Home /News /explained /

Explained: મલ્ટિપ્લેક્સ ચેઇન અને કંગના રનૌતની થલાઈવી વચ્ચે સર્જાયેલી માઠગાંઠ શું છે?

Explained: મલ્ટિપ્લેક્સ ચેઇન અને કંગના રનૌતની થલાઈવી વચ્ચે સર્જાયેલી માઠગાંઠ શું છે?

PVRએ કંગના રનૌતની થલાઇવીના તમિલ અને તેલુગુ વર્ઝનને 10 સપ્ટેમ્બરે રિલીઝ કરવાની જાહેરાત કરી હતી.

બોલિવૂડ એક્ટ્રેસ કંગના રનૌત (Kangana Ranaut) હાલ પોતાની ફિલ્મ થલાઇવી (thalaivi) ને લઈ ચર્ચામાં છે. તમિલનાડુના પૂર્વ મુખ્યમંત્રી સ્વર્ગીય જયલલિતા (Jaylalita) ના જીવન પરની આ ફિલ્મ સામે ઘણા પડકારો છે.

નવી દિલ્લી:  બોલિવૂડ એક્ટ્રેસ કંગના રનૌત (Kangana Ranaut) હાલ પોતાની ફિલ્મ થલાઇવી (thalaivi) ને લઈ ચર્ચામાં છે. તમિલનાડુના પૂર્વ મુખ્યમંત્રી સ્વર્ગીય જયલલિતા (Jaylalita) ના જીવન પરની આ ફિલ્મ સામે ઘણા પડકારો છે. આ ફિલ્મમાં કંગના જયલલિતાની ભૂમિકા ભજવી રહી છે. ફિલ્મનું ટ્રેલર ઘણા સમય પહેલા રિલીઝ (Thalaivi trailer) થયું હતું અને ટ્રેલરને ચાહકોએ પણ પસંદ કર્યું હતું. આ દરમિયાન મલ્ટિપ્લેક્સ ચેઇન PVRએ કંગના રનૌતની થલાઇવીના તમિલ અને તેલુગુ વર્ઝનને 10 સપ્ટેમ્બરે રિલીઝ કરવાની જાહેરાત કરી હતી.

નોંધનીય છે કે, અભિનેત્રીએ ફિલ્મની થિયેટર રિલીઝને સમર્થન આપવાનો ઇનકાર કરવા બદલ મોટી મલ્ટિપ્લેક્સ ચેઇનની ઝાટકણી કાઢી હતી.

મનિકંટ્રોલના મત મુજબ આ ફિલ્મ થિયેટર રિલીઝ પછી બે અઠવાડિયામાં ઓટીટી પ્લેટફોર્મ પર રજૂ કરવામાં આવશે. જેથી મલ્ટિપ્લેક્સ ચેઇન PVR અને INOXને માત્ર 2 અઠવાડિયાનો સમય જ મળી રહ્યો છે. થિયેટર ઓપરેટરો વિનંતી કરે છે કે, નિર્માતાઓ થિયેટરોમાં ચાર અઠવાડિયા સુધી ચાલ્યા પછી જ તેમની ફિલ્મ થલાઇવીને OTT પ્લેટફોર્મ પર રિલીઝ થવા દે. PVR પિક્ચર્સના CEO કમલ ગિયાનચંદાનીએ જણાવ્યું હતું કે, હિન્દી ભાષાના વર્ઝન માટે થલાઇવી ટીમે માત્ર 2 અઠવાડિયાની વિન્ડો આપવાનો નિર્ણય લીધો હોવાથી અમે નિરાશ છીએ.

આ કારણે જ PVR કંગના રનૌત, નિર્માતા વિષ્ણુ ઇન્દુરી અને શૈલેષ સિંહને તમામ ભાષાના વર્ઝનમાં 4 અઠવાડિયાની સમાન વિન્ડો રાખવાની અપીલ કરી રહ્યા છે. ગિયાનચંદાનીએ વધુમાં કહ્યું હતું કે, અમે હંમેશાં તમામ સ્ટુડિયો, નિર્માતાઓ, કલાકારો અને અન્ય કન્ટેન્ટ ક્રિએટર્સને વિનંતી કરી છે કે, તેઓ ઘણા દાયકાઓથી તમામ હિસ્સેદારો દ્વારા સંમત થયેલી થિયેટર વિન્ડોનો આદર કરે. અમારા વ્યવસાય પરની મહામારી ગંભીર અસરને ધ્યાનમાં રાખીને PVR સિનેમાઝ નજીકના ભવિષ્યમાં રજૂ થનારી તમામ ફિલ્મો માટે 8 અઠવાડિયાની થિયેટર વિન્ડો ઘટાડીને 4 અઠવાડિયા કરવા સંમત થઈ ચૂકી છે.

બીજી તરફ અહેવાલ મુજબ નિર્માતા વિષ્ણુવર્ધન ઇન્દુરીની દલીલ એવી હતી કે, આ ફિલ્મ મોટા બજેટની છે. જો તેઓ થિયેટરોમાં બે અઠવાડિયાના અંતરે ઓટીટી પર ફિલ્મ આપે તો જ ખર્ચ નીકળી શકે છે. આ સોદો થઈ ચૂક્યો છે. સાઉથ ઈન્ડિયન લેંગ્વેજની દ્રષ્ટિએ આ ફિલ્મ એમેઝોન પ્રાઇમ અને હિન્દી ભાષામાં નેટફ્લિક્સ પર જોવા મળશે.

ઉલ્લેખનીય છે કે, થિયેટર રિલીઝ અને ઓવર-ધ-ટોપ (OTT) સ્ટ્રીમિંગ વચ્ચે રીલીઝનો ટૂંકો સમય ચિંતાનો વિષય બની રહ્યો છે.

કંગનાએ થિયેટર વિન્ડોના નિર્ણય માટે પીવીઆરની ટીમનો આભાર માન્યો હતો અને કહ્યું હતું કે, ફિલ્મના તમિલ અને તેલુગુ વર્ઝનને સ્ક્રીન કરવાનો તેમનો નિર્ણય થલાઇવી માટે આશાનું કિરણ છે. હિન્દી વર્જનને મોટા પડદા પર પ્રેમ અને પ્રશંસા પણ મળે તે માટે ટીમ થલાઈવી અને હું આશા રાખીએ છીએ કે, વાતચીત અને થિયેટર એક્સપિરિયન્સ માટે પેશનથી આપણે સમાધાન શોધી શકીએ.

કંગનાએએ શુક્રવારે પોતાના નિવેદનમાં આ સમગ્ર મુદ્દે નિરાશા વ્યક્ત કરી હતી. કંગનાએ મલ્ટિપ્લેક્સ માલિકોને આ મુશ્કેલ સમયમાં એકબીજાને મદદ કરવા વિનંતી કરી હતી.
Published by:kuldipsinh barot
First published:

Tags: Kangana ranauat, કંગના, જયલલિતા

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन