Home /News /explained /

Explained: પશુધનની સંખ્યામાં ઘટાડો કરવા પર વિચારી રહ્યું છે નેધરલેન્ડ્સ, જાણો કેમ

Explained: પશુધનની સંખ્યામાં ઘટાડો કરવા પર વિચારી રહ્યું છે નેધરલેન્ડ્સ, જાણો કેમ

નેધરલેન્ડ્સ યુરોપમાં સૌથી મોટા પશુ ઉદ્યોગમાંથી એક છે (પ્રતિકાત્મક તસવીર)

પર્યાવરણવિદોએ આ પ્રસ્તાવન સહર્ષ આવકાર્યો છે અને કહ્યું કે, દેશમાં નાઇટ્રોજનના ઉસ્તર્જનને ઘટાડવા માટે આ એક સકારાત્મક પગલું છે. જોકે ખેડૂતો તેનો પ્રચંડ વિરોધ કરી રહ્યા છે

નેધરલેન્ડ્સ તે પ્રસ્તાવો પર વિચાર કરી રહ્યું છે, જે યુરોપમાં એક રીતે સૌથી કટ્ટરપંથી છે, જેમાં ખેડૂતોને પોતાના ઉત્સર્જન અધિકારો અને પોતાની જમીન રાજ્યને વેચવા માટે મજબૂર કરી પશુધનમાં 30 ટકાનો ઘટાડો કરવાનો છે. નેધરલેન્ડ્સમાં નાણાં અને કૃષિ મંત્રાલયના સિવિલ ઓફિસર્સ પશુધનને લગભગ એક તૃતિયાંશ સુધી ઘટાડવાનો પ્રસ્તાવ લાવ્યા છે. નેધરલેન્ડ્સ યુરોપિયન દેશનું સૌથી મોટું માંસ નિકાસ કરનાર ક્ષેત્ર છે. એટલું જ નહીં નેધરલેન્ડ્સ યુરોપમાં સૌથી મોટા પશુ ઉદ્યોગમાંથી એક છે. જેમાં 100 મિલિયન કેટલ, મરઘા અને ભૂંડ સામેલ છે. વર્ષ 2018માં સરેરાશ ઘનતા 14 બકરી, 93 કેટલ, 298 ભૂંડ અને 2372 મરઘા પ્રતિ કિમી2 અને 414 વ્યક્તિ પ્રતિ કિમી 2 હતી.

ગાર્ડિયનના રિપોર્ટ અનુસાર, પ્રસ્તાવમાં જણાવ્યા અનુસાર, જરૂરિયાત પડવા પર ખેડૂતો પાસેથી ઉત્સર્જન અધિકાર છીનવી અને પોતાની જમીન રાજ્ય વેચવા મજબૂર કરીને પશુધનની સંખ્યામાં 30 ટકા સુધીની ઘટ થવી જોઇએ. આ પ્રસ્તાવ દેશમાં માનવ સ્વાસ્થ્ય અને પશુધન ઉત્પાદનની પર્યાવરણ પર થતી અસરોને લઇને વધી રહેલી ચર્ચાઓ બાદ આવ્યો છે. વર્ષ 2007-2010માં દેશના સૌથી વધુ ગીચ વસ્તીવાળા પશુધન વિસ્તારમાં Q તાવ બેકાબૂ બન્યા બાદ આ ચર્ચાને નવી ગતિ મળી હતી.

શા માટે લાવવામાં આવ્યો આ પ્રસ્તાવ?

નેધરલેન્ડમાં નાઇટ્રોજનનું વધી રહેલું પ્રમાણ દેશ માટે ક્લાઇમેટ ચેન્જની ગંભીર સમસ્યાઓ ઉભું કરી રહ્યું છે. પશુધન બાબતે ચિંતા તે માટે શરૂ થઇ છે કે તેઓ ખાતર ઉત્પન્ન કરે છે અને તે પેશાબ સાથે ભળવાથી એમોનિયા મુક્ત કરે છે, જે નાઇટ્રોજન સંયોજન છે. આ એમોનિયા ખેતરના પ્રવાહ દ્વારા પાણીમાં ભળી શકે છે, આવી પરિસ્થિતિમાં વધુ નાઇટ્રોજન સંવેદનશીલ પ્રાકૃતિક સ્થાનોને નુકસાન પહોંચાડશે. નાઇટ્રોજન શેવાળનું કારણ બને છે જે પાણીના ઉપરના સ્તર પર ઓક્સિજનનું પ્રમાણ ઘટાડી દે છે.

ગત વર્ષે એલ્સેવિયરમાં પબ્લિશ એક અભ્યાસમાં જણાવ્યા અનુસાર પશુધન ઉત્પાદનથી ભૂગર્ભજળમાં ખતરનાક નાઇટ્રેટ પ્રદૂષણનું કારણ બની શકે છે. પેપરમાં જણાવ્યા અનુસાર,”માટીની ફળદ્રુપતા પર અસર કરવાની સાથે માટીમાં નાઇટ્રોજન, જે મુખ્ય રૂપે પશુધન ઉત્પાદનને આભારી છે, મુખ્યત્વે નાઇટ્રેટના સ્વરૂપમાં ભૂગર્ભજળમાં ભળે છે. તેના લીધે વર્ષ 2012-15માં (50mg nitrate/L)નું પ્રમાણ રેતાળ જમીનના વિસ્તારમાં 47 ટકા, માટીના ક્ષેત્રોમાં 8 ટકા, લોસ ક્ષેત્રમાં 60 ટકાનો વધારો થયો. આ પ્રમાણમાં વધારો પીવાના પાણીની ઉત્પાદન અને સપાટીના પાણીની ગુણવત્તાને અસર કરે છે. પ્રમાણની મર્યાદા સાથેના ખેતરોની ટકાવારી ખાસ કરીને ડેરી ફાર્મ પર અલગ હતી.”

અભ્યાસમાં જણાવ્યા અનુસાર, માટી અને ભૂગર્ભ જળમાથી પોષક તત્વોનો નાશ અને લીચિંગથી યુટ્રોફિકેશન થાય છે. જેના પરીણામ સ્વરૂપે વર્ષ 2011થી 2014ની વચ્ચે નાઇટ્રોજન સાંદ્રતા પ્રમાણ રેતાળ ક્ષેત્રોમાં 50-60 ટકા અને લગભગ માટી ક્ષેત્રમાં 40-60 ટકા માપવામાં આવ્યું હતું. આ ઉપરાંત નાઇટ્રોજન સંયોજનોનો સંગ્રહ એસિડિફિકેશન અને યુટ્રોફિકેશન દ્વારા ટેરેસ્ટ્રિયલ ઇકો સિસ્ટમને પણ અસર કરે છે. અભ્યાસમાં જણાવાયું છે કે, દેશના પ્રાકૃતિક ક્ષેત્રોની 60 ટકા સપાટી નાઇટ્રોજન જમા થવાના સંપર્કમાં છે.

વધુમાં જણાવ્યા અનુસાર, નેધરલેન્ડ્સમાં પશુધન ઉત્પાદન એમોનિયા ઉત્સર્જન દ્વારા નાઇટ્રોજન જમા કરવા માટે આશરે 40 ટકાનો ફાળો આપે છે. એમોનિયાના ઉત્સર્જનમાં સૌથી મોટો ફાળો કેટલનો 63 ટકા છે અને ત્યાર બાદ 21 ટકા સાથે ડુક્કર અને 11 ટકા સાથે મરઘા છે. જ્યારે પશુપાલનમાંથી ઉત્સર્જન શૂન્ય માની લેવામાં આવે છે, તો આ વધારો લગભગ 60 ટકાથી ઘટીને 15 ટકા સુધી આવી જાય છે.

આ પણ વાંચો - Explained: લેબનોનમાં આ કારણે સર્જાઈ આર્થિક કટોકટી, બ્રેડનું પેકેટ લેવા પણ ઉભા રહેવું પડે છે લાઈનમાં

નેધરલેન્ડ્સમાં સ્થિતિ કેટલી ગંભીર છે?

આ મુદ્દો દેશમાં એક મોટી ચિંતાનો વિષય બન્યો છે, જેથી તેને થોડા સમયથી “નાઇટ્રોજન સંકટ” તરીકે ઓળખવામાં આવે છે. નેધરલેન્ડની સર્વોચ્ચ વહીવટી સંસ્થા ડચ એડમિનિસ્ટ્રેટિવ કોર્ટ ઓફ ધ કાઉન્સિલ ઓફ સ્ટેટએ મે, 2019માં જણાવ્યું હતું કે, સરકારસ સંવેદનશીલ કુદરતી વિસ્તારોમાં નાઇટ્રોજનનું પ્રમાણ ઘટાડવા માટે જરૂરી પગલાઓ ન લઇને EUના કાયદાનો ભંગ કરી રહી છે. કોર્ટે વધુમાં જણાવ્યું કે, સરકારનો નાઇટ્રોજન એક્શન પ્રોગ્રામ (PAS), નાઇટ્રોજનની અસરોને મર્યાદિત કરવા અપૂરતો પ્રયાસ છે. ત્યાર બાદ કૃષિ, પ્રકૃતિ અને ખાદ્ય ગુણવત્તા મંત્રાલયે કટોકરીના તમામ ઉકેલો પ્રસ્તાવિત કરવા માટે એક બાહ્ય સંસ્થાની રચના કરી. જેના પરીણામ સ્વરૂપે 17 ડિસેમ્બર, 2020ના રોજ ડચ સંસદ દ્વારા નાઇટ્રોન ઉત્સર્જનને કાબૂમાં રાખવાના હેતુથી નવા કાયદાને મંજૂરી આપવામાં આવી હતી.

ગ્લોબલ એગ્રીકલ્ચ ઇન્ફોર્મેશન નેટવર્ક રિપોર્ટ અનુસાર, નવા કાયદામાં 3 લક્ષ્યો પ્રસ્થાપિત કરવામાં આવ્યા છે. – 40 નાઇટ્રોજન સંવેદનશીલ નેચુરા, 2000 વિસ્તારો 2025 સુધીમાં ક્રિટિકલ ડિપોઝીશન વેલ્યુ (<255 મોલ પ્રતિ હેક્ટર)થી નીચે હોવા જોઇએ. 50 નાઇટ્રોજન સંવેદનશીલ નેચુરા, 2000 વિસ્તારો 2030માં નક્કી કરેલા પ્રમાણથી નીચે હોવા જોઇએ. તેમજ 74 ટકા નાઇટ્રોજન સંવેદનશીલ નેચુરા – 2000 વિસ્તારો 2035માં નક્કી કરેલા પ્રમાણથી નીચે હોવા જોઇએ. કાયદો 2035 સુધીમાં બાંધકામ અને કૃષિના કારણે થતા નાઇટ્રોજન ઉત્સર્જનને અડધું કરવાનો લક્ષ્ય ધરાવે છે.

નેધરલેન્ડે આ કટોકટીનો સામનો કરવા અન્ય કડક પગલાઓ પણ અમલમાં મૂક્યા છે. જેમાં નાઇટ્રોજન ઓક્સાઇડ ઉત્સર્જનને ઘટાડવા દિવસ દરમિયાન મોટરમાર્ગો પર સ્પીડ ઘટાડીને 100 કિમી પ્રતિ કલાક કરાઇ છે અને ગેસ-ગઝલિંગ બાંધકામ પ્રોજેક્ટ્સને રોકવા સહિતનો સમાવેશ થાય છે. પરંતુ પશુધન દ્વારા ગ્રીનહાઉસ વાયુઓનું ઉત્સર્જન દેશમાં ચિંતાનો વિષય છે.

સંયુક્ત રાષ્ટ્રના ખાદ્ય અને કૃષિ સંગઠનના એક અહેવાલ અનુસાર, ગ્રીનહાઉસ વાયુઓના ઉત્સર્જનમાં પશુધન વૈશ્વિક સ્તરે 18 ટકા ફાળો આપે છે. તે માનવ સંબંધિત નાઇટ્રસ ડાયોક્સાઇડ 65 ટકા ઉત્પન્ન કરે છે, જેની ગ્લોબલ વોર્મિંગ ક્ષમતા CO2 કરતા 310 ગણી છે.

પશુધનની સંખ્યા ઘટાડવાના આ પ્રસ્તાવ પર કેવી રહી પ્રતિક્રિયાઓ?

પર્યાવરણવિદોએ આ પ્રસ્તાવન સહર્ષ આવકાર્યો છે અને કહ્યું કે, દેશમાં નાઇટ્રોજનના ઉસ્તર્જનને ઘટાડવા માટે આ એક સકારાત્મક પગલું છે. જોકે ખેડૂતો તેનો પ્રચંડ વિરોધ કરી રહ્યા છે. પ્રાણીઓના કચરામાંથી એમોનિયાને મર્યાદિત કરવામાં આ પ્રસ્તાવના વિરોધમાં ખેડૂતો ટ્રેક્ટર સાથે રસ્તાઓ રોકી રહ્યા છે. Wytse Sonnema, નેધરલેન્ડ્સ કૃષિ અને બાગાયત સંસ્થા (LTO)ના જાહેર બાબતોના વડાએ ગાર્ડિયનને જણાવ્યું કે, “રાજ્ય ખેડૂતો પાસેથી જમીન છીનવી લે તે એક ખરાબ બાબત છે. તે સરકાર દ્વારા જમીન પડાવવામાં આવે છે તેવું થયું જે સુશાસન સાથે બંધ બેસતું નથી. બીજુ કારણ ખૂબ વ્યવહારુ છે, પરીણામો આવતા પાંચથી સાત જેટલા વર્ષો લાગે છે અને ઘણા કેસોમાં તેનાથી પણ વધુ સમય લાગે છે. અમારી પાસે આટલો સમય નથી. અને સ્વાભિક રીતે તે ખર્ચાળ પણ છે.”

ગાર્ડિયનના રિપોર્ટમાં વધુમાં જણાવવામાં આવ્યા અનુસાર, મોટાભાગના પક્ષો આ બાબતે વધુ સ્વૈચ્છિક અભિગમની આશા રાખે છે. ક્રિશ્ચિયન ડેમોક્રેટિક અપીલના કૃષિ પ્રવક્તા ડર્ક બોસ્વિજને ટાંકીને જણાવ્યું કે, “સરકાર માટે જમીન જપ્તી ખરાબ સાબિત થઇ શકે છે. નેધરલેન્ડ્સમાં કૃષિ ક્ષેત્રમાં પહેલાથી જ 3 ટકાનું સંકોચન છે, ઘણા ખેડૂતો પાસે સોંપવા માટે કોઇ નથી અને એવી ધારણા છે કે 10થી 15 વર્ષમાં 40 ટકાથી 50 ટકા અન્ય કોઇ રીતે બંધ થઇ જશે. બળજબરીથી કબજે કરવાની યોજનો સરકારમાં સહકાર અને વિશ્વાસ માટે ખતરનાક બની શકે છે.”

ગત વર્ષે ડચ સંસદ દ્વારા કાયદાને મંજૂરી આપવામાં આવી ત્યારે પણ ઘણો વિરોધ થયો હતો. પીવીવી(પાર્ટી ફોર ફ્રીડમ), ગ્રીન લેફ્ટ, ધ પાર્ટી ફોર ધ એનિમલ્સ અને લેબર પાર્ટી જેવા કેટલાક પક્ષોએ દલીલ કરી હતી કે નાઇટ્રોજન ઉત્સર્જન ઘટાડવા માટે કાયદો પૂરી રીતે મહત્વકાંક્ષી નથી. કાયદાની વિરુદ્ધમાં મત આપનાર ફોરમ ફોર ડેમોક્રેસીએ તે સમયે કહ્યું હતું કે એક માત્ર હેતુ કૃષિ ક્ષેત્રને ખતમ કરવાનો હતો. LTOએ જણાવ્યું હતું કે, કાયદો ક્ષેત્ર માટે મુશ્કેલી છે અને 2035 માટે “અસંભવ લક્ષ્ય” છે.
First published:

Tags: Amsterdam, Netherlands

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन