Explained: વળતર એ ગ્રાહકનો અધિકાર, ગ્રાહક અધિકાર વિશે જાણો મહત્વની માહિતી

પ્રતિકાત્મક તસવીર

ગ્રાહક સુરક્ષા અધિનિયમ, 2019 મુજબ, ગ્રાહક એવી વ્યક્તિ છે કે જે કોઈ માલ ખરીદે છે અને કોઈસેવા ભાડે રાખે છે અથવા પ્રાપ્ત કરે છે. તેમાં ઇલેક્ટ્રોનિક માધ્યમ, ટેલિશોપિંગ, ડાયરેક્ટ સેલિંગ અથવા ઓનલાઇન અને ઓફલાઇન બંને પ્રકારની લેવળદેવળ શામેલ છે.

  • Share this:
નવી દિલ્હીઃ અત્યારે ગ્રાહકો સાથે છેતરપિંડી (fruad with consumer) થવી સામાન્ય બની ગઈ છે. ઓનલાઈન હોય કે ઓફ લાઈન તમામ જગ્યાએ લોકો ગ્રાહકોને છેતરી રહ્યા છે ત્યારે આ માહિતી ગ્રાહકો માટે મહત્વની બની રહેશે.

ગ્રાહક કોણ છે?
ગ્રાહક સુરક્ષા અધિનિયમ, 2019 (Consumer Protection Act -2019) મુજબ, ગ્રાહક એવી વ્યક્તિ છે કે જે કોઈ માલ ખરીદે છે અને કોઈસેવા ભાડે રાખે છે અથવા પ્રાપ્ત કરે છે. તેમાં ઇલેક્ટ્રોનિક માધ્યમ (Electronic medium), ટેલિશોપિંગ, ડાયરેક્ટ સેલિંગ અથવા ઓનલાઇન (online) અને ઓફલાઇન (offline) બંને પ્રકારની લેવળદેવળ શામેલ છે.

ગ્રાહક કોણ નથી?
જે કોઈ વ્યક્તિ કંઈપણ વસ્તુ વેચવા માટે અથવા કમર્શિયલ ઉપયોગ માટે ખરીદે તે ગ્રાહક નથી.

ગ્રાહક અધિકાર શું છે?
જીવન માટે હાનિકારક એવા માલ અને સેવાથી સુરક્ષા, માલ અને સેવાઓ મામલે માહિતી મેળવવાનો અધિકાર, માલ અને સેવાની અંગે ગુણવત્તા અંગે સુનિશ્ચિત થવાનો અધિકાર, તેમજ નિવારણ અને ગ્રાહક શિક્ષાનો પણ અધિકાર રહેલો હોય છે.

ગ્રાહક વિવાદો માટે ત્રણ સ્તરીય અર્ધ-ન્યાયિક ભૂમિકા
જિલ્લા ગ્રાહક વિવાદ નિવારણ આયોગના આર્થિક અધિકારક્ષેત્રમાં વધારો કરવામાં આવ્યો છે. જે હવેથી એક કરોડ સુધીના કેસની સુનાવણી માટે સશક્ત બનશે, જે અગાઉ 20 લાખ સુધીના હતા. જ્યારે રાજ્ય પંચમાં એક કરોડથી 10 કરોડ રૂપિયા અને રાષ્ટ્રીય આયોગમાં રૂ.10 કરોડથી વધુના મૂલ્યવાળી વસ્તુ અને સેવાઓ સંબંધિત ફરિયાદો થઇ શકશે. જે અધિકારક્ષેત્રમાં ફરિયાદ નોંધાવવાની છે, તે અગાઉના કાયદાથી વિપરીત ચૂકવેલ વસ્તુ કે સેવાઓના મૂલ્ય પર આધારિત છે.

આ પણ વાંચોઃ-એકબીજાની સહમતીથી કેવી રીતે છૂટાછેડા મેળવવા? જાણો કાયદાકીય પ્રક્રિયા

ગ્રાહકોને માહિતી મેળવવાનો અધિકાર શું છે?
દરેક ઉપભોક્તા દ્વારા લેવામાં આવતો માલ અને સેવાઓની વિગત વિશે માહિતગાર કરવાનો અધિકાર છે.
વળતર એ ગ્રાહકનો અધિકાર
જો ગ્રાહકને કોઈ નુકશાન થાય, તો નુકશાનીના સ્તરને આધારે તે વળતર મેળવવા પાત્ર છે.

આ પણ વાંચોઃ-Explained: સાત પ્રશ્નોના જવાબમાં જાણો મેટરનીટી બેનિફિટનો કાયદો, કોણ લઈ શકે લાભ?

ઉત્પાદનોનું માનકીકરણ શું છે?
ઉત્પાદનોનું માનકીકરણ એટલે કે ગુણવત્તાયુક્ત ઉત્પાદનનો વિકાસ કરવો તેમજ ગ્રાહકની સુરક્ષા, સ્વસ્થતા.

કન્ઝ્યુમર પ્રોટેક્શન કાઉન્સિલનું કાર્ય
કન્ઝ્યુમર પ્રોટેક્શન કાઉન્સિલ કોર્ટમાં કેસ કેવી રીતે દાખલ કરવો, કોર્ટમાં ગ્રાહકો પોતાનું પ્રતિનિધિત્વ કઈ રીતે કરી શકે અને ગ્રાહકોમાં જાગૃતિ કઈ રીતે આવે તેનું ધ્યાન દોરે છે.
Published by:ankit patel
First published: