Explained: કોવિડ મહામારીમાં માતાપિતા ગુમાવનાર વિદ્યાર્થીઓને આ બેંક આપી રહી છે સ્કોલરશીપ

પ્રતીકાત્મક તસવીર: Shutterstock

HDFC Bank COVID Scholarship: આ શિષ્યવૃત્તિ એવા વિદ્યાર્થીઓ માટે છે, જેઓ મહામારીના કારણે જાન્યુઆરી, 2020થી પોતાના માતાપિતા બંને અથવા તો બંનેમાંથી કોઈ એકને ગુમાવી ચૂક્યા છે અથવા તો એવા વિદ્યાર્થીઓ માટે કે જેમના પરિવારમાં કમાણી કરનાર મુખ્ય સભ્યએ પોતાની નોકરી ગુમાવી હોય.

  • Share this:
મુંબઈ: માર્ચ 2020થી શરૂ થયેલી કોવિડ મહામારી (Corona pandemic) બાદ દેશભરના લાખો પરીવારોની આજીવિકા ખોરવાઇ છે. રાષ્ટ્રીય બાળ આયોગ સંરક્ષણ અધિકારની 5 જૂન, 2021એ સુપ્રીમ કોર્ટ (Supreme court)માં રજૂ કરાયેલ એફિડેવિટ અનુસાર, દેશભરમાં કોરોના મહામારીના ગંભીર પ્રભાવોના કારણે લગભગ 3500થી વધુ બાળકોએ માતા-પિતાની છત્રછાયા ગુમાવી છે. જ્યારે 26,000થી વધુ બાળકોએ માતા અથવા પિતામાંથી કોઈ એક ગુમાવ્યા છે. જેથી આ બાળકો માટે શિક્ષણ મેળવવું મુશ્કેલ બન્યું છે. HDFC બેંકે આવા વિદ્યાર્થીઓ માટે એક આશાની કિરણ પ્રગટાવી છે અને કોવિડના ગંભીર પરીણામોના કારણે સહાયક શિષ્યવૃત્તિ (Scholarship) જાહેર કરી છે. આ શિષ્યવૃત્તિ પરિવર્તનનો ભાગ છે, જે HDFCનો સામાજીક જવાબદારી પ્રોગ્રામ છે. તો આવો જાણીએ વિદ્યાર્થી અને પરીવારો માટે આ શિષ્યવૃત્તિ કઇ રીતે મદદરૂપ બનશે.

આ શિષ્યવૃત્તિ પ્રોગ્રામ શેના માટે છે?

શિષ્યવૃત્તિ શાળા (ધોરણ 1થી12) અને કૉલજ વિદ્યાર્થીઓ કે જેઓ અંડર ગ્રેજ્યુએટ, પોસ્ટ ગ્રેજ્યુએટ અને ડિપ્લોમાં કોર્સ કરતા હોય તેમના માટે છે. આ શિષ્યવૃત્તિ અંતર્ગત વિદ્યાર્થીઓને રૂ. 15,000થી 75,000 રૂપિયા સુધીની નાણાકીય સહાય એક વખત આપવામાં આવશે. શિષ્યવૃત્તિની રકમનો ઉપયોગ શૈક્ષણિક ખર્ચ માટે થઇ શકે છે, જેમાં ટ્યૂશન ફી, છાત્રાલયની ફી, ઓનલાઇન શિક્ષણ માટેના સાધનો, પુસ્તકો વગેરે સામેલ છે.

આ પણ વાંચો: 12.90 રૂપિયાના આ શેરે રોકાણકારોને કર્યાં માલામાલ! 1 લાખ રૂપિયાના બની ગયા 6 લાખ રૂપિયા!


એચડીએફસી બેંકના ગ્રુપ હેડ-બિઝનેસ ફાઇનાન્સ એન્ડ સ્ટ્રેટેજી, એડમિનિસ્ટ્રેશન એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર આશિમા ભટ્ટના જણાવ્યા અનુસાર, મહામારીના કારણે ખરાબ સમયમાંથી પસાર થઇ રહેલા એવા પ્રતિભાશાળી યુવાઓને અમે સહકાર આપીએ છીએ, જેઓ શાળા-કોલેજ છોડવા મજબૂર બન્યા છે.

શિષ્ટવૃત્તિ મેળવવા શું હોવી જોઇએ લાયકાત?

આ શિષ્યવૃત્તિ એવા વિદ્યાર્થીઓ માટે છે, જેઓ મહામારીના કારણે જાન્યુઆરી, 2020થી પોતાના માતાપિતા બંને અથવા તો બંનેમાંથી કોઈ એકને ગુમાવી ચૂક્યા છે અથવા તો એવા વિદ્યાર્થીઓ માટે કે જેમના પરિવારમાં કમાણી કરનાર મુખ્ય સભ્યએ પોતાની નોકરી ગુમાવી હોય. જે વિદ્યાર્થીઓ આ શિષ્યયવૃત્તિ માટે અરજી કરે છે, તે ભારતીય બોર્ડ અથવા યુનિવર્સીટીમાં ભણતા હોવા જોઇએ.

આ પણ વાંચો: SBI, HDFC સહિત બેંકોની ખાસ ઑફર, છ મહિનાની FD કરીને કરો મોટી કમાણી

વિદ્યાર્થીની વાર્ષિક પારિવારિક આવક તમામ સ્ત્રોતોમાંથી 6 લાખ રૂપિયા પ્રતિ વર્ષ કે તેનાથી ઓછી હોવી જોઇએ. આ શિષ્યવૃત્તિ તેવા વિદ્યાર્થીઓ માટે છે, જેઓ મહામારીના કારણે નાણાંકીય સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે અને પોતાનો અભ્યાસ છોડવા મજબૂર થયા છે. આ શિષ્યવૃત્તિ માટે અરજી કરવાની છેલ્લી તારીખ 31 ઓક્ટોબર, 2021 છે.

શિષ્યવૃત્તિ માટે અરજી કરવાની પ્રક્રિયા શું છે?

એચડીએફસી બેન્કના આ શિષ્યવૃત્તિ પ્રોગ્રામને Buddy4Study ઇન્ડિયા ફાઉન્ડેશન દ્વારા સંચાલિત કરવામાં આવે છે. તેની વેબસાઇટ પર તમારે તમારા ઈ-મેઇલ અને મોબાઇલ નંબર દ્વારા રજીસ્ટર કરવાનું રહેશે. લોગીન કર્યા બાદ તમારે ઓનલાઇન એપ્લિકેશન ફોર્મ ભરવાનું રહેશે અને તેને જરૂરી ડોક્યુમેન્ટ્સ સાથે સબમિટ કરવાનું રહેશે.

આ પણ વાંચો: જીવન વીમો: પત્ની અને બાળકોને સરળતાથી ક્લેમ મળી રહી તે માટે આ એક કામ જરૂર કરો

આ ડોક્યુમેન્ટ્સમાં વિદ્યાર્થીની છેલ્લી શૈક્ષણિક ડિગ્રીની માર્કશીટ(2019-20), માતાપિતાનું સરકાર દ્વારા કાઢવામાં આવેલ ઓળખપત્ર (આધારકાર્ડ, પાન કાર્ડ વગેરે), ચાલુ વર્ષ 2020-21માં પ્રવેશનું પ્રમાણપત્ર(એડમિશન લેટર, ફી રિસિપ્ટ અથવા ઇન્સ્ટિટ્યૂશન આઇડી કાર્ડ વગેરે), તેમજ બાળકનું ધ્યાન રાખનારે માતા અથવા પિતા કે બંનેના મૃત્યુનું સર્ટિફિકેટ જમા કરાવવાનું રહેશે. જો કોઇએ નોકરી ગુમાવી છે, તે વાલીઓએ પોતાના છેલ્લા રોજગારનું પ્રમાણ સબમિટ કરવાનુ રહેશે. સાથે જ તેમની બેંક એકાઉન્ટ ડિટેઇલ્સ, બે રેફરન્સ કે જેઓ પરીવારના નાણાંકીય સંકટ વિશે જાણતા હોય (તેમાં શાળાના શિક્ષક, કોલેજ કે સ્કૂલના હેડ, ફેમિલી ડોક્ટર વગેરે હોઇ શકે) અને અરજીકર્તાનો ફોટો સબમિટ કરવાનો રહેશે.

આ પણ વાંચો: આધારકાર્ડની ફ્રેન્ચાઇઝી લઈને ઘર બેઠા કરો મોટી કમાણી, જાણો આખી પ્રક્રિયા

આ શિષ્યવૃત્તિ માટેની પસંદગી પ્રક્રિયા શું છે?

એચડીએફસી બેંકના પરીવર્તન પ્રોગ્રામના કોવિડ ક્રાઇસિસ સપોર્ટ સ્કોલરશિપ માટેની પસંદગી પ્રક્રિયા બહુ સ્તરીય છે. વિદ્યાર્થીઓની પસંદગી મેરિટના આધારે થશે (છેલ્લા શૈક્ષણિક પર્ફોમન્સ આધારિત). સાથે જ નાણાંકીય સંકટના પુરાવાના આધારે અને અન્ય માપદંડોના આધારે પસંદગી કરવામાં આવશે. સબમિટ કરવામાં આવેલા દસ્તાવેજોની તપાસ માતા-પિતા/પાલક સાથે અને અરજીમાં આપવામાં આવેલા અન્ય રેફરન્સની સાથે ટેલિફોનિક વાતચીત દ્વારા કરવામાં આવશે.

આ પણ વાંચો: citibank ક્રેડિટ કાર્ડ બિઝનેસ બંધ કરશે, તમારી પાસે આ બેંકનું કાર્ડ છે તો શું કરવું? જાણો તમામ સવાલના જવાબ 

શું ત્યાર પછીના વર્ષોના અભ્યાસ માટે શિષ્યવૃત્તિ અપાશે?

ના, આ માત્ર એક વખત આપવામાં આવતી શિષ્યવૃત્તિ છે, જે કોવિડ મહામારીના કારણે પ્રભાવિત વિદ્યાર્થીઓને શિક્ષણ ચાલુ રાખવામાં મદદ કરશે. જો આ શિષ્યવૃત્તિ માટે વિદ્યાર્થીની પસંદગી કરવામાં આવે છે, તો તમામ રકમ માતા-પિતા કે પાલકના ખાતામાં પસંદગી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ જમા કરવામાં આવશે.

એક પ્રોફેશનલ/સ્વ-રોજગાર તરીકે સબમિટ કરવા કોઇ સર્ટિફિકેટ નથી. તો આ શિષ્યવૃત્તિ માટે અરજી કરવા શું સબમિટ કરવું?

આવી સ્થિતિમાં નોટરી કાગળ પર સક્ષમ અદાલતનું એફિડેવિટ લેવાની જરૂર રહેશે અથવા તો તમારી પંચાયતમાંથી કોરોના મહામારીના કારણે નાણાંકીય સંકટનું પ્રમાણ પ્રાપ્ત કરવાનું રહેશે અને પછી તેને બેંક સ્ટેટમેન્ટ અને પાનકાર્ડ વગેરે સાથે તમારા બાળકની એપ્લિકેશન સાથે સબમિટ કરો. (HIRAL THANAWALA- Moneycontrol)
First published: