મની મેનેજમેન્ટ એપ કેવી રીતે તમારા Personal finance પર નજર રાખવામાં કરે છે મદદ

પ્રતીકાત્મક તસવીર: Shutterstock

Money management app: મની મેનેજમેન્ટ એપની મદદથી ગ્રાહકો તેમના ખર્ચ, બિલ અને બજેટ જેવા કાર્યો સરળતાથી કરી શકે છે.

  • Share this:
મુંબઈ: ભારત સૌથી વધુ યુવા વસ્તી ધરાવતો દેશ છે. અહીં ચારમાંથી લગભગ એક વ્યક્તિ મિલેનિયલ (millennial) હોય છે. આજકાલ દરેક વ્યક્તિ ટેકનોલોજીથી પરિચિત છે. અત્યારની પેઢી ડિજિટલાઈઝ થવામાં વધુ રસ ધરાવે છે. અત્યારની જનરેશન નાણાકીય વ્યવસ્થાથી લઈને તમામ જરૂરિયાતને પૂર્ણ કરવા માટે ટેકનોલોજીનો લાભ લઈ રહી છે. એક જ વ્યક્તિના અલગ અલગ બેન્કમાં એકાઉન્ટ (Bank accounts) હોવા તે સામાન્ય બાબત નથી. અલગ અલગ કાર્ડ અને અલગ અલગ ડિજિટલ વોલેટ (Digital wallet)થી પેમેન્ટ કરવું તે સરળ બાબત નથી. દરેક વ્યક્તિના રોજબરોજના વ્યવહારના આધાર પર કેસ આઉટ ફ્લોની વિભિન્ન અસર જોવા મળે છે. જેના કારણે રોકડની વ્યવસ્થા કરવી તે ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે.

નાણાકીય વ્યવસ્થા કરવામાં યુવાઓને મદદરૂપ થતી એપ્સ

મની મેનેજમેન્ટ એપ (Money management app)ની મદદથી ગ્રાહકો તેમના ખર્ચ, બિલ અને બજેટ જેવા કાર્યો સરળતાથી કરી શકે છે. આ એપ ઓટોમેટેડ હોવાથી તેનો સરળતાથી ઉપયોગ કરી શકાય છે અને ગ્રાહકો તેમના નાણાકીય ડેટાનો યોગ્ય રીતે ઉપયોગ કરવા માટે ટેકનોલોજી પર વધુ વિશ્વાસ કરી શકે છે. મની મેનેજમેન્ટ એપ ગ્રાહકો માટે ખૂબ જ લાભદાયી છે. આ બાબતની સંપૂર્ણ જાણકારી અહીં આપવામાં આવી છે.

ખર્ચ કરવાની આદતો પર નજર રાખવી

મની મેનેજમેન્ટ એપની મદદથી ગ્રાહકો તેમના રોજબરોજના ખર્ચાની યોગ્ય જાણકારી મેળવી શકે છે. ગ્રાહકો દર મહિને કેટલો ખર્ચ કરે છે અને કેટલી કમાણી કરે છે, તેની જાણકારી મની મેનેજમેન્ટ એપની મદદથી મેળવી શકાય છે. આ એપની મદદથી ગ્રાહક શું ખર્ચ કરે છે, જેમ કે કરિયાણાનો સામાન, શોપિંગ, એન્ટરટેઈનમેન્ટ અને ટ્રાવેલ જેવા અલગ અલગ ખર્ચાઓને વર્ગીકૃત કરીને તેની જાણકારી મેળવી શકે છે. એપમાં આ તમામ બાબત ઓટોમેટીકલી મેનેજ થાય છે, જેના કારણે મેન્યુઅલી હિસાબ રાખવાની ઝંઝટમાંથી બચી શકાય છે.

રોજબરોજના ખર્ચ કરવાના ડેટા પરથી આગામી સમયમાં કેટલો અને શેમાં ખર્ચ કરવો તે નક્કી કરવામાં ગ્રાહકને મદદરૂપ સાબિત થાય છે.

બજેટ (Budget) બનાવો

આ એપ પરથી ખર્ચ અને આવકની જાણકારી સરળતાથી મળે છે. જેની મદદથી ગ્રાહક સરળતાથી આગામી મહિનાનું બજેટ બનાવી શકે છે. નાણાકીય લક્ષ્યને પૂર્ણ કરવા માટે ગ્રાહક માસિક બજેટ બનાવી શકે છે. બજેટ બનાવવાથી અનાવશ્યક ખર્ચથી બચી શકાય છે અને ગ્રાહક ભવિષ્ય માટેની બચત કરવા માટેનું વિચારે છે.

સમયસર બિલની ચૂકવણી

મની મેનેજમેન્ટ એપમાં સમયસર દર મહિને બિલ ચૂકવવા માટેની ટ્રેકિંગ સુવિધા આપવામાં આવે છે. ગ્રાહકોને બિલ ચૂકવવા માટે રિમાઈન્ડરની મદદથી સૂચના આપવામાં આવે છે, જેમ કે વિજળીનું બિલ, ક્રેડિટ કાર્ડ. બિલ ચૂકવવા માટેની સૂચના મળવાથી લેટ ફી ચૂકવવાથી બચી શકાય છે. મની મેનેજમેન્ટ એપ પર નોટિફિકેશન મળવાથી ગ્રાહક બિલ ચૂકવવા માટે એલર્ટ રહે છે.

આ પણ વાંચો: સેન્સેક્સમાં ઉછાળોઃ ડેટ, સોના અને ઇન્ટરનેશનલ ફંડના રોકાણકારોએ હવે શું કરવું જોઇએ?

ખર્ચનું ટ્રેકિંગ કરવું

ભારતીય યુવાઓ ખર્ચમાં ઘટાડો કરવા માટે હંમેશા શેરિંગ ઓપ્શનનો ઉપયોગ કરે છે. શહેરોમાં વિદ્યાર્થીઓ અને કામકાજી લોકો ફ્લેટમાં વધુ ભાડુ ન ચૂકવવું પડે તે માટે સહકર્મીઓ અને ફ્રેન્ડ્સ સાથે ફ્લેટ અને રૂમ શેર કરે છે. વ્યક્તિગતરૂપે વધુ ખર્ચથી બચવા માટે આ પ્રકારે શેરિંગના ઓપ્શનનો ઉપયોગ કરવામાં આવે છે.

ફ્રેન્ડ્સ, સહકર્મીઓ અને રૂમમેટ્સ સાથે ખર્ચને વિભાજિત કરવા માટે મની મેનેજમેન્ટ એપનો ઉપયોગ કરી શકાય છે. આ ટ્રેકિંગ ઓટોમેટેડ હોવાથી ખર્ચાઓને સરળતાથી મેનેજ કરી શકાય છે. તમામ વ્યક્તિએ કેટલા રૂપિયા ચૂકવવાના રહેશે, તે આ એપની મદદથી જાણી શકાય છે.

કોવિડ-19ના કારણે થયેલ ફેરફાર

ડેલોઈટના એક રિપોર્ટ અનુસાર મહામારીને કારણે યુવાઓ અનેક પ્રકારની સમસ્યાના કારણે તણાવનો સામનો કરી રહ્યા છે. સર્વે પરથી જાણવા મળ્યું છે, કે 46 ટકા લોકોએ ભવિષ્યની નાણાકીય જરૂરિયાતની ચિંતાને કારણે તણાવમાં હોવાનું જણાવ્યું છે. વેતનમાં ઘટાડો અને નોકરી છૂટી જવાને કારણે લોકોની ચિંતા અને તણાવમાં વધારો થયો છે. મહામારી બાદ યુવાઓ નાણાકીય વ્યવસ્થા કરવાનું વિચારી રહ્યા છે. નાણાકીય વ્યવસ્થા માટે યોગ્ય ટૂલની જરૂરિયાત હોવાનું સામે આવ્યું છે.

આ પણ વાંચો: કોઈ વ્યક્તિનાં મોત પછી તેના હેલ્થ, કાર અને મકાન વીમાનું શું થાય? શું તેને ટ્રાન્સફર કરી શકાય? જાણો તમામ સવાલના જવાબ 

કન્ક્લુઝન

મની મેનેજમેન્ટ એપની મદદથી ગ્રાહકોની નાણાકીય સમસ્યા દૂર કરી શકાય છે. આ એપની મદદથી માસિક બજેટ અને ખર્ચની જાણકારી તથા બિલની ચૂકવણી માટે રિમાઈન્ડર આપવામાં આવે છે. અનેક એપ્લિકેશનમાં નાણાકીય સુવિધાનો લાભ આપવામાં આવે છે. ગ્રાહક માત્ર ગણતરીની મિનિટોમાં EMIનો શરતો સાથે ઓન ડિમાન્ડ ક્રેડિટ સુવિધાનો લાભ લઈ શકે છે. આ મહામારીના સમયમાં દરેક વ્યક્તિને પૈસાનું મહત્ત્વ સમજાયું છે. આ એપની મદદથી ગ્રાહક નાણાકીય ખર્ચ પર નિયંત્રણ મુકી શકે છે અને તેમના નાણાકીય લક્ષ્યને પૂર્ણ કરી શકે છે. (VIVEK KUTAL, Moneycontrol)
Published by:Vinod Zankhaliya
First published: