Home /News /explained /Explained: કેરળ હાઇકોર્ટે કોવિડ વેક્સિનના બે ડોઝ વચ્ચે અંતર ઘટાડવા કર્યો આદેશ, જાણો સ્પેસિંગ ડોઝ વિશે બધું જ

Explained: કેરળ હાઇકોર્ટે કોવિડ વેક્સિનના બે ડોઝ વચ્ચે અંતર ઘટાડવા કર્યો આદેશ, જાણો સ્પેસિંગ ડોઝ વિશે બધું જ

કોરોના મહામારી (Corona Pandemic) દરમિયાન રસીના ડોઝ વચ્ચેનો સમયગાળો હંમેશા મહત્વપૂર્ણ પ્રશ્ન રહ્યો છે. (પ્રતીકાત્મક તસવીર)

Corona Vaccination Campaign: ભારતમાં કોરોના રસીમાં અંતર મામલે શું છે વિવાદ? કેરળ હાઈકોર્ટ બે રસી વચ્ચેનું અંતર ઘટાડવા કેમ આપ્યો આદેશ?

કોરોના મહામારી (Corona Pandemic) દરમિયાન રસીના ડોઝ વચ્ચેનો સમયગાળો હંમેશા મહત્વપૂર્ણ પ્રશ્ન રહ્યો છે. લોકોને ઓછામાં ઓછો એક ડોઝ મળી રહે તે માટે સરકાર અને આરોગ્ય અધિકારીઓએ રસીકરણના ડોઝ વચ્ચેનો મહત્તમ સમયગાળો નક્કી કર્યો છે. ભારતમાં કોવિશિલ્ડ વેક્સિન (Covishield Vaccine) માટેના બંને ડોઝ વચ્ચેનું અંતર 8થી 12 સપ્તાહનું છે. પરંતુ હાલ કેરળ (Kerala) કોરોનાના વધી રહેલા કેસોને ધ્યાનમાં રાખીને હાઇકોર્ટે (Kerala High Court) કેન્દ્ર સરકારને કહ્યું કે લોકોને ડોઝ વચ્ચે ઓછા અંતરનો વિકલ્પ આપવામાં આવે.

શું કહ્યું કેરળ હાઇકોર્ટે?

ગાર્મેન્ટ મેકર કાઈટેક્સ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીની સુનાવણી દરમિયાન કેરળ હાઇકોર્ટે કેન્દ્રને (Central Government) રસીકરણ સ્લોટ બુક કરવા માટે કોવિન પ્લેટફોર્મ (COVIN Platform) પર બદલાવ લાવવાનો આદેશ કર્યો છે. જેથી ચૂકવણી કરનાર ગ્રાહકોને કોવિશીલ્ડના ડોઝ (Covishield Dose) માટે નક્કી કરેલા 12 સપ્તાહથી ઓછા સમયનો વિકલ્પ મળી શકે. હાઇકોર્ટનો નિર્ણય ભેદભાવને રોકવાના ઉદ્દેશ્યથી હતો અને તેમમાં મફતમાં ડોઝનો વિકલ્પ પસંદ કરતા લોકો માટે સમાન સુવિધાની ભલામણ ન હતી.

ભારતમાં રસીમાં અંતર વચ્ચે શું છે વિવાદ?

કાઇટેક્સે કોર્ટને રજૂઆત કરી કે, તેમણે પોતાના કર્મચારીઓ માટે પૈસા આપીને ડોઝ ખરીદ્યા હતા, પરંતુ બીજો ડોઝ અપાવી શકતા ન હતા કારણ કે સરકારે 84 દિવસ રાહ જોવાની શરત મૂકી હતી. જોકે તેમણે વિદ્યાર્થીઓ, એથ્લીટો અને સરકારી કર્મચારીઓ જેવા વિશેષ શ્રેણીના લોકોનો હવાલો આપતા આ નિયમમાં છૂટછાટ આપવાની માંગ કરી છે, જેમને ઓછા સમયગાળામાં પોતાનો બીજો ડોઝ લેવાની મંજૂરી અપાઇ હતી. જેવું ભારત સરકારે કહ્યું હતું કે રસીકરણ એ સ્વૈચ્છિક છે અને તેને સ્વીકારવા માટે કોઇ પર દબાણ નથી. જો એવું છે તો સંક્રમણ સામે સારી સુરક્ષા માટે રસીના બે ડોઝ અને બે ડોઝ વચ્ચેના અંતરને નક્કી કરવાની જરૂરિયાતને માત્ર સલાહ માની શકાય છે. સિંગલ જજના ઓર્ડરમાં વધુમાં જણાવવામાં આવ્યું છે કે, લોકોને રસીકરણથી જલદી અને સારી સુરક્ષા વચ્ચે પસંદગી માટે પરવાનગી આપવી જોઇએ.

કાઇટેક્સની અરજીના જવાબમાં કેન્દ્રએ અદાલતને જણાવ્યું કે, આ ગેપ વૈજ્ઞાનિક સાબિતીઓના આધારે નક્કી કરવામાં આવ્યો હતો અને ‘ટેક્નિકલ સલાહ’ તે જ છે કે ‘કોવિશીલ્ડના પહેલા ડોઝ અને બીજા ડોઝ વચ્ચે 84 દિવસનો ગેપ વધુ સારી સુરક્ષા આપે છે.’

જોકે, તેમણે સ્વીકાર કર્યુ કે, અમુક વ્યક્તિ સમૂહો માટે આ અંતર ઓછું કરાયું હતું, પરંતુ તે અંગે ઉપલબ્ધ સાક્ષીઓ દ્વારા નિર્ણય કરાયો હતો. જેમાં કહેવામાં આવ્યું હતું કે, કોવિશીલ્ડ વેક્સિનના બે ડોઝ 12-16 સપ્તાહથી ઓછા અંતર સાથે પૂરી પાડવામાં આવેલી રોગ પ્રતિરાકારક ક્ષમતા આંશિક રસીકરણ કરતા વધુ સારી રહેશે.

જ્યારથી કોરોનાની પહેલી રસી આવી છે અને વિવિધ દેશોમાં વેક્સિનેશન ડ્રાઇવ શરૂ થઇ છે, રસીના ડોઝ વચ્ચેના અંતર અંગે વિવાદો ચાલું છે. આવું એટલા માટે છે કે અંતરમાં વધારો રસીના ટ્રાયલ દરમિયાન અપવાનાયેલા પ્રોટોકોલથી વિપરિત દેખાય છે, કારણ કે તેમાં ડોઝ વચ્ચેનું અંતર ઓછું હતું. તે માત્ર રસીના વાસ્તિવિક ઉપયોગને અનુસરીને હતું અને રોલઆઉટ પછીના અભ્યાસોમાં સંશોધકોએ કહ્યું કે, અંતર વધારવાથી રસીઓની અસરકારકતામાં વધારો થાય છે. કોવિડ-19 વેક્સિનની તાત્કાલિક જરૂરિયાતના કારણે શરૂઆતી ક્લિનિકલ વેક્સિન ટ્રાયલ્સમાં ઉમેદવારોને ઓછા સમયગાળામાં રસી આપવામાં આવી હતી. તેથી WHO(વિશ્વ આરોગ્ય સંસ્થા) દ્વારા 21-28 દિવસના અંતરની અપીલ કરાઇ હતી. વિશ્વ આરોગ્ય સંસ્થાના જણાવ્યા અનુસાર, વર્તમાન સાક્ષ્યના અનુસંધાને રસીના આધારે અંતર 42 દિવસ સુધી વધારી શકાય છે, અથવા અમુક રસીઓ માટે 12 સપ્તાહ સુધી પણ વધારી શકાય છે.

કઈ વેક્સિનમાં અંતર વધારી શકાય છે?

યુરોપિયન કમિશને નોંધ્યું છે કે, યુકેમાં વેક્સિન ડ્રાઇવ શરૂ થયા પછી જ અધિકારીઓએ પ્રથમ અને બીજા ડોઝ વચ્ચેનો તફાવત 3 મહિના સુધી લંબાવવાનું અનઅપેક્ષિત રીતે સમર્થન કર્યુ છે. કમિશને જણાવ્યું કે, તર્ક એવો છે કે વેક્સિનની સપ્લાયની અનિશ્ચિતતાની સાથે બંને ડોઝ લીધા હોય તેવા લોકોની સાપેક્ષમાં વેક્સિનના એક ડોઝથી વાયરસના પ્રકોપથી લોકોને બચાવવામાં અને વધુમાં વધુ લોકોનું રસીકરણ કરીને મૃત્યુદર ઘટાડી અને લોકોને હોસ્પિટલમાં દાખલ થતા બચાવી શકાય છે.

પરંતુ બ્રિટેનમાં સ્વાસ્થ્ય અધિકારીઓ કે જેમણે બે ડોઝવાળી ફાઇઝર-BioNTech mRNA અને ઓક્સફોર્ડ એસ્ટ્રાજેનેકા વાયરલ વેક્ટર શોર્ટ્સની સાથે પોતાનું રસીકલણ અભિયાન શરૂ કર્યું હતું – તેમણે અભ્યાસોનો હવાલો આપી જણાવ્યું કે ડોઝ વચ્ચે વધુ અંતર રાખવાથી ઘણી મદદ મળી. ગત વર્ષે ડિસેમ્બરમાં યુકે ઓફિશ્યલે જણાવ્યું હતું કે, ડેટા દર્શાવે છે કે જ્યારે બીજો ડોઝ આપવામાં આવે છે, ત્યારે અસરકારકતા ઓપ્ટિમાઇઝ થાય છે. ઓછામાં ઓછા ગાળામાં બંને એક ડોઝ પછી નોંધપાત્ર રક્ષણ આપે છે. દેશે જણાવ્યું કે, ફાઇઝર-BioNTech રસીનો બીજો ડોઝ પ્રથમ ડોઝ પછી 3થી 12 સપ્તાહની વચ્ચે આપી શકાય છે, જ્યારે ઓક્સફોર્ડ-એસ્ટ્રોજેનેકા રસી 4થી 12 અઠવાડિયાના અંતરાલમાં આપી શકાય છે.

જોકે, યુએસ કે જેની પાસે ફાઇઝર-BioNTech અને મોડર્ના દ્વારા તૈયાર કરેલ mRNA જેવી રસી છે, તેમણે રસીના ડોઝ વચ્ચેના ગેપમાં કોઇ ઘટાડો વધારો કર્યો નથી અને લોકોને બંને ડોઝ 21 અને 28 દિવસના અંતરાલમાં લેવાની સૂચના આપી હતી.

પરંતુ યુકે તેના રસીકરણ અભિયાનને વેગ આપવામાં સફળ રહ્યું અને તેની મોટાભાગની વસ્તી માટે ઓછામાં ઓછો એક ડોઝ ઉપલબ્ધ કર્યો, દેશે બે ડોઝ વચ્ચેનું અંતર ઘટાડીને આઠ સપ્તાહ કરવાની મંજૂરી આપી હતી. યુકેના આરોગ્ય અધિકારીઓએ ફાઇઝરBioNTech શોટ સાથે કરવામાં આવેલી ટ્રાયલને ટાંકીને દર્શાવ્યું હતું કે 8 સપ્તાહનો ગેપ રસીકરણ માટે સારી બાબત છે.
ફાઇઝર-BioNTechનો અભ્યાસ દર્શાને છે કે ફાઇઝર રસીના ટૂંકા અને લાંબા ડોઝિંગ અંતરો એકંદરે મજબૂત રોગ પ્રતિકારક શક્તિ પ્રદાન કરે છે. યુકેના વેક્સિન મિનિસ્ટર નધીમ ઝહાવીના જણાવ્યા અનુસાર,”જેમ જેમ અમે તમામ પુખ્ત વયના લોકોને રસી આપી અમે ડોઝના અંતરને 12માંથી 8 અઠવાડીયા સુધી ઘટાડવાની સલાહ લીધી, જેથી ડેલ્ટા વેરિએન્ટ સામે વધુ લોકોને સુરક્ષિત કરવામાં મદદ મળી શકે.”

ભારતમાં રસીના ડોઝ વચ્ચે અંતરની શું સ્થિતિ છે?

જ્યારે ભારતે આ વર્ષે મે મહિનામાં કોવિશિલ્ડ માટે ડોઝ વચ્ચેનો તફાવત વધારવાનું નક્કી કર્યુ હતું, ત્યારે અહેવાલોમાં કહેવામાં આવ્યું હતું કે, આરોગ્ય અધિકારીઓએ યુકેના અસરકારકતાના ડેટાના આધારે નિર્ણય લીધો છે. પરંતુ જ્યારે યુકેમાં અંતર ઘટાડવાનો નિર્ણય લેવાયો ત્યારે આરોગ્ય અધિકારીઓએ કહ્યું કે, નિર્ણય પર તુરંત જ અનુકરણ કરવાની કોઇ યોજના નથી.

આ પણ વાંચો, COVID-19: રસી લેનાર લોકો કરતા કોરોનાના દર્દીઓ પર લોહી ગંઠાઈ જવાનો ખતરો વધુ, નવા અભ્યાસના તારણો

પરંતુ વિદેશ પ્રવાસ માટે ચોક્કસ વ્યક્તિ જૂથની જરૂરિયાને ધ્યાનમાં રાખી કેન્દ્ર સરકારે ડોઝ વચ્ચે ગેપ ઘટાડવાની મંજૂરી આપવાનો નિર્ણય લીધો હતો. સરકારે કહ્યું કે તે ઓછામાં ઓછો 28 દિવસનો ગેપ હોવો જોઇએ અને બીજ ડોઝ 84 દિવસ પહેલા લેવાનો રહેશે. ગેપમાં ઘટાડો માત્ર કોવિશીલ્ડ માટે હતો, કોવેક્સિન માટે નહીં. સ્વદેશી વેક્સિન જેના માટે બીજો ડોઝ પહેલા 4-6 સપ્તાહ બાદ આપવામાં આવે છે.

શું છે બુસ્ટર ડોઝ?

નવા વેરિએન્ટમાં થઇ રહેલા ઝડપી વધારાને ધ્યાનમાં રાખી કોવિડ-19ની વાત આવવા પર એન્ટીબોડીમાં ઘટાડાનો ડર સતાવે છે, તે જ કારણ છે કે ઘણા દેશ હવે નોવલ કોરોના વાયરસની સામે બૂસ્ટર ડોઝને રોલઆઉટ કરી રહ્યા છે. ઇઝરાયેલ પહેલાથી જ નબળા વર્ગોને ત્રીજો ડોઝ આપી રહ્યું છે, જ્યારે અમેરિકા પણ ત્રીજા ડોઝને રોલઆઉટ કરવા પર વિચાર કરી રહ્યું છે.

ક્લોઝર હોમ, ગત મહીનાના રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે સિરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાના અધ્યક્ષ કે જેઓ ભારતમાં કોવિશીલ્ડના લેબલ અંતર્ગત ઓક્સફોર્ડ-એસ્ટ્રોજેનેકા વેક્સિન બનાવે છે, તેમણે ખુલાસો કર્યો કે કંપનીના કર્મચારીઓને વેક્સિનનો ત્રીજો ડોઝ આપવામાં આવ્યો હતો.

આ પણ વાંચો, Explained: દક્ષિણ આફ્રિકામાં મળી આવેલો નવો કોવિડ-19 વેરિએન્ટ C.1.2 કેટલો ઘાતક?

ન્યૂઝ એજન્સી પીટીઆઇની સાથે વાતચીતમાં સાઇરસ પૂનાવાલાએ જણાવ્યું કે, “6 મહીના પછી એન્ટીબોડી ઓછા થઇ જાય છે અને તેથી જ મે ત્રીજો ડોઝ લીધો હતો. અમે અમારા 7000-8000 SII કર્મચારીઓને ત્રીજો ડોઝ આપ્યો છે. જે લોકોએ બીજો ડોઝ લઇ લીધો છે, તે લોકોને મારી અપીલ છે કે 6 મહિના બાદ બુસ્ટર ડોઝ(ત્રીજો ડોઝ) જરૂર લે.”
Published by:Mrunal Bhojak
First published:

Tags: Coronavirus, Covid-19 Vaccination, Covishield, Kerala High Court

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन