Home /News /explained /પરિવારના સભ્યનાં મોત પછી તેના હેલ્થ, કાર અને મકાન વીમાનું શું કરવું જોઈએ? અહીં જાણો સંપૂર્ણ વિગત

પરિવારના સભ્યનાં મોત પછી તેના હેલ્થ, કાર અને મકાન વીમાનું શું કરવું જોઈએ? અહીં જાણો સંપૂર્ણ વિગત

પ્રતીકાત્મક તસવીર.

Insurance advise in case of death: મોતના કેસમાં મોટાભાગે દસ્તાવેજ પ્રક્રિયા પૂર્ણ કરવામાં ટોચના સ્થાને જીવન વીમા (Life insurance claim)નો ક્લેમ રહે છે. જ્યારે ઘર, વાહન અથવા આરોગ્ય વીમાની પોલિસી (Health insurance policy) નજરઅંદાજ થઈ જાય છે.

વધુ જુઓ ...
મુંબઈ: પરિવારમાં વ્યક્તિના અવસાન બાદ સભ્યો દસ્તાવેજ/કાગળિયાની પ્રક્રિયા પુરી કરવા લાગે છે. મોટાભાગે આવી પ્રક્રિયામાં ટોચના સ્થાને જીવન વીમા (Life insurance claim)નો ક્લેમ રહે છે. જ્યારે ઘર, વાહન અથવા આરોગ્ય વીમાની પોલિસી (Health insurance policy) નજરઅંદાજ થઈ જાય છે. જેનાથી નુકસાન થઈ શકે છે. જેથી ભવિષ્યમાં કોઈ અડચણ સામે ન આવે તે માટે આ પોલિસીઓને ટ્રાન્સફર કરવી આવશ્યક હોય છે. જેથી અહીં ઘર, વાહન અને આરોગ્ય વીમાની પોલિસી ટ્રાન્સફર (Policy transfer)કરવા બાબતે કેટલાક જાણકારી આપવામાં આવી છે.

આરોગ્ય વીમો

ઘણા પરિવારો એક જ આરોગ્ય વીમા ફ્લોટર કવર હેઠળ આવરી લેવામાં આવ્યા હોય છે. આ પોલિસી વ્યક્તિગત હેલ્થ પોલિસીની જેમ હોતી નથી. એક જ પોલિસી હેઠળ કુટુંબના ઘણા સભ્યોને આવરી લેવામાં આવે છે. જેથી જો મુખ્ય પોલિસીધારકનું અવસાન થાય તો તે પોલિસીનું શું થાય તેવો પ્રશ્ન સામે આવે છે. આવા કિસ્સામાં પરિવારના સભ્યોએ સૌથી પહેલા વીમા કંપનીને જાણ કરવાની અને કવરેજની વિગતોમાં ફેરફાર કરવાની જરૂર પડે છે.

આ બાબતે Bajaj Allianz General Insuranceના ચીફ ટેક્નિકલ ઓફિસર ટીએ રામલિંગમ કહે છે કે, ભવિષ્યમાં રિન્યુઅલ યોગ્ય રીતે થાય તે માટે પરિવારના સભ્યોને ધ્યાને રાખી ફેમિલી ફ્લોટર પોલિસીમાં સુધારો કરવામાં આવશે. પરિવારના સભ્યોની અરજી મુજબ વીમા કંપની નિયમો અને શરતો હેઠળ પોલિસી અવધિનું પ્રીમિયમ પરત કરી દેશે. અલબત, મૃત સભ્ય માટે પોલિસી હેઠળ કોઈ ક્લેમ દાખલ થયો હોવો જોઈએ નહીં. આ ઉપરાંત હાલની વીમા રકમ બરકરાર રહેશે અને પોલિસી હેઠળ બાકીના સભ્યોને આવરી લેવાનું ચાલુ રહેશે.

ઇન્સ્યોરન્સ એગ્રીગેટર InsuranceDekhoના સીઈઓ અંકિત અગ્રવાલ કહે છે કે, વીમા કંપની પ્રપોઝરને કવરેજમાંથી દૂર કરશે અને પરિવારના અન્ય સભ્યને તેના રેકોર્ડમાં નવો પ્રપોઝર બનાવશે. જોકે, વ્યક્તિગત આરોગ્ય પોલિસીના કેસમાં પોલીસીધારકના મોત સાથે જ કવરેજ પૂર્ણ થઈ જાય છે અને નોમીનીઓને બાકી હોસ્પિટલાઈઝેશન રકમ ચૂકવી દેવાય છે.

મકાનનો વીમો

અંકિત અગ્રવાલ વધુમાં કહે છે કે, પોલિસીધારક ઘરનો એકમાત્ર માલિક હોય અને તે મૃત્યુ પામે તેવા કિસ્સામાં તેની સાથે જોડાયેલી હોમ ઇન્શ્યોરન્સ કવર પણ નવા માલિક કે કાનૂની વારસદારને ટ્રાન્સફર કરવું પડશે. આવા કેસમાં મૃતકના જીવનસાથી ટ્રાન્સફર મંજૂર કરવા માટે વીમા કંપનીને લેખિત અરજી મોકલી શકે છે. જોકે, આવી અરજી સ્વીકારવી કે નહીં તે વીમા કંપનીના વિવેક પર આધારિત છે.

જેથી અહીં કહી શકાય કે, આવા કેસમાં સૌપ્રથમ જીવનસાથી અથવા અન્ય કાનૂની વારસદારોએ વીમા કંપનીને પોલિસીધારકના મૃત્યુ વિશે જાણ કરવી પડશે અને ટ્રાન્સફરની પ્રક્રિયા શરૂ કરવી પડશે. જોકે, આ માત્ર એક વચગાળાની વ્યવસ્થા હશે.

આ પણ વાંચો: સેન્સેક્સમાં ઉછાળોઃ ડેટ, સોના અને ઇન્ટરનેશનલ ફંડના રોકાણકારોએ હવે શું કરવું જોઇએ?

આ બાબતે રામલિંગમ કહે છે કે, આવું કરવાથી જીવનસાથીને પોલિસી એક્સપાયર ન થાય ત્યાં સુધી પોલિસી જાળવી રાખવામાં મદદ મળે છે. હયાત પોલિસીની વેલીડિટી પુરી થયા બાદ પતિ કે પત્નીને નવી વીમા પોલિસી લેવી પડશે.

ટ્રાન્સફર પ્રક્રિયા પૂર્ણ થાય તે પહેલા સામે આવી શકે તેવા ક્લેમના સમાધાન માટે પણ જોગવાઈ છે. વીમા માટે જાગૃતિ ફેલાવતા પ્લેટફોર્મ Beshak.orgના સ્થાપક મહાવીર ચોપરા કહે છે, ટ્રાન્સફર પ્રક્રિયા પૂર્ણ થાય તે પહેલા ક્લેમ થાય તો ક્લેમ નોમિની અથવા પોલિસીધારકના કાનૂની વારસદારોને ચૂકવવામાં આવશે.

ભારત ગૃહ રક્ષા પોલિસી ઝડપી ક્લેમ સેટલમેન્ટ માટે નોમીનેશનન સુવિધા પૂરી પડે છે. આ પોલિસી તમામ વીમા કંપનીઓને ઓફર કરવાની રહે છે. તેઓ વધુમાં કહે છે કે, આ નોમિનેશન સુવિધા માત્ર બાકી ક્લેમ માટે લાગુ પડે છે. સરળ ભાષામાં તેનો મતલબ એમ છે કે, ક્લેમની રકમ પ્રાપ્ત કરતા પહેલા પોલિસીધારકના મૃત્યુના કિસ્સામાં વીમા કંપની ક્લેમની રકમ નોમિનીને ચૂકવશે. જો કોઈ નોમિનેશન ન હોય તો દાવેદારોએ વીમા કંપનીને કાનૂની વારસદારનું પ્રમાણપત્ર રજૂ કરવું પડશે.

વાહન વીમો

મોટર વીમા પોલિસી વ્યક્તિના મૃત્યુ પછી તરત જ પુરી થશે નહીં. રામલિંગમ કહે છે કે, આ પોલિસી વીમાધારકના મૃત્યુની તારીખથી ત્રણ મહિના સુધી અથવા પોલિસીની સમાપ્તિ સુધી (જે પણ પહેલા હોય ત્યાં સુધી) માન્ય રહેશે. આ સમયગાળા દરમિયાન જેમને વાહનની કસ્ટડી અને ઉપયોગ કરવાની સત્તા અપાઈ છે, તેવા વારસદારો પોલિસી ટ્રાન્સફર કરવા અથવા નવી વીમા પોલિસી લેવા માટે અરજી કરી શકે છે. આ માટે તેમને પોલિસીધારકનું ડેથ સર્ટિફિકેટ, કારની માલિકીનો પુરાવો અને પોલિસીના ઓરીજનલ ડોક્યુમેન્ટ આપવા પડશે.

આ પણ વાંચો: આજે (10-ઓગસ્ટ) Aptus Value Housing અને Chemplast Sanmarના IPO ખુલ્યા

અગ્રવાલ વધુમાં કહે છે કે, મોટર વીમાના કિસ્સામાં નો-ક્લેમ બોનસ મહત્ત્વનો ભાગ ભજવે છે. મૃતક પોલિસીધારકની કારની કસ્ટડી તેના જીવનસાથી, બાળકો અથવા માતા -પિતાને સોંપી દેવાની સાથે નો ક્લેમ બોનસ પણ તે વ્યક્તિને ટ્રાન્સફર કરવામાં આવે છે. પોલિસીધારકના મોત પછી પોલિસી તેમજ વાહનની માલિકી બદલવાની જરૂર હોય છે. ત્યારે પોલિસીધારકના મૃત્યુ પછી જો વીમો કરાયેલું વાહન વેચાવામાં આવે તો વેચાણ પ્રક્રિયા પુરી કરવા નવા માલિકનું નામ વીમા પોલિસી અને આરસી બુકમાં અપડેટ કરવું જરૂરી છે.  (PREETI KULKARNI, Moneycontrol)
First published:

Tags: Car Insurance, Health insurance, Home insurance, Insurance