Home /News /explained /

Explained: IPOમાં રોકાણ કરતા પહેલા આટલું ધ્યાન રાખો, આટલી ભૂલો ટાળો

Explained: IPOમાં રોકાણ કરતા પહેલા આટલું ધ્યાન રાખો, આટલી ભૂલો ટાળો

પ્રતીકાત્મક તસવીર

Investment in IPO Explained: આંકડા કહે છે કે, છેલ્લા દસકામાં 70 ટકા જેટલા IPOમાં લિસ્ટિંગ સમયનો ફાયદો કે કરન્ટ ગેન મળ્યો નથી. જેના પરથી ફલિત થાય છે કે, રોકાણકારોએ ટૂંકા ગાળાના તકવાદી રોકાણોથી આગળનું વિચારવું જોઈએ.

મુંબઈ: ચાલુ વર્ષે બજારમાં IPOની સંખ્યામાં તોતિંગ વધારો થયો છે. જ્યાં જુઓ ત્યાં IPO સંબંધિત સમાચાર જોવા મળે છે. ઉલ્લેખનીય છે કે, 2019માં 49 અને 2020માં 33 IPO આવ્યા હતા. જ્યારે ચાલુ વર્ષે છેલ્લા 7 મહિનામાં જ 40 IPO આવી ગયા છે અને ઘણા IPO હજી કતારમાં છે. જેના કારણે આ વર્ષે ખૂબ વધુ સંખ્યામાં IPO જોવા મળે તેવી પ્રબળ શક્યતા છે. ત્યારે IPOમાં રોકાણ કરવા પાયાની સમજ કેળવાય તે માટે અહીં કેટલીક જાણકારી આપવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે તાજેતરમાં કારટ્રેડ ટેક અને નુવાકો વિસ્ટાસના આઈપીઓનું ડિસ્કાઉન્ટ સાથે લિસ્ટિંગ થયું છે.

IPO એટલે શું? (What is an IPO?)

કંપની પ્રથમ વખત જાહેર જનતાને શેર વેચે તેને IPO કહેવામાં આવે છે. IPO પહેલા કંપનીની માલિકી ખાનગી હોય છે અને જૂજ સંખ્યામાં શેરહોલ્ડર હોય છે. જો કે, IPO પછી સામાન્ય લોકો, રોકાણકારો અને અન્ય સંસ્થાકીય રોકાણકારો કંપનીના શેર ખરીદે છે, તેથી શેરની સંખ્યા અનેકગણી વધી જાય છે. IPOના માધ્યમથી કંપની શેરબજારમાં લિસ્ટ થાય છે અને શેર લે-વેચની સુવિધા આપે છે. ઓફર ફોર સેલના માધ્યમથી IPO કંપનીના માલિકો અને શરૂઆતના રોકાણકારોને કંપની બહાર નીકળવાની તક આપે છે.

આ પણ વાંચો: નુવાકો વિસ્ટાસના શેરનું 17% ડિસ્કાઉન્ટ સાથે લિસ્ટિંગ, કારટ્રેડ બાદ ડિસ્કાઉન્ટમાં લિસ્ટ થનારો બીજો IPO

IPOમાં એપ્લાય કઈ રીતે કરવું?

તમે રિટેલ રોકાણકાર તરીકે બેંક કે બ્રોકર દ્વારા IPO માટે અરજી કરી શકો છો. બીડ સમયની રકમ માટે બેન્કો એપ્લિકેશન સપોર્ટેડ બાય બ્લોકેડ એમાઉન્ટ (ASBA) સુવિધાનો ઉપયોગ કરે છે. કેટલાક બ્રોકર IPOમાં રોકાણ કરવા માટે UPI મેન્ડેટની સુવિધા પણ આપે છે. આ બંને પદ્ધતિમાં શેર્સનું એલોટમેન્ટ ફાઈનલ થાય ત્યાં સુધી બીડના પૈસા બ્લોક રહે છે. અરજી કેન્સલ થાય તો રકમ પરત મળે છે. અરજી કરતી વખતે ઓફર કરેલા શેર અન્ડરસ્ક્રાઇબ અથવા ઓવર સબસ્ક્રાઇબ થઈ શકે છે. ઓવર સબ્સ્ક્રાઇબના કિસ્સામાં શેરની ફાળવણીની ખાતરી આપવામાં આવતી નથી અને જો કોઈ ફાળવણી ન થાય તો નાણાં પરત કરવામાં આવે છે અથવા બ્લોક્ડ રકમ રિલીઝ કરી દેવાય છે.

IPOમાં રોકાણનું જોખમ

2020ના અંત ભાગથી ઘણી કંપનીઓ IPOની પસંદગી કરી રહી છે. જેના પાછળ મુખ્યત્વે કોરોના મહામારીના કારણે બિઝનેસ પર થયેલી અસર અને શેરબજારની વ્યાપક ગતિવિધિને જવાબદાર છે. વિશ્લેષકોનું માનવું છે કે, સ્ટોક માર્કેટમાં અસામાન્ય પરફોર્મન્સ અને પ્રથમ વખત રોકાણ કરનારાની સંખ્યામાં વધારો થવાથી વધુને વધુ કંપનીઓ IPO આવે છે. લિસ્ટિંગમાં આવેલ ઉછાળા પાછળ સોશિયલ મીડિયામાં મળેલી હાઈપ જવાબદાર છે. લિસ્ટિંગના દિવસે શેર ઇશ્યૂ પ્રાઇસ કરતા ઘણા ઊંચા ભાવે લિસ્ટેડ થતા હોવાથી રોકાણકારોને આશા હોય છે કે, પહેલા જ દિવસે શેર વેચીને ઝડપી ફાયદો થશે. 60 ટકા મૂડીરોકાણકાર IPOમાં લિસ્ટિંગ સમયનો ફાયદો લેવા જ રોકાણ કરે છે. ખૂબ ઓછા રોકાણકારો લાંબા સમય સુધી ટકે છે.

આંકડા કહે છે કે, છેલ્લા દસકામાં 70 ટકા જેટલા IPOમાં લિસ્ટિંગ સમયનો ફાયદો કે કરન્ટ ગેન મળ્યો નથી. જેના પરથી ફલિત થાય છે કે, રોકાણકારોએ ટૂંકા ગાળાના તકવાદી રોકાણોથી આગળનું વિચારવું જોઈએ.

IPOમાં રોકાણ કરતા પગેલા શું ધ્યાન રાખવું?

લિસ્ટેડ કંપનીના જૂના ડેટાની વિશ્લેષણ કરવું પડકારજનક છે. પ્રાઇવેટ કંપની પબ્લિક થવા જતી હોય ત્યારે તો તે ખૂબ મુશ્કેલ થઈ જાય છે. આવી કંપનીઓના ડેટાનો એકમાત્ર સ્રોત તેમના રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (આરએચપી) અથવા ડ્રાફ્ટ આરએચપી છે. જેના પર ધ્યાન આપવાની જરૂર છે. જેમાં તમને કંપનીના પ્રમોટર્સના નામ, કેટલા પૈસા ભેગા કરવા માંગે છે તેની વિગતો, ફ્રેશ ઈશ્યુની ડિટેલ અને ઓફર ફોર સેલની માહિતી મળે છે.

આ પણ વાંચો: SBI vs ICICI: જાણો બેંકમાં રોકડ ઉપાડની મર્યાદા, હોમ બ્રાંચ અને નૉન-હોમ બ્રાંચ માટે શું છે નિયમ 

આ ઉપરાંત રોકાણકાર તરીકે તમારે IPOથી એકઠી થતી રકમનો ક્યાં ઉપયોગ થશે તે પણ તપાસવું જોઈએ. આ ઉપયોગ ઓર્ગેનિક ગ્રોથ માટે હોઈ શકે છે અને તે સારી બાબત છે. ફંડનો ઉપયોગ દેવું ઘટાડવા અથવા શેરહોલ્ડરને બહાર નીકળવા પણ થઈ શકે છે. આવી સ્થિતિમાં કંપનીના બિઝનેસ મોડલ અને બેકગ્રાઉન્ડ અને છેલ્લા ત્રણ વર્ષની નાણાકીય પરિસ્થિતિનું મૂલ્યાંકન કરવું જોઈએ. તેમજ તમે કંપનીનું સ્ટ્રક્ચર અને વેલ્યુએશન પર પણ નજર નાખી શકો છો.

તમારે રોકાણના ઓબ્જેક્ટ અને ફાઇનાન્સિયલ ગોલ્સને બાબતે કંપનીની પ્રોફાઇલ તમારા પોર્ટફોલિયોમાં બંધ બેસે છે કે નહીં? તેનું મૂલ્યાંકન કરવું જોઈએ. ક્યાંય પણ રોકાણ કરતા પહેલા રિસર્ચ કરો અને સોશિયલ મીડિયાની હાઈપનો ભોગ ન બનો. (PRANJAL KAMRA, Moneycontrol)
Published by:Vinod Zankhaliya
First published:

Tags: Investment, IPO, Share market

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन