Home /News /explained /Explained: એક સમયના શિવસેનાના વફાદાર નારાયણ રાણે અને ઉદ્ધવ ઠાકરે વચ્ચે ઝઘડાનું મૂળ શું છે?

Explained: એક સમયના શિવસેનાના વફાદાર નારાયણ રાણે અને ઉદ્ધવ ઠાકરે વચ્ચે ઝઘડાનું મૂળ શું છે?

બાલ ઠાકરેના જમાનાથી નારાયણ રાણે અને ઉદ્ધવ વચ્ચે અદાવત છે. (ફાઇલ તસવીર)

Narayan Rane Vs Uddhav Thackeray: બાલ ઠાકરેના જમાનાથી છે નારાયણ રાણે અને ઉદ્ધવ વચ્ચે અદાવત, જાણો મહારાષ્ટ્રના રાજકારણ પર શું થશે અસર

મુંબઈ. મહારાષ્ટ્ર (Maharashtra) ના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેને ‘થપ્પડ મારવા’ અંગે કથિત ટિપ્પણીના વિવાદ બાદ મંગળવારે કેન્દ્રીય પ્રધાન નારાયણ રાણેની ધરપકડ (Narayan Rane Arrested) કરવામાં આવી હતી અને બાદમાં અડધી રાત્રે જામીન પર મુક્ત કરવામાં આવ્યા હતા. ત્યારે ઉદ્ધવ ઠાકરે (Uddhav Thackeray) અને નારાયણ રાણે (Narayan Rane) વચ્ચે વેરનું કારણ શું છે, તે જાણવું જરૂરી બની જાય છે.

શિવસેના (Shiv Sena) અને નારાયણ રાણે વચ્ચેની નફરત આજકાલની નથી. એક સમયે નારાયણ રાણે શિવસેનાના સશક્ત નેતા હતા. પણ ઉદ્ધવ ઠાકરે સાથે તેમને ક્યારેય સારા સંબંધ રહ્યા નથી. જેના કારણે તાજેતરમાં તેમણે આપેલું નિવેદન મહારાષ્ટ્રના મુખ્યમંત્રીને નિશાન બનાવવાની ભાજપ (BJP)ની વ્યૂહરચનાનો ભાગ હોય શકે છે.

ભાજપને નારાયણ રાણેમાં જે શક્યતાઓ જોવા મળી રહી છે, તે જ શક્યતાઓ બાળ ઠાકરેએ (Bal Thackeray) 40 વર્ષ પહેલાં જોઈ હતી. નારાયણ રાણે કોંકણ (Konkan) પ્રદેશના મરાઠા નેતા (Maratha Leader) છે અને તેમની આક્રમકતા માટે જાણીતા છે. તેમણે શિવસેનામાં શાખા પ્રમુખ તરીકેની રાજકીય કારકિર્દીની શરૂઆત કરી હતી અને 1999માં આઠ મહિના સુધી શિવસેના-ભાજપ સરકારમાં મહારાષ્ટ્રના મુખ્યમંત્રી રહ્યા હતા.

ખુદ બાલાસાહેબ ઠાકરેએ નારાયણ રાણેને મુખ્યમંત્રી બનાવ્યા હતા. તેઓનું શિવસેનામાં કદમાં વધ્યું હતું. મુખ્યમંત્રી તરીકે પણ રાણેએ ટૂંકા ગાળામાં વહીવટ પર સારી પકડ મેળવી લીધી હતી. મહારાષ્ટ્રમાં તેમનો પ્રભાવ વધ્યો હતો. પરંતુ 2002માં જ્યારે તેઓ કોંગ્રેસ-એનસીપી સરકારને ઉથલાવવા માટે સંઘર્ષ કરતા હતા, ત્યારે તેઓ એકલા પડી ગયા હતા. તેમના કંકાવલીના ઘરમાં આગ લગાડવામાં આવી ત્યારે કોઈ તેમની મદદે આવ્યા ન હતા.

નારાયણ રાણે શિવસેનામાં હતા, ત્યારે તેમને ઘણા વિરોધનો સામનો કરવો પડ્યો હતો. બાળ ઠાકરેના પુત્ર અને મહારાષ્ટ્રના હાલના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે તેમના વિરોધના મૂળમાં હતા. નારાયણ રાણેને મુખ્યમંત્રી બનાવવા સામે ઉદ્ધવ ઠાકરે, સુભાષ દેસાઈ અને મનોહર જોશીનો વિરોધ હતો. આ ત્રણેય દ્વારા નારાયણ રાણેની આક્રમકતાનો વિરોધ થયો હતો. જોકે, બીજી તરફ 2003માં જ્યારે સેનાએ મહાબળેશ્વરમાં સંમેલનમાં કારોબારી પ્રમુખ તરીકે ઉદ્ધવ ઠાકરેનું નામ સૂચવ્યું, ત્યારે રાણેએ તેનો વિરોધ કર્યો હતો અને ઉદ્ધવના નેતૃત્વને પડકાર્યું હતું. જેના કારણે 2005માં રાણેને પક્ષમાંથી તગેડી મુકાયા હતા. શિવસેનાના સુપ્રીમો બાલાસાહેબ ઠાકરેએ તેમની સામે પક્ષ વિરોધી ગતિવિધિનો આક્ષેપ કર્યો હતો.

આ પણ વાંચો, ઉદ્ધવ ઠાકરે વિરુદ્ધ વિવાદિત નિવેદનના કારણે કેન્દ્રીય મંત્રી નારાયણ રાણેની ધરપકડ

શિવસેનામાંથી નીકળીને રાણે કોંગ્રેસમાં ચાલ્યા ગયા હતા. તે સમયે શિવસેનાને તોડવાનો તેમનો પ્રયાસ નિષ્ફળ રહ્યો હતો. ત્યારબાદ 2017માં રાણેએ કોંગ્રેસમાંથી છેડો ફાડી પોતાનો પક્ષ બનાવ્યો હતો. જેને મહારાષ્ટ્ર સ્વાભિમાન પક્ષ નામ આપવામાં આવ્યું હતું. ત્યારબાદ તેમણે ભાજપને ટેકો આપ્યો હતો. જેના બદલામાં તેમને રાજ્યસભામાં મોકલાયા હતા. બાદમાં 2019માં તેમણે ભાજપમાં પોતાના પક્ષનો વિલય કરી દીધો હતો.

નારાયણ રાણે અને ઉદ્ધવ ઠાકરે વચ્ચેની દુશ્મની ઘણી જૂની છે અને અનેક તબક્કા બાદ આ દુશ્મની અહીં પહોંચી ગઈ છે. રાણે શિવસેના અને ઠાકરે પરિવાર શાબ્દિક પ્રહાર કરવા માટે જાણીતા છે. જોકે, રાણેએ બાલાસાહેબ ઠાકરેની ક્યારેય જાહેરમાં ટીકા કરી ન હતી. તેમણે ઉદ્ધવ ઠાકરે પર ઘણા આક્ષેપ કર્યા છે. ઉદ્ધવની પત્ની રશ્મી અને પુત્ર આદિત્યને પણ છોડ્યા નથી. તાજેતરમાં નારાયણ રાણેએ લાફો મારવા મુદ્દે કરેલા નિવેદનને ઠાકરે સામે વ્યક્તિગત પ્રહારના રૂપમાં લેવાયું છે. જેના કારણે તેમની સામે રાયગઢ, પૂણે અને નાસિક સહિતના સ્થળોએ ફરિયાદ નોંધાઈ છે.

મહારાષ્ટ્રમાં ભાજપ દ્વારા જનઆશીર્વાદ યાત્રાનું આયોજન થયું હતું. જેનું સુકાન નારાયણ રાણે, ભારતી પવાર, ભાગવત કરાડ અને કપિલ પાટીલ જેવા 4 કેન્દ્રીય મંત્રીઓને સોંપાયું છે. રાણેએ મુંબઈમાં શિવાજી પાર્કમાં બાલ ઠાકરે સ્મારક પર પુષ્પાંજલિ અર્પણ કરીને પોતાની જનઆશીર્વાદ યાત્રા શરૂ કરીને શિવસેના પર હુમલો કર્યો હતો. આગામી વર્ષની શરૂઆતમાં મુંબઈ, થાણે અને નવી મુંબઈની સહિતના ડઝનબંધ મ્યુનિસિપલ કોર્પોરેશનો ચૂંટણી માટે તૈયાર છે. ત્યારે આ યાત્રાને ભાજપ દ્વારા શરૂ કરાયેલા પ્રારંભિક પ્રચાર અભિયાન તરીકે માનવામાં આવી રહી છે.

આ પણ વાંચો, Khaki Studio: મુંબઈ પોલીસે જેમ્સ બોન્ડની થીમ પર કર્યું પરફોર્મ, ટ્વિટર યૂઝર્સે કહ્યું Once More

" isDesktop="true" id="1127289" >

મુંબઈની ચૂંટણીમાં ભાજપ ફરી સત્તા પર આવશે અને ત્રણ દાયકાથી ચાલતા શિવસેનાના સામ્રાજ્યને પૂરું કરશે તેવો વિશ્વાસ રાણેએ વ્યક્ત કર્યો છે. છેલ્લી બીએમસી ચૂંટણીમાં ભાજપ શિવસેનાથી માત્ર બે બેઠકો પાછળ રહી ગયું હતું. આ વખતે BMCની ચૂંટણીમાં શિવસેનાને હરાવીને તે વિધાનસભાની ચૂંટણીમાં શિવસેના સાથે થયેલા વિશ્વાસઘાતનો બદલો લેવા માંગે છે. ગત વિધાનસભા ચૂંટણીમાં શિવસેનાએ ભાજપ સાથે લડત આપી હતી. પરંતુ ભાજપ છોડ્યા બાદ શિવસેનાએ કોંગ્રેસ અને એનસીપી સાથે મળીને સરકાર બનાવી હતી. આ દરમિયાન નારાયણ રાણે દ્વારા ઠાકરે પરિવાર પર થતા બેફામ આક્ષેપથી ભાજપને જેટલો ફાયદો છે તેટલું જ નુકસાન છે.
Published by:Mrunal Bhojak
First published:

Tags: Maharashta, Narayan rane, Shiv sena, Uddhav thackeray, ભાજપ

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन