આઝાદી સમયે ભારત પાસે સ્વદેશી મિસાઈલ ક્ષમતા નહોતી. ભારત સરકારે 1958માં સ્પેશિયલ આર્મ્સ ડિપાર્ટમેન્ટની રચના કરી હતી. આ પછીથી ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ લેબોરેટરી (ડીઆરડીએલ) એટલે કે ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ લેબોરેટરી બની (File pic)
india missile power - જ્યાં સુધી સ્વદેશી ડિઝાઇન અને વિકસિત મિસાઇલોની વાત છે, ભારત ટોચના પાંચ દેશોમાં સ્થાન ધરાવે છે
ચીને (China) હાઇપરસોનિક ગ્લાઇડ વ્હીકલની સાથે હાઇપરસોનિક મિસાઇલ (Hypersonic Missile)નું સફળ પરીક્ષણ કરીને વિશ્વને આશ્ચર્યમાં મૂકી દીધું છે. જોકે રિપોર્ટમાં દાવો કરાયો છે કે પરીક્ષણમાં જાણવા મળ્યું કે, તેણે દુનિયાની ચક્કર લગાવી તો તે થોડા જ કિલોમીટર ચાલીને પોતાના લક્ષ્યથી ચૂકી ગઇ હતી. ચીન ભારતનું પાડોશી અને સરહદ પર તેની કપટી ચાલ માટે જાણીતું છે. તેથી આ મામલો ભારતની ચિંતા વધારી શકે છે. તો ચાલો જાણીએ ભારત મિસાઇલ ટેક્નિક (India Missile Power)ના મામલે ક્યા સ્થાને છે. જો વિશ્વભરમાં મિસાઇલ ટેક્નિકની વાત કરીએ તો ભારત સર્વોચ્ચ 5 દેશોમાં સ્થાન ધરાવે છે. પરંતુ હજુ પણ આપણે ટેક્નિકના મામલે અમેરિકા, રશિયા અને ચીનથી ઘણા પાછળ છીએ.
ભારતમાં મિસાઇલ ટેક્નિકનો ઇતિહાસ
આઝાદી પહેલા ભારતમાં ઘણા સામ્રાજ્ય રહ્યા હતા, જે યુદ્ધ ટેક્નિકમાં રોકેટનો ઉપયોગ કરતા હતા. મૈસૂરના રાજા હૈદર અલીએ 18મી સદીના મધ્યમાં પોતાની સેનાને લોખંડના કવચવાળા રોકેટથી સજ્જ કરી હતી. હૈદરના પુત્ર ટીપૂ સુલતાનના મોત સુધી તેની સેનાની દરેક ટુકડી સાથે એક રોકેટ ચલાવનાર રહેતો હતો. એક અનુમાન અનુસાર, તેમના દળમાં લગભગ 5000 રોકેટ ચલાવનાર હતા.
આઝાદી સમયે ભારત પાસે સ્વદેશી મિસાઈલ ક્ષમતા નહોતી. ભારત સરકારે 1958માં સ્પેશિયલ આર્મ્સ ડિપાર્ટમેન્ટની રચના કરી હતી. આ પછીથી ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ લેબોરેટરી (ડીઆરડીએલ) એટલે કે ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ લેબોરેટરી બની, જેને 1962માં દિલ્હીથી હૈદરાબાદ ખસેડવામાં આવી.
એક મીડિયા રિપોર્ટ અનુસાર, DRDO લેબોરેટરીના સત્તાવાર રેકોર્ડ્સ દર્શાવે છે કે 1972માં પ્રોજેક્ટ ડેવિલ નામથી સપાટીથી સપાટી પરની મધ્યમ શ્રેણીની મિસાઈલનો વિકાસ શરૂ કરવામાં આવ્યો હતો. આ સમયગાળા દરમિયાન મોટી સંખ્યામાં પરીક્ષણ સુવિધાઓ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવામાં આવ્યું હતું. 1982 સુધીમાં DRDL ઈન્ટિગ્રેટેડ ગાઈડેડ મિસાઈલ ડેવલપમેન્ટ પ્રોગ્રામ (IDMDP) એટલે કે ઈન્ટિગ્રેટેડ ગાઈડેડ મિસાઈલ ડેવલપમેન્ટ પ્રોગ્રામ હેઠળ ઘણી મિસાઈલ ટેક્નોલોજીઓ પર કામ કરી રહ્યું હતું.
જ્યાં સુધી સ્વદેશી ડિઝાઇન અને વિકસિત મિસાઇલોની વાત છે, ભારત ટોચના પાંચ દેશોમાં સ્થાન ધરાવે છે. જોકે રેન્જના મામલે ભારત અમેરિકા, ચીન અને રશિયાથી ઘણું પાછળ છે. સરફેસથી લોન્ચ કરાયેલી મિસાઈલોમાં- એન્ટી ટેન્ક ગાઈડેડ મિસાઈલ નાગ પહેલાથી જ સેનામાં સામેલ છે. ઇન્ડિયન એક્સપ્રેસમાં પ્રકાશિત અહેવાલ અનુસાર, નાગ એકમાત્ર ફાયર એન્ડ ફોર્ગેટ એટલે કે નિશાન લગાવો અને ભૂલી જાઓવાળી એટીજીએમ છે, જે પોતાની રેન્જ(20 કિમી)માં તમામ ઋતુમાં કામ કરે છે. હાલમાં જ હેલી નાગનું પરીક્ષણ કરવા આવ્યું, જેને હેલિકોપ્ટર દ્વારા ચલાવી શકાશે. 2022 સુધીમાં આ મિસાઈલ સેનામાં સામેલ થઇ શકે છે. એક સ્ટેન્ડ ઓફ એન્ટી ટેન્ક (સેન્ટ) મિસાઇલ પણ છે, જેની રેન્જ 10 કિમીથી વધુ છે. 11 ડિસેમ્બરના રોજ ભારતીય વાયુસેનાના હેલીકોપ્ટર દ્વારા તેનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું. તેમાં મિલીમીટર વેવ સીકર હોય છે, જે કોઇ પણ પ્રકારના હવામાનમાં લક્ષ્યને શોધવાની ક્ષમતાને વધારે છે.
સપાટીથી હવામાં પ્રહાર કરતી મિસાઇલ્સ
ઓછી રેન્જવાળી સેમ સિસ્ટમ આકાશ વાયુ સેના અને આર્મીમાં સામેલ છે. આકાશ 1 માટે સેનાને સરકારી પાસેથી માન્યતા મળી ચૂકી છે. આકાશ (નવી જનરેશન)નું પહેલું પરીક્ષણ આ વર્ષે જુલાઇમાં કરવામાં આવ્યું હતું. તેના અમુક પરીક્ષણ હજું બાકી છે.
મધ્યમ રેન્જ સેમ
નેવી માટે મધ્યમ રેન્જની સેમ એટલે કે સરફેસ ટૂ એર મિસાઇલનો ઓર્ડર આપી દેવામાં આવ્યો છે. જેસલમેરમાં તહેનાત વાયુસેનાની 2204 સ્કોડ્રન પહેલી યૂનિટ હતી જેને આ વર્ષે સપ્ટેમ્બરમાં રેન્જ સેમ પ્રાપ્ત થઇ હતી. આર્મી માટે તેની ટેક્નિક પર કામ ચાલી રહ્યું છે અને ટૂંક સમયમાં તેનું પરીક્ષણ કરવામાં આવશે.
નાની રેન્જવાળી સેમ
નેવી માટે તેનું પહેલું ફ્લાઇટ પરીક્ષણ સફળતાપૂર્વક સંચાલિત થઇ ચૂક્યું છે.
હવાથી હવામાં પ્રહાર કરતી મિસાઇલ્સ
અસ્ત્ર ભારતની બિયોન્ડ વિઝ્યુઅલ રેન્જ એર ટુ એર મિસાઇલ (BVRAAM) એટલે કે અદ્રશ્ય લક્ષ્યને સાધતી મિસાઇલનું પરીક્ષણ કરવામાં આવ્યું છે અને તેને સેનામાં સામેલ કરવાની પ્રક્રિયા ચાલું છે. તેની રેન્જ લગભગ 100 કિમી છે. ડીઆરડીઓ તેને એરફોર્સ પ્લેટફોર્મ પર રજૂ કરવાનો પ્રયાસ કરી રહ્યું છે. જેમાં સ્વદેશી રીતે વિકસિત લાઇટ કોમ્બેટ એરક્રાફ્ટ તેજસ પણ સામેલ છે. લાંબા અંતરવાળા અસ્ત્રને પણ વિકસિત કરવામાં આવી રહ્યું છે, જેના પ્રારંભિક પરીક્ષણ સંચાલિત થઇ ચૂક્યા છે. આ મિસાઇલમાં સોલિડ ફ્યુલ રાજમેટ ટેક્નિકનો ઉપયોગ કરવામાં આવે છે, જેથી તેની ઝડપ વધી જાય છે.
રૂદ્રમ એ નવી પેઢીની એન્ટિ-રેડિયેશન મિસાઇલ (એનજીઆરએએમ) છે, જેનો પ્રારંભિક ટ્રાયલ પૂર્ણ થઈ ગયો છે અને ટૂંક સમયમાં વધુ કેટલાક ટેસ્ટ કરવામાં આવશે. તેની મહત્તમ રેન્જ 200 કિમી સુધીની હશે. આ મિસાઈલ મુખ્યત્વે દુશ્મનોના સંચાર, રડાર અને સર્વેલન્સ સિસ્ટમને નિશાન બનાવે છે. ગયા વર્ષે સુખોઈ-30 એમકેઆઈ ફાઈટર જેટથી તેનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું. આ દરમિયાન રશિયા સાથે સંયુક્ત રીતે વિકસિત બ્રહ્મોસ પહેલેથી જ કાર્યરત છે. તેની રેન્જ 300થી 500 કિમી છે અને તે ટૂંકા અંતરની, રેમજેટ સંચાલિત, સિંગલ વોરહેડ, સુપરસોનિક એન્ટિ-શિપ અને ગ્રાઉન્ડ-એટેક ક્રૂઝ મિસાઇલ છે. તાજેતરમાં, સુપરસોનિક મિસાઇલ સપોર્ટેડ ટોર્પિડો સિસ્ટમ લોન્ચ કરવામાં આવી હતી. તેનાથી 400 કિમીની રેન્જ સાથે નેવીની એન્ટી સબમરીન ક્ષમતામાં વધારો થશે.
ભારતની સૌથી ખાસ મિસાઇલ સિસ્ટમ
ભારતના બે સૌથી ખાસ મિસાઇસ સિસ્ટમ છે, પૃથ્વી અને અગ્નિ. બંને સ્ટ્રેટેજીક ફોર્સિસ કમાન્ડનો ઉપયોગ કરે છે. અગ્નિ (5000 કીમી રેન્જ) ભારત તરફથી એકમાત્ર ઇન્ટર-કાન્ટિનેન્ટલ બેલિસ્ટિક મિસાઇલ એટલે કે મહાદ્વિપીય બેલેસ્ટિક મિસાઈલ છે, જે હાલમાં માત્ર થોડા જ દેશો પાસે છે. જોકે, ટૂંકી રેન્જની પૃથ્વી મિસાઇલ સપાટીથી સપાટીવાળી 350 રેન્જની મિસાઈલ છે. ભારતે એપ્રિલ 2019માં એન્ટિ-સેટેલાઇટ સિસ્ટમનું પણ પરીક્ષણ કર્યું છે. પૃથ્વી ડિફેન્સ વ્હીકલ એમકે 2 નામની સુધારેલી એન્ટી-બેલિસ્ટિક મિસાઈલનો ઉપયોગ નીચી ભ્રમણકક્ષામાં સ્થિત સેટેલાઇટને મારવા માટે કરાઇ રહ્યો છે. આ સાથે જ ભારત મિસાઈલના મામલે અમેરિકા, ચીન અને રશિયાથી પાછળ છે.
હાઈપરસોનિક ટેક્નિક શું છે?
ભારત થોડા વર્ષોથી આ ટેક્નોલોજી પર કામ કરી રહ્યું છે, DRDOએ સપ્ટેમ્બર 2020ના રોજ સફળતાપૂર્વક હાઇપરસોનિક ટેક્નોલોજી ડેમોન્સ્ટ્રેટેડ વ્હીકલ (HSTDV)નું પરીક્ષણ કર્યું હતું. અને તેની હાઇપરસોનિક એર-બ્રેથિંગ સ્ક્રેમજેટ ટેક્નોલોજીનું પ્રદર્શન કર્યું હતું. સૂત્રોના જણાવ્યા અનુસાર, અત્યાર સુધી માત્ર રશિયા જ તેની હાઇપરસોનિક ક્ષમતા દર્શાવી શક્યું છે. તો ચીને તેની HGV ક્ષમતા રજૂ કરી છે. ભારતને આશા છે કે આગામી 4 વર્ષમાં મધ્યમથી લાંબા અંતરની હાયપરસોનિક શસ્ત્ર ટેક્નિક હશે.
ભારતની સરખામણીએ ચીન-પાકિસ્તાન
પેન્ટાગનમાં 2020માં આવેલી એક રીપોર્ટ દર્શાવે છે કે, ચીન જમીન આધારિત પરંપરાગત બેલેસ્ટિક અને ક્રુઝ મિસાઈલ ક્ષમતાઓના સંદર્ભમાં કાં તો યુ.એસ.ની બરાબરી પર છે અથવા તો તેનાથી આગળ નીકળી ચૂક્યું છે. ચીનની વધતી મિસાઇલ ક્ષમતા ભારત માટે ચિંતાનો વિષય બની શકે છે. પરંતુ એવું નથી કે ભારત તેના પર કામ કરી રહ્યું નથી અથવા ભારત પાસે ક્ષમતા નથી, પરંતુ ભૂતકાળમાં થયેલા પરીક્ષણો દર્શાવે છે કે ભારત ટૂંક સમયમાં વિકાસ કરશે. બીજી તરફ ચીન તેની ટેક્નોલોજી પાકિસ્તાન સાથે શેર કરી રહ્યું છે, પરંતુ ટેક્નોલોજી હસ્તગત કરવી અને તેના પર કામ કરવું અને તેને ડેવલપ કરવું એ તદ્દન અલગ બાબત છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર