ક્વાડ મીટ રસીના ઉત્પાદનની યોજનાઓને પૂરી કરવા અંગે ચર્ચા કરી શકે છે, જ્યારે ભારત પેટન્ટ અને ઉત્પાદન લાઇસેન્સના મુદ્દાને ઉઠાવી શકે છે.

સુરક્ષિત ટેક્નોલોજી સપ્લાયનો મુદ્દો

બેઠકના થોડા દિવસો પહેલા જાપાની દૈનિક નિક્કેઇના એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતુ કે, ક્વાડ નેતાઓ –અમેરિકન રાષ્ટ્રપતિ જો બાઇડેન અને ઓસ્ટ્રેલિયા, જાપાન અને ભારતના પ્રધાનમંત્રીઓ, સ્કોટ મોરિસન, યોશીહિદે સુગા, નરેન્દ્ર મોદીએ હાર્ડવેર, સોફ્ટવેર અને સેવાઓ માટે સરળ અને સુરક્ષિત નિતીઓ પર ભાર મુક્યો છે. માર્ચમાં પોતાની વર્ચ્યુઅલ બેઠક બાદ ક્વાડ નેતાઓએ જણાવ્યું હતું કે, મુક્ત, ખુલ્લા અને સરળ ઇન્ડો-પેસિફિકના લક્ષ્યો માટે તેઓ એક મહત્વપૂર્ણ અને વિકસિત ટેક્નોલોજી વર્કિંગ ગ્રુપની સ્થાપના કરશે. તેમણે કહ્યું હતું કે, સભ્ય દેશો ટેક્નોલોજી ડિઝાઇન, વિકાસ અને ઉપયોગને નિયંત્રિત કરતા સિદ્ધાંતો વિકસિત કરશે અને ટેલિકોમ્યુનિકેશન્સ ડિપ્લોયમેન્ટ ડાયવર્સિફીકેશનના સપ્લાયર્સ અને ભવિષ્યના ટેલિકોમ્યુનિકેશન પર સહયોગને પ્રોત્સાહિત કરશે, જેમાં અમારા ખાનગી ક્ષેત્રો અને ઉદ્યોગોની સાથે ગાઢ સહયોગ સામેલ છે. વિશેષકો આ મુદ્દાઓ પર ચર્ચા થઇ શકે છે તેવું અનુમાન લગાવી રહ્યા છે.

વૈશ્વિક સમસ્યા ક્લાઇમેટ ચેન્જનો મુદ્દો

ભારતમાં સ્વચ્છ ઊર્જા માટે પીએમ મોદી ક્લાઇમેટ ચેન્જના મુદ્દા પર ભારણ મુકી શકે છે. જ્યારે કે રાષ્ટ્રપતિ બાઇડેન પોતાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ક્લાઇમેટ કમિટમેન્ટની અસ્વીકૃતિ બાદ અમેરિકન સ્વચ્છ ઊર્જા યોજનાઓને ફરી પાટા પર લાવવા માટે ભાર મૂકી શકે છે. માર્ચના નિવેદનમાં જણાવવામાં આવ્યું હતું કે, ક્વાડ સભ્યો તે જણાવવા માટે એકજૂથ છે તે ક્લાઇમેટ ચેન્જ એક વૈશ્વિક પ્રાથમિકતા છે અને તમામ દેશો ક્લાઇમેટ એક્શનને મજબૂત કરવા માટે કામ કરશે, જેમાં પેરિસ- પૂર્વનિર્ધારિત તાપમાન સીમાને પહોંચની અંદર રાખવામાં સામેલ છે. આ વર્ષના અંતમાં ગ્લાસગોમાં યોજાનાર COP-2 દેશોની બેઠકની સાથે ક્વાડ સભ્યોએ કહ્યું હતું કે તેઓ તી સફળતાની આશા રાખી રહ્યા છે.

ક્વાડ નેતાઓ તે મુદ્દાઓ પર પણ ચર્ચા કરી શકે છે જેમાં પેરિસ ક્લાઇમેટ સમજૂતીના ભાગ તરીકે સહમત ઉત્સર્જન લક્ષ્યોને પ્રાપ્ત કરવામાં સહયોગ કરી શકે છે અને અન્ય વાતો સિવાય ઉત્સર્જનમાં ઘટાડાનું સમર્થન કરવા માટે ટેક્નિકલ સમાધાન વિશે જાણવાનો પ્રયાસ કરી શકે છે. ક્ષમતા અને ક્લાઇમેટ ફાઇનાન્સ મુદ્દે પણ નેતાઓ ચર્ચા કરી શકે છે.
Published by:Ashish Goyal
First published:

Tags: Quad, Quad Meet, અમેરિકા, પીએમ નરેન્દ્ર મોદી

विज्ञापन

विज्ञापन
विज्ञापन
विज्ञापन