Explained: ઓનલાઈન ટ્રોલિંગ, ઓનલાઇન પ્લેટફોર્મ પર એક પ્રકારની હેરાનગતિ

પ્રતિકાત્મક તસવીર

ટ્રોલિંગ ઓનલાઈન દુષ્પ્રચાર,હેરાનગતિનું સૌથી ખરાબ સ્વરૂપ છે. ટ્રોલ્સ ઓનલાઈન પ્લેટફોર્મ પર અન્ય માટે સતામણી અને ગુંડાગીરી જેવી યુક્તિઓનો ઉપયોગ કરે છે.

  • Share this:
નવી દિલ્હીઃ અત્યારના આધુનિક જમાનામાં લોકો સોશિયલ મીડિયા (social media) ઉપર ભારે એક્ટિવ રહે છે. ત્યારે કેટલીક વ્યક્તિઓ સોશિયલ મીડિયા ઉપર ટ્રોલ (trolls) પણ થતી હોય છે. જેમાં ખાસ કરીને બોલિવૂડની હસ્તીઓ વધારે ટ્રોલ થતી હોય છે. સોશિયલ મીડિયાના આ ટ્રોલિંગ અંગે જાણીએ મહત્વની માહિતી

શું છે ટ્રોલિંગ?
ટ્રોલિંગ ઓનલાઈન દુષ્પ્રચાર,હેરાનગતિનું સૌથી ખરાબ સ્વરૂપ છે. ટ્રોલ્સ(Trolls) ઓનલાઈન પ્લેટફોર્મ પર અન્ય માટે સતામણી અને ગુંડાગીરી જેવી યુક્તિઓનો ઉપયોગ કરે છે. ભારતીય કાયદા-કાનૂન હેઠળ પ્રતિબંધિત હોવા છતા ઇરાદાપૂર્વક અપમાનજનક પ્રકારની સાહિત્ય-સામગ્રી ઓનલાઈન પોસ્ટ કરવી, એટેલે ટ્રોલિંગ(Trolling).

કોણ છે ટ્રોલર્સ?
ઇરાદાપૂર્વક કોઈ એક મુદ્દાને ગરમ કરવો, તેમાં ઘી ઉમેરવાનું કામ કરનાર કે ઇન્ટરનેટ પર લોકોની પજવણી કરનારને ટ્રોલર્સ કહેવાય છે.

ટ્રોલર્સ કોને ટાર્ગેટ કરે છે?
કોઈપણ વ્યક્તિ અથવા કે એક સમૂહના તમામ વ્યક્તિઓ કે પછી એક સમગ્ર જૂથને જ ટાર્ગેટ કરવામાં આવે છે. ખાસ કરીને ટ્રોલર્સ મહિલાઓને નિશાન બનાવે છે.

આ પણ વાંચોઃ-એકબીજાની સહમતીથી કેવી રીતે છૂટાછેડા મેળવવા? જાણો કાયદાકીય પ્રક્રિયા

કેમ ટ્રોલિંગ નુકસાનકારક છે?
ટાર્ગેટ બનાવવામાં આવતા લોકોને માનસિક, ભાવનાત્મક અને શારીરિક તાણ આપવામાં આવે છે. વાસ્તવિક સમસ્યાઓથી ધ્યાન ભટકાવવા માટે પણ ટ્રોલિંગ કરવામાં આવી શકે છે. જૂની પૌરાણિક સાંસ્કૃતિક અને સામાજિક રીવાજો, રીત-માન્યતાઓને હાનિ પહોંચાડવા કે પછીક અમુક સોશિયલ ટ્રેન્ડ માટે પણ ટ્રોલિંગ થાય છે. આ પ્રકારના ટ્રોલ્સમાં કોઈ કાયદકીય હકીકત પણ હોતી નથી અને અમુક સંજોગોમાં તે ઓફલાઈન વિરોધ માટે પણ દોરી જાય છે.

કેમ ટ્રોલિંગ એક સમસ્યા બની રહ્યું છે?
ઓનલાઇન અપમાનજનક સામગ્રી પોસ્ટ કરવા માટે ટ્રોલર્સ અનેક ટ્રીક વાપરે છે. ટ્રોલર્સ દ્વારા ટ્વીટર પર ટ્રેન્ડ શરૂ કરવામાં આવે છે, એ એક વ્યક્તિ કે પછી, પક્ષ કે એક સમૂહની સામે વાપરવામાં આવે છે.

આ પણ વાંચોઃ-Explained: સાત પ્રશ્નોના જવાબમાં જાણો મેટરનીટી બેનિફિટનો કાયદો, કોણ લઈ શકે લાભ?

ટ્રોલ્સની સામે કાનૂની હથિયાર શું છે?
જો તમે ટ્રોલિંગના શિકાર બનો તો ક્રિમિનલ ધાકધમકી (Intimidation), જાતીય સતામણી, માનહાનિ અને અશ્લીલ સામગ્રીવાળું કન્ટેન્ટ વગેરે સંબંધિત જોગવાઈઓ હેઠળ અરજી કરી શકો છો, પરંતુ તેનો કાનૂની ખર્ચ ખૂબ જ મોંઘો હોય છે.

ઈન્ડિયન પિનલ કોડ, 1860માં ટ્રોલિંગ અથવા ગુંડાગીરીની વ્યાખ્યા નથી. જોકે ઈન્ફોર્મેશન ટેક્નોલોજી એક્ટ, 2000(IT Act)ની અમુક કોડની જોગવાઈઓ આ સાયબર Bullies અને ટ્રોલ્સ સામે લડવા માટેના સક્ષમ હથિયાર છે.

આ પણ વાંચોઃ-Explained: વળતર એ ગ્રાહકનો અધિકાર, ગ્રાહક અધિકાર વિશે જાણો મહત્વની માહિતી

કાયદા અસરકારક છે?
કાયદાકીય પ્રક્રિયામાં ટ્રોલ્સને સજા કરવી મુશ્કેલ છે, કારણકે કોણે ખરેખર આ ટાર્ગેટની શરૂઆત કરી તે જાણવું મુશ્કેલ છે. અમુક ટ્રોલ્સના ફેક અકાઉન્ટ હોય છે. જોકે નફરતવાળા શબ્દો, મેસેજ કે પછી ધાકધમકી, બળાત્કારની ધમકીઓ, હિંસા માટે ઉશ્કેરણી સજાપાત્ર બને છે.

આજદિન સુધી ટ્રોલ્સ સામે કોઈ કાર્યવાહી થઈ છે?
જવાબ છે હા. ખૂબ જ ભાગ્યે પરંતુ ટ્રોલિંગ સામે પગલાં લેવાય છે ખરા. 2016માં એક બોલીવૂડ સિંગરે પત્રકારને એબ્યુઝ કર્યો હતો અને અંતે તેની ધરપકડ થઈ હતી. બાદમાં તેનું ટ્વિટર એકાઉન્ટ પણ સસ્પેન્ડ કરવામાં આવ્યું હતુ.

આપણે શું કરવું?
ખોટું ટ્રોલિંગ શાંતિ, એકતા, અખંડિતતા અને સુમેળમાં વિક્ષેપ કરે છે અને નફરતની વાવણી કરે છે. લોકોની માનસિકતામાં ઝેર રોપે છે. ભયની સાંસ્કૃતિકની રચના કરે છે. જો આપણે ટ્રોલ થયેલ લોકોની વિચારધારાને સમર્થન ન આપવા માંગતા હોઈએ તો પણ ફ્કત કોઈ એક વ્યક્તિ પર થતા ટ્રોલની સામે પડીએ તો પણ તેને એક સપોર્ટ મળી રહે છે.
Published by:ankit patel
First published: